Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Giorgia Meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

ઇટલીની વડાપ્રધાને PM Modi સાથે તસવીર શેર કરી UAE ના પ્રમુખે પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી India Independence Day: આજરોજ India દેશમાં 78 મો આઝદીનો પર્વ ઉજવવામાં આવી...
pm giorgia meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
  • ઇટલીની વડાપ્રધાને PM Modi સાથે તસવીર શેર કરી

  • UAE ના પ્રમુખે પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી

  • ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી

India Independence Day: આજરોજ India દેશમાં 78 મો આઝદીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના દરેક ઘર પર શાનથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે. તો બીજી તરફ દેશના દરેક સસ્તાઓ રાષ્ટ્રગાનથી ગુંજી રહ્યા છે. દેશના દરેક વ્યક્તિઓ હાથમાં તિરંગો લઈને રસ્તા ગર્વથી વંદે ભારત, વંદે માતરમ્ ના નારા લાગાવી રહ્યા છે. તે ઉપરાંત ભારતના આઝાદી દિવસના પડછાયા વિદેશ સુધી પડી રહ્યા છે.

Advertisement

ઇટલીની વડાપ્રધાને PM Modi સાથે તસવીર શેર કરી

તો 78 માં Independence Day ના અવસર પર ભારતીઓને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે, ઇટલી અને India વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે સાથે મળીને આપણે સારા પરિણામો પ્રાપ્ત કરીશું. આપણો વ્યૂહાત્મક સહયોગ ભવિષ્ય માટે મહત્ત્વનો આધારસ્તંભ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો:  Rahul Gandhi હરોળમાં શા માટે બેઠા પાછળ? કારણ આવ્યું સામે

Advertisement

UAE ના પ્રમુખે પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી

UAE ના પ્રમુખ એ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'આજે Indiaગર્વથી તેનો 78મો Independence Day ઉજવી રહ્યું છે. જે દેશની અવિશ્વસનીય વિકાસ યાત્રાનો પુરાવો છે. હું મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને આ માઈલસ્ટોનની ઉજવણી પર શુભેચ્છા પાઠવું છું. India સાથે મિત્રતાને મજબૂત કરવા, અમારા દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને અમારી સ્થાયી ભાગીદારીના તમામ પાસાઓમાં મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આપણા ભારતીય મિત્રોને Independence Dayની શુભકામનાઓ.

Advertisement

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ભારતને Independence Day ની શુભેચ્છા પાઠવી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ Independence Day ના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે X પર લખ્યું છે કે, 78 મા Independence Day પર તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ. જાન્યુઆરીમાં મારી India મુલાકાત દરમિયાન તમે જે ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તે મને યાદ છે અને ભારતના 78 મા Independence Day પર મારા મિત્ર નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા દેશોના નેતાઓ સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આતુર છું.

આ પણ વાંચો: 15 AUGUST ના દિવસે મોટી દુર્ઘટના ટળી! આતંકવાદીઓએ પ્લાન્ટ કર્યા હતા 19 બોમ્બ પણ...

Tags :
Advertisement

.