PAKISTAN : અચાનક લેપટોપની બેટરી ફાટતા લાગી આગ, 2 બાળકો બળીને ખાખ અને 7 દઝાયા
PAKISTAN LAPTOP BLAST : પાકિસ્તાનમાં (PAKISTAN) ખૂબ જ ભયાવહ ઘટના બની છે. પાકિસ્તાનના (PAKISTAN) પંજાબ પ્રાંતમાં લેપટોપની બેટરી ફાટવાને કારણે એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે બાળકોઆએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સાત લોકો આ આગમાં દાઝી પણ ગયા હતા. આજના સમયમાં મોબાઈલ અને લેપટોપની આદત બાળકોને પણ ખૂબ જ થઈ ગઈ છે, માટે હવે માતા-પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
બેટરી ફાટવાને કારણે લેપટોપમાં લાગી આગ
પાકિસ્તાનના (PAKISTAN) પંજાબ પ્રાંતના ફૈસલાબાદના શરીફ પુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટના એમ છે કે, લેપટોપની બેટરી ચાર્જ કરતા સમય દરમિયાન એકાએક બેટરી ફાટવાને કારણે લેપટોપમાં આગ લાગી હતી. આ ઘટના બાદ ઘરમાં રહેતા પાંચ બાળકો અને બે મહિલાઓ સહિત પરિવારના નવ સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ભાઈ અને એક બહેન બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઘટનાની તપાસ કરવા સમિતિની રચના કરાઇ
આ ભયાવહ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. આ ઘટના બાદ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે બાળકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના અને સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આગમાં ઘાયલ થયેલા લોકોને વધુ સારી સારવાર અને તબીબી સુવિધાઓ આપવાનો આદેશ આપ્યો છે. વધુમાં આ ઘટનાની તપાસ કરવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Las Vegas : 4 વર્ષ પછી ફરી જોવા મળ્યો રહસ્યમયી થાંભલો..