પાકિસ્તાનમાં અટકાયતમાં લેવાયા છ ગધેડા, કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પણ જારી
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલમાં છ ગધેડાઓની અટકાયત કરવામાં આવી છે. જિલ્લાના દરોશ વિસ્તારમાં યુવતીની તસ્કરીના સંબંધમાં ગધેડાઓની અટકાયત કરવામાં આવી છે. દરોશના આસિસ્ટન્ટ કમિશનરે યુવતીઓની તસ્કરી સામે ઝુંબેશ શરૂ કરી હતી, જે અંતર્ગત યુવતીઓને લઈ જતા ગધેડાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો આ અજીબોગરીબ કિસ્સો હવે હેડલાઇન્સમાં છે. પાકિસ્તાનમ
Advertisement
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલમાં છ ગધેડાઓની અટકાયત કરવામાં આવી છે. જિલ્લાના દરોશ વિસ્તારમાં યુવતીની તસ્કરીના સંબંધમાં ગધેડાઓની અટકાયત કરવામાં આવી છે. દરોશના આસિસ્ટન્ટ કમિશનરે યુવતીઓની તસ્કરી સામે ઝુંબેશ શરૂ કરી હતી, જે અંતર્ગત યુવતીઓને લઈ જતા ગધેડાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો આ અજીબોગરીબ કિસ્સો હવે હેડલાઇન્સમાં છે. પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી ઘણી વધારે છે અને દર વર્ષે ઝડપથી વધી રહી છે. ગત નાણાકીય વર્ષ મુજબ પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા 5.6 મિલિયનથી વધીને 5.7 મિલિયન થઈ ગઈ છે.
માત્ર અટકાયત નહીં, કોર્ટમાં રજુ કરવાનો આદેશ પણ
વાત માત્ર ગધેડાને કસ્ટડીમાં લેવા પૂરતી સિમિત નથી.. મદદનીશ કમિશનરે વન વિભાગને ગધેડાને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર મુજબ, રસપ્રદ વાત એ છે કે ગધેડા ખૂબ જ હોશિયાર હતા કારણ કે તેઓ પોતાની જાતે જ છોકરીઓની તસ્કરી કરતા હતા અને તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા.
પાકિસ્તાન માટે ગધેડા ખુબજ મહત્વપૂર્ણ પ્રાણી
પાકિસ્તાન માટે ગધેડો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાણી છે. હકીકતમાં પાકિસ્તાનનો એક મોટો વર્ગ આર્થિક રીતે પશુપાલન પર નિર્ભર છે. 80 લાખથી વધુ ગ્રામીણ પરિવારો પશુપાલન સાથે સંકળાયેલા છે અને તેમની આવકના લગભગ 35-40 ટકા આ ક્ષેત્રમાંથી મેળવે છે.
ચીનને પણ પાકિસ્તાની ગધેડાઓમાં રસ છે
પાકિસ્તાનમાં ગધેડા આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જીડીપીમાં પણ યોગદાન આપે છે. ચીનને પણ પાકિસ્તાની ગધેડાઓમાં રસ છે. ચીનમાં ગધેડાની ચામડીનો વ્યાપક ઉપયોગ થાય છે. ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવતા જિલેટીનનો ઉપયોગ ઘણી મોંઘી દવાઓ બનાવવામાં થાય છે. પાકિસ્તાન પણ ગધેડા વેચીને પોતાની આવક મેળવે છે. સમાચાર અનુસાર, પાકિસ્તાનને એક ગધેડા માટે 18 થી 20 હજાર રૂપિયા મળે છે.