Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આકાશમાં ઉડતા વિમાનમાં અચાનક નીકળ્યો સાપ, મુસાફરોની નીકળી ચીસો

વિમાનની મુસાફરી સૌથી સુરક્ષિત કહેવાય છે. પરંતુ તેમા પણ કોઇને કોઇ ચૂક ક્યારેક થઇ જતી હોય છે. આવું જ કઇંક ન્યૂ જર્સીની યુનાઇટેડ ફ્લાઇટમાં જોવા મળ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, ફ્લોરિડાના ટેમ્પા સિટીથી ન્યૂ જર્સી જઈ રહેલા વિમાનમાં અચાનક એક સાપ દેખાયો અને મુસાફરો તેને જોઈને ડરી ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, નેવાર્કના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીઓને સાપને પકડવા àª
આકાશમાં ઉડતા વિમાનમાં અચાનક નીકળ્યો સાપ  મુસાફરોની નીકળી ચીસો
વિમાનની મુસાફરી સૌથી સુરક્ષિત કહેવાય છે. પરંતુ તેમા પણ કોઇને કોઇ ચૂક ક્યારેક થઇ જતી હોય છે. આવું જ કઇંક ન્યૂ જર્સીની યુનાઇટેડ ફ્લાઇટમાં જોવા મળ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, ફ્લોરિડાના ટેમ્પા સિટીથી ન્યૂ જર્સી જઈ રહેલા વિમાનમાં અચાનક એક સાપ દેખાયો અને મુસાફરો તેને જોઈને ડરી ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, નેવાર્કના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીઓને સાપને પકડવા માટે બોલાવવામાં આવ્યા હતા, જે પછી તેને પકડીને બાદમાં નીકાળવામાં આવ્યો હતો.
ફ્લોરિડાના ટેમ્પાથી ન્યૂ જર્સી જતી ફ્લાઈટમાં સાપ
ન્યૂ જર્સીની યુનાઈટેડ ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ ત્યારે અધ્ધર થઈ ગયા જ્યારે અમેરિકન પ્લેનમાં મુસાફરોને સાપ જોવા મળ્યો હતો. ફ્લોરિડાના ટેમ્પાથી ન્યૂ જર્સી જતી ફ્લાઈટમાં સાપ હોવાના સમાચાર મળ્યા બાદ સોમવારે નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Newark Liberty International Airport) પર કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, યુનાઈટેડ અમેરિકાની ફ્લાઈટ 2038મા "ગાર્ટર સ્નેક" જોવા મળ્યો હતો. વિમાન ફ્લોરિડાના ટેમ્પાથી ન્યૂ જર્સી જઈ રહ્યું હતું. એક નિવેદનમાં, એવું કહેવામાં આવ્યું છે કે, મુસાફરોએ સાપને જોતા જ ક્રૂને જાણ કરી હતી અને ત્યારબાદ એરલાઈને પરિસ્થિતિની સંભાળ લેવા માટે યોગ્ય અધિકારીઓને બોલાવ્યા હતા.
સાપને પકડી જંગલમાં છોડાયો
ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની પોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ વાઈલ્ડલાઈફ ઓપરેશન સ્ટાફ અને પોર્ટ ઓથોરિટી પોલીસ વિભાગના અધિકારીઓએ ગેટ પર યુનાઈટેડ ફ્લાઈટ 2038 ની મુલાકાત કરી અને "ગાર્ટર સાપ" ને ત્યાથી દૂર કર્યો હતો અને બાદમાં તેને જંગલમાં છોડી દીધો હતો. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોઈને ઈજા થઈ નથી અને સંચાલનને કોઈ અસર થઈ નથી.
સાપના રેસ્ક્યૂ બાદ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા
એક અહેવાલ અનુસાર, બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ પહેલા સાપને જોયો હતો. લેન્ડિંગ બાદ પ્લેનમાંથી મુસાફરી ટેક્સી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. સાપના રેસ્ક્યૂ બાદ મુસાફરોને તેમના સામાન સાથે પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ગાર્ટર સ્નેકને રેસ્ક્યૂ કર્યા બાદ સમગ્ર પ્લેનને સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે, અન્ય કોઈ સાપ મળ્યા નથી.
આ પહેલા પણ વિમાનમાં સાપ નીકળ્યા છે
વિમાનમાં સાપ નીકળવાની આ પહેલી ઘટના નથીય આ પહેલા પણ ઘણીવાર વિમાનમાંથી સાપ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મલેશિયામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરોએ કેબિનની લાઇટમાં અચાનક એક વિશાળ સાપ જોયો હતો. જોકે, આ વાતની જાણકારી થતા જ પાયલોટે તુરંત જ પ્લેનને ડાયવર્ટ કર્યું અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો જેથી પ્લેનમાંથી સાપને નીકાળી શકાય. બાદમાં એરલાઈન કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈને નુકસાન થયું નથી. વળી આ પહેલા મેક્સિકોમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં ફ્લાઈટની અંદર એક ઝેરી સાપ જોવા મળ્યો હતો અને પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. 
Advertisement
Tags :
Advertisement

.