Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવાના ડૂંગર નીચે દબાયું પાકિસ્તાન, એક જ વર્ષમાં ચૂકવવાના થશે રૂપિયા 21 લાખ કરોડ

પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે  પોતાના એક ઈન્ટરવ્યુમાં આઈએમએફ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે IMF પર લોન સમીક્ષામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. ઇશાક ડારે કહ્યું કે જરૂરી પ્રક્રિયા પૂરી થયા પછી પણ સમીક્ષામાં વિલંબ થઈ રહ્યો છે... તેમણે એમ પણ કહ્યું કે હવે તેમને કોઈ ફરક નથી પડતો, તે ભીખ માંગવા નથી ઇચ્છતો.વાસ્તવમાં, નાદાર જાહેર થયા બાદ પાકિસ્તાનને IMF તરફથી 48,000 કરોડ રૂપિયાનું બેલઆàª
દેવાના ડૂંગર નીચે દબાયું પાકિસ્તાન  એક જ વર્ષમાં ચૂકવવાના થશે રૂપિયા 21 લાખ કરોડ
પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે  પોતાના એક ઈન્ટરવ્યુમાં આઈએમએફ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે IMF પર લોન સમીક્ષામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. ઇશાક ડારે કહ્યું કે જરૂરી પ્રક્રિયા પૂરી થયા પછી પણ સમીક્ષામાં વિલંબ થઈ રહ્યો છે... તેમણે એમ પણ કહ્યું કે હવે તેમને કોઈ ફરક નથી પડતો, તે ભીખ માંગવા નથી ઇચ્છતો.વાસ્તવમાં, નાદાર જાહેર થયા બાદ પાકિસ્તાનને IMF તરફથી 48,000 કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ આપવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે 8 હજાર કરોડ રૂપિયા ઉમેરાયા છે.
પાકિસ્તાને 12 મહિનામાં વિદેશી દેવું ચૂકવવું પડશે
એક તરફ જ્યાં પાકિસ્તાનને IMF પાસેથી બેલઆઉટ ફંડ મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે, તો બીજી તરફ તેના પર વિદેશથી લીધેલી લોન ચૂકવવા માટે દબાણ સતત વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને 12 મહિનાની અંદર વિદેશી દેવું ચૂકવવું પડશે. વિદેશી અને જૂની લોન સહિત પાકિસ્તાને કુલ 21 લાખ કરોડ રૂપિયા ચૂકવવાના છે.
72 હજાર કરોડ રૂ. જાન્યુઆરી સુધીમાં જ આપવા પડશે
સિક્યોરિટી ફર્મ અનુસાર, 21 લાખ કરોડમાંથી પાકિસ્તાને ડિસેમ્બર અને જાન્યુઆરી 2023માં જ 72 હજાર કરોડ ચૂકવવા પડશે. છેલ્લા 11 મહિનામાં પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સ્થિતિ પણ એવા સમયે છે  જ્યારે પાકિસ્તાનને તાજેતરના મહિનાઓમાં IMF અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી હમણાં જ લોન મળેલી છે. વધતું દેવા અને ઘટતા વિદેશી હૂંડિયામણે પાકિસ્તાનને ખતરનાક સ્થિતિમાં મુકી દીધું છે. પાકિસ્તાન સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે કે તેને વધુ લોન ન લેવી પડે. સતત વધતી જતી આયાતને નિયંત્રણમાં રાખવા માટે વિવિધ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.