Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PAKISTAN : અચાનક લેપટોપની બેટરી ફાટતા લાગી આગ, 2 બાળકો બળીને ખાખ અને 7 દઝાયા

PAKISTAN LAPTOP BLAST : પાકિસ્તાનમાં (PAKISTAN) ખૂબ જ ભયાવહ ઘટના બની છે. પાકિસ્તાનના (PAKISTAN) પંજાબ પ્રાંતમાં લેપટોપની બેટરી ફાટવાને કારણે એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે બાળકોઆએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સાત લોકો આ આગમાં દાઝી પણ...
pakistan   અચાનક લેપટોપની બેટરી ફાટતા લાગી આગ  2 બાળકો બળીને ખાખ અને 7 દઝાયા
Advertisement

PAKISTAN LAPTOP BLAST : પાકિસ્તાનમાં (PAKISTAN) ખૂબ જ ભયાવહ ઘટના બની છે. પાકિસ્તાનના (PAKISTAN) પંજાબ પ્રાંતમાં લેપટોપની બેટરી ફાટવાને કારણે એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે બાળકોઆએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સાત લોકો આ આગમાં દાઝી પણ ગયા હતા. આજના સમયમાં મોબાઈલ અને લેપટોપની આદત બાળકોને પણ ખૂબ જ થઈ ગઈ છે, માટે હવે માતા-પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.

બેટરી ફાટવાને કારણે લેપટોપમાં લાગી આગ

FILE IMAGE

FILE IMAGE

Advertisement

પાકિસ્તાનના (PAKISTAN) પંજાબ પ્રાંતના ફૈસલાબાદના શરીફ પુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટના એમ છે કે, લેપટોપની બેટરી ચાર્જ કરતા સમય દરમિયાન એકાએક બેટરી ફાટવાને કારણે લેપટોપમાં આગ લાગી હતી. આ ઘટના બાદ ઘરમાં રહેતા પાંચ બાળકો અને બે મહિલાઓ સહિત પરિવારના નવ સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ભાઈ અને એક બહેન બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

Advertisement

ઘટનાની તપાસ કરવા સમિતિની રચના કરાઇ

આ ભયાવહ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. આ ઘટના બાદ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે બાળકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના અને સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આગમાં ઘાયલ થયેલા લોકોને વધુ સારી સારવાર અને તબીબી સુવિધાઓ આપવાનો આદેશ આપ્યો છે. વધુમાં આ ઘટનાની તપાસ કરવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Las Vegas : 4 વર્ષ પછી ફરી જોવા મળ્યો રહસ્યમયી થાંભલો..

Tags :
Advertisement

Related News

featured-img
Top News

PM MODI IN CYPRUS : PM મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન 'ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ' એનાયત

featured-img
Top News

Iran-Israel War : 'રાત્રે ઉંઘી નથી શકતા, ઘરે જવું છે', ઇરાનમાં ફસાયેલા ભારતીયોની પીડા

featured-img
આંતરરાષ્ટ્રીય

લુફ્થાન્સા એરલાઈનની ફ્લાઈટનો યુટર્ન, બોમ્બની ધમકી બાદ ફ્રેન્કફર્ટમાં કરાયું ઉતરાણ

featured-img
Top News

IRAN ISRAEL CONFLICT : ઇરાને સમાધાનની વાત ફગાવી, અમેરિકાએ ઇઝરાયલની યોજના સામે વીટો વાપર્યો

featured-img
Top News

BOEING 787 : બ્રિટિશ એરવેઝના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં ખામીથી હડકંપ

featured-img
આંતરરાષ્ટ્રીય

પેરૂમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 1 મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત

×

Live Tv

Trending News

.

×