Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UNGA મંચ પર કાશ્મીર રાગ આલાપનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ,જુઓ વિડીયો

વિશ્વના દરેક મંચ પર કાશ્મીર (Kashmir) રાગ ગાવા બદલ પાકિસ્તાન (Pakistan)ને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે તેણે યુએનજીએ (UNGA)ના મંચ પરથી ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો તો ભારતે (India) એવો જડબાતોડ જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ હતી. યુએનજીએની આ બેઠક રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવના સંબંધમાં હતી. જેમાં પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચનો સામનો કરવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં જà«
unga મંચ પર કાશ્મીર રાગ આલાપનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ જુઓ વિડીયો
વિશ્વના દરેક મંચ પર કાશ્મીર (Kashmir) રાગ ગાવા બદલ પાકિસ્તાન (Pakistan)ને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે તેણે યુએનજીએ (UNGA)ના મંચ પરથી ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો તો ભારતે (India) એવો જડબાતોડ જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ હતી. યુએનજીએની આ બેઠક રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવના સંબંધમાં હતી. જેમાં પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચનો સામનો કરવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં જ્યારે પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી તરફ, ભારતે ફરી એકવાર યુએનજીએમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો અને રશિયા સાથેની મિત્રતાની ફરજ અદા કરી છે. 
પાકિસ્તાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો 
આંતરરાષ્ટ્રીય મંચોમાં વારંવાર હારનો સામનો કરતું પાકિસ્તાન હજું પણ સુધર્યું નથી.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જ્યારે પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો હતો, ત્યાર બાદ બુધવારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. રુસો-યુક્રેન યુદ્ધને લઈને યુએનજીએમાં વોટિંગ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની રાજદ્વારી મુનીર અકરમે પોતાની સ્પષ્ટતામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પાકિસ્તાન આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે.
ભારતે પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો અને તેની ટિપ્પણીને બેજવાબદાર ગણાવી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જોરદાર રીતે કહ્યું કે પાકિસ્તાને બંને પરિસ્થિતિઓને એક સમાન તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અમે જોયું છે કે આશ્ચર્યજનક રીતે ફરી એક વખત પ્રતિનિધિમંડળ દ્વારા આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો અને મારા દેશ વિરુદ્ધ બેફામ અને અર્થહીન ટિપ્પણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે પાકિસ્તાન હંમેશા ખોટું બોલે છે. તેમનું નિવેદન સામૂહિક તિરસ્કારને પાત્ર છે.
Advertisement

કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે
બીજી તરફ યુએનજીએમાં રશિયા વિરુદ્ધ ફરી એક ઠરાવ લાવવામાં આવ્યો હતો. ભારતે આ મતદાનથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું. ભારતે મતદાનનો ભાગ ન બનીને પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે... અમે પાકિસ્તાનને વિનંતી કરીએ છીએ કે તે સીમાપારનો આતંકવાદ બંધ કરે જેથી અમારા નાગરિકો તેમના જીવન અને સ્વાતંત્ર્યના અધિકારનો આનંદ માણી શકે.
પ્રસ્તાવની તરફેણમાં 143 જ્યારે વિરોધમાં 5 દેશોએ મતદાન કર્યું 
UNGA એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બુધવારે ચાર યુક્રેનના પ્રદેશો પર રશિયન કબજાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. 143 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. અને પાંચ સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.  ભારત સહિત 35 દેશોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. રશિયાએ સુરક્ષા પરિષદમાં સમાન ઠરાવને વીટો કર્યાના દિવસો બાદ આ ઠરાવ આવ્યો છે, જેને ભારતે ટાળ્યો હતો. 
Tags :
Advertisement

.