Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયામાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા, ચાર લોકોના થયા મોત, ત્રણ ઈજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયાથી એક સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ એક બીચ પર બે હેલિકોપ્ટર ક્રેસ થયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાયા બાદ બીચ પર આવીને પડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સવાર ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્તો થયા છે. એક હેલિકોપ્ટર ટેક ઓફ તો બીજું થઇ રહ્યું હતું લેન્ડદુર્ઘટના બાદ હેલિકોપ્ટર ગોલà
ઓસ્ટ્રેલિયામાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા  ચાર લોકોના થયા મોત  ત્રણ ઈજાગ્રસ્ત
ઓસ્ટ્રેલિયાથી એક સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ એક બીચ પર બે હેલિકોપ્ટર ક્રેસ થયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાયા બાદ બીચ પર આવીને પડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સવાર ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્તો થયા છે. 
એક હેલિકોપ્ટર ટેક ઓફ તો બીજું થઇ રહ્યું હતું લેન્ડ
દુર્ઘટના બાદ હેલિકોપ્ટર ગોલ્ડ કોસ્ટના મેઇન બીચ પાસે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ સ્થળ ક્વિન્સલેન્ડ રાજ્યમાં બ્રિસબેનથી 45 માઇલ દક્ષિણમાં છે. ક્વીન્સલેન્ડ સ્ટેટ પોલીસના કાર્યવાહક નિરીક્ષક ગેરી વોરેલે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગોલ્ડ કોસ્ટના નોર્થ બીચ પર મેઈન બીચમાં સીવર્લ્ડ પાર્ક નજીક બે હેલિકોપ્ટર અથડાયા હતા જ્યારે એક હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું. એક ટેક ઓફ કરી રહ્યું હતું અને બીજું લેન્ડિંગ કરી રહ્યું હતું. એક હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું જ્યારે બીજાનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. જ્હોન નામના પ્રત્યક્ષદર્શીએ મેલબોર્ન રેડિયો સ્ટેશન 3AW ને જણાવ્યું કે સીવર્લ્ડ સ્ટાફે ક્રેશ સાંભળ્યું. સત્તાવાળાઓએ સીવર્લ્ડ ડ્રાઇવને ઘટનાસ્થળે જતી બંધ કરી દીધી છે. નજીકમાં 'સીવર્લ્ડ પાર્ક' છે.
ગોલ્ડ કોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે
ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે પોલીસ અને ડોકટરો ઘટના સ્થળે છે. દેશના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંનું એક ગોલ્ડ કોસ્ટ રજાઓમાં ખૂબ જ ગીચ હોય છે. ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરોના ચીફ કમિશનર એંગસ મિશેલે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે અગાઉ જણાવ્યું હતું કે 13 લોકો ઘાયલ થયા બાદ તપાસ ચાલી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.