Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે બદલાશે પાકિસ્તાનનું નસીબ? સમુદ્રમાંથી મળ્યો આ કિંમતી ખજાનો

પાકિસ્તાનને મળ્યો દરિયાઈ ખજાનો હવે બદલાશે પાકિસ્તાનનું નસીબ? આવશે અઢળક પૈસા! સમગ્ર વિશ્વ પાકિસ્તાનના આર્થિક સંકટ (Pakistan's economic crisis) થી અવગત છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, આ દેશની કિસ્મત જલ્દી જ બદલાશે. મળી રહેલી માહિતી અનુસાર,...
08:28 PM Sep 07, 2024 IST | Hardik Shah
Pakistan has huge reserves of petroleum and natural gas from the sea

સમગ્ર વિશ્વ પાકિસ્તાનના આર્થિક સંકટ (Pakistan's economic crisis) થી અવગત છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, આ દેશની કિસ્મત જલ્દી જ બદલાશે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનને સમુદ્રમાં એક મોટો ખજાનો મળ્યો છે. આ ભંડાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ (petroleum and natural gas) નો છે. પેટ્રોલ અને ગેસનો આ ભંડાર એટલો મોટો છે કે તેનો ઉપયોગ પાકિસ્તાનની કિસ્મત બદલી શકે છે અને દેશને ખૂબ જ ફાયદો થઈ શકે છે. આ ભંડાર મળવાને કારણે હવે આ દેશની કિસ્મત બદલાઈ શકે છે. ‘બ્લુ ટ્રેઝર’ એટલો મોટો છે કે તે પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ (Pakistan's economic situation) સુધારી શકે છે, અને તેલના વધતા ભાવોથી પીડાતા અન્ય દેશોને પણ રાહત આપી શકે છે.

3 વર્ષની તપાસ પછી મળેલી સફળતા

ડૉન ન્યૂઝના અહેવાલ અનુસાર, આ ભંડારની શોધ 3 વર્ષ પછી પૂર્ણ થઈ છે. આ ભંડારનું શોધકાર્ય પાકિસ્તાને એક સાથી દેશ સાથે મળીને હાથ ધર્યું હતું. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, ભૌગોલિક સર્વેક્ષણે આ સ્થળની ઓળખ કરી છે અને સંબંધિત વિભાગે સરકારને પાકિસ્તાનના દરિયાઈ ક્ષેત્રમાં કરવામાં આવેલી આ શોઘો વિશે પણ જાણ કરી છે. વધુમાં અધિકારીઓ આ પહેલને બ્લુ વોટર ઈકોનોમીનો લાભ લેવાનું વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે. તેમણે સંકેત આપ્યો કે બિડિંગ અને એક્સપ્લોરેશનની દરખાસ્ત પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જે સૂચવે છે કે તેનું કદ શોધવાનું કામ ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે. જોકે, અધિકારીએ એમ પણ કહ્યું કે, ડ્રિલિગ અને તેલ કાઢવામાં ઘણા વર્ષો લાગી શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ઉપરાંત દરિયામાં અન્ય મૂલ્યવાન ખનીજો અને તત્ત્વો મળવાની સંભાવના છે. અધિકારીએ કહ્યું કે, આ તકનો લાભ લેવા માટે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવશે.

વિશ્વનો ચોથો સૌથી મોટો તેલ અને ગેસ ભંડાર?

અહેવાલમાં જણાવાયું છે કે પ્રારંભિક અંદાજ સૂચવે છે કે આ શોધ વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો ચોથો સૌથી મોટો ભંડાર હોઈ શકે છે. વેનેઝુએલામાં હાલમાં સૌથી વધુ તેલનો ભંડાર છે, જેનો અંદાજ લગભગ 3.4 બિલિયન બેરલ છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અનટેપ્ડ શેલ ઓઇલ રિઝર્વમાં આગળ છે. ટોચના પાંચમાં સાઉદી અરેબિયા, ઈરાન, કેનેડા અને ઈરાકનો સમાવેશ થાય છે. ડૉન ન્યૂઝ ટીવી સાથે વાત કરતા, ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (Ogra)ના ભૂતપૂર્વ સભ્ય મુહમ્મદ આરિફે સ્વીકાર્યું કે આ શોધ આશાસ્પદ છે, પરંતુ અંદાજ મુજબ ભંડાર મળવાની આશાની ખાતરી નથી. તેમણે કહ્યું કે, "આ ભંડાર દેશની ઉર્જા માંગને પૂરી કરી શકે છે કે નહીં તે તેના કદ અને પુરવઠા પર આધાર રાખે છે."

તે મોટા પાયે આયાત કરી શકાય છે

આરિફે સૂચવ્યું હતું કે ગેસ ભંડાર સંભવિતપણે પેટ્રોલિયમ નેચરલ ગેસ (LNG) આયાતને બદલી શકે છે અને તેલના ભંડાર આયાતી તેલની જગ્યા લઇ શકે છે. તેમ છતાં તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ભંડારનું સંપૂર્ણ વિશ્લેષણ પૂર્ણ ન થાય અને ડ્રિલિંગ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી મૂંઝવણ રહેશે.

આટલા પૈસા થશે... પાકિસ્તાન તેને કેવી રીતે નિકાળી શકશે?

તેમણે એમ પણ કહ્યું કે, આ હાંસલ કરવા માટે લગભગ 5 બિલિયન ડોલરના રોકાણની જરૂર છે અને તેને હાંસલ કરવામાં 4થી 5 વર્ષ લાગી શકે છે. જો સંશોધન ભંડારની હાજરીની પુષ્ટિ કરે છે, તો કુવાઓ વિકસાવવા અને નિષ્કર્ષણ અને બળતણ ઉત્પાદન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે વધુ રોકાણની જરૂર પડશે.

આ પણ વાંચો:  ઘણા દેશના નામમાં Stan શા માટે હોય છે? જાણો આ શબ્દનો અર્થ શું છે?

Tags :
Big Reserves discovered in Pakistanblue treasureGas and oil drilling timelineGlobal energy supplyGlobal oil and gas reservesGujarat FirstHardik ShahNatural gas reserve analysisOil and gas reserves discovered by PAKPakistanPakistan discoverpakistan economic crisisPakistan energy reservesPakistan natural resource discoverypakistan newsPakistan oil and gas reservesPakistan petroleum explorationPakistan’s economic recoveryPakistan’s maritime treasurePakistan’s oil wealth transformationPetroleum and Natural GasPetroleum and natural gas discoveryPetroleum and Natural Gas in PAKStrategic blue water economySubstantial Oil and gas reservesSubstantial Oil and gas reserves discovered in PakistanVenezuela oil reserves comparison
Next Article