Italian PM Giorgia Meloni એ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- PM નરેન્દ્ર મોદી પોતાનો 74મો જન્મદિવસની કરી ઉજવણી
- ઇટાલીના PM એ સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કરી
- 45 વર્ષની વયે ઈટાલીના વડાપ્રધાન બન્યા
PM Narendra Modi Birthday: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 74મો જન્મદિવસ (PM Narendra Modi Birthday) ઉજવી રહ્યા છે. આ અવસર પર પીએમ મોદીને દેશ-વિદેશમાંથી જન્મદિવસની શુભેચ્છા સંદેશો મળી રહ્યા છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Italian pm Giorgia meloni)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા એક ખાસ સંદેશ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
PM મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, જ્યોર્જિયા મેલોનીએ કહ્યું, "ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. મને ખાતરી છે કે અમે વૈશ્વિક પડકારોનો સાથે મળીને સામનો કરવા માટે, ઇટાલી અને ભારત વચ્ચેની અમારી મિત્રતા અને સહયોગને મજબૂત કરવાનું ચાલુ રાખીશું." તમને જણાવી દઈએ કે પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના PM તરીકે ચૂંટાયેલા બીજા વડાપ્રધાન છે.
Tanti auguri di buon compleanno al Primo Ministro dell’India @narendramodi. Sono certa che continueremo a rafforzare la nostra amicizia e la collaborazione tra Italia e India, per affrontare insieme le sfide globali che ci attendono 🇮🇹🇮🇳 pic.twitter.com/pqXo0ljK8F
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2024
આ પણ વાંચો -Mali attack : આફ્રિકન દેશ માલીમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પ પર આતંકી હુમલો, સેનાએ ચાર્જ સંભાળ્યો
ભાજપનું સેવા પખવાડિયું
તમને જણાવી દઈએ કે, PM મોદીના જન્મદિવસના અવસર પર ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડા શરૂ કરવા જઈ રહી છે. સેવા પખવાડા 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ચાલશે. આ સેવા પખવાડિયામાં ભાજપના કાર્યકર્તાઓ દેશના વિવિધ સમાજો અને વર્ગો સાથે જોડાશે અને સમસ્યાઓનો ઉકેલ શોધશે. તેમજ દેશના અનેક જિલ્લાઓમાં આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો -લંચ અને કોફી બ્રેકમાં પણ સેક્સ કરો, વ્લાદિમીર પુતિને કેમ આવું વિચિત્ર નિવેદન આપ્યું
45 વર્ષની વયે ઈટાલીના વડાપ્રધાન બન્યા
રાજકારણમાં પ્રવેશતા પહેલા, જ્યોર્જિયા મેલોની એક પત્રકાર હતી. તે 45 વર્ષની વયે ઈટાલીના વડાપ્રધાન બન્યા હતા. જ્યોર્જિયા મેલોનીનો જન્મ 15 જાન્યુઆરી, 1977ના રોજ રોમમાં થયો હતો. તેમની એક પુત્રી પણ છે, જ્યોર્જિયા મેલોની તેના પિતા એકાઉન્ટન્ટ હતા. જ્યોર્જિયા 2008માં 31 વર્ષની વયે ઈટાલીના સૌથી યુવા મંત્રી બન્યા હતા. જ્યોર્જિયાએ 2021માં 'I AM જ્યોર્જિયા' નામનું પુસ્તક પણ લખ્યું છે, જે સમાચારોમાં હતું.