Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આતંકીઓથી બચીને આવેલી યુવતીએ સંભળાવ્યો તેનો ભયાનક અનુભવ

ગાઝામાં હમાસના કેદમાંથી મુક્ત થયેલી મિયા શેમેએ સંયુક્ત રાષ્ટ્ર અને માનવધિકાર સંસ્થાઓની નિષ્ફળતાનો આક્ષેપ કર્યો છે. 22 વર્ષીય મિયા શેમે, જે ઇઝરાયેલ અને ફ્રાંસની નાગરિક છે, ગાઝામાંથી મુક્ત થયા બાદ, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવધિકાર સંસ્થાઓની નૈતિક નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે જણાવ્યું કે, ગાઝામાં હજુ પણ અનેક નાગરિકો હમાસની કેદમાં છે, પરંતુ કોઈ પણ સંસ્થા તેમની સુરક્ષા અને મુક્તિ માટે કામ કરી રહી નથી.
આતંકીઓથી બચીને આવેલી યુવતીએ સંભળાવ્યો તેનો ભયાનક અનુભવ
Advertisement
  • મિયા શેમેની હમાસના કેદમાંથી મુક્તિ
  • ગાઝામાં માનવધિકાર સંસ્થાઓની નૈતિક નિષ્ફળતા: મિયા શેમેનો આક્ષેપ
  • હમાસના કેદમાંથી મુક્ત મિયાએ સંયુક્ત રાષ્ટ્રને દોષિત ઠેરવ્યો
  • હમાસ કેદમાં 50 દિવસ: મિયા શેમેનો ભયાનક અનુભવ
  • મિયા શેમે કહ્યું : "ગાઝામાં કોઈ નિર્દોષ નથી"

Gaza : ગાઝામાં હમાસના કેદમાંથી મુક્ત થયેલી 22 વર્ષીય Mia Schem, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એજન્સીઓના વર્તન પર ગંભીર સવાલો ઉઠાતા ઘણા ખુલાસાઓ કર્યા છે. તેણે જણાવ્યું કે ગાઝામાં આજે પણ અનેક નાગરિક હમાસની કેદમાં છે, પરંતુ આ લોકોની સલામતી અને મુક્તિ માટે ન તો સંયુક્ત રાષ્ટ્ર અને ન તો અન્ય કોઈ માનવાધિકાર સંસ્થા પ્રભાવી રીતે કામ કરી રહી છે.

Advertisement

કેદમાં બીલકુલ મદદ ન મળી : મિયા

મિયા શેમે, જે ઇઝરાયલ અને ફ્રાંસની બેવડી નાગરિકતા ધરાવે છે, જે 2023ના નવેમ્બર મહિને ગાઝામાંથી મુક્ત થઈ હતી. તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બહાર એક સંબોધનમાં કહ્યું કે, "જ્યારે હું કેદ હતી, ત્યારે કોઈ પણ માનવતાવાદી એજન્સીએ મને મદદ કરી નહોતી. તેણે આગળ કહ્યું કે, તે સમયે રેડ ક્રોસ ક્યાં હતું? સંયુક્ત રાષ્ટ્રે ક્યારે આવી માંગ નથી કરી કે અમને કેદીઓ સુધી પહોંચવાનો અધિકાર મળે?" શેમેના અનુસાર, ગાઝામાં કેદ દરમિયાન તેમણે 50 દિવસ સુધી અસહ્ય પીડા અને દુખભરી પરિસ્થિતિઓનો સામનો કર્યો. તેણે કહ્યું કે, "મને અંધારાવાળી જગ્યાએ રાખવામાં આવી હતી અને ત્યારે ત્યા એક આતંકીએ મારી સામે બેસીને મારી માથા પર બંદૂક રાખી હતી." આ દરમિયાન, તેના હાથમાં ઇજા થઇ હતી. પરંતુ આ દરમિયાન તેને કોઈ પણ પ્રકારની માનવિય સારવાર મળી નહોતી.

Advertisement

Advertisement

અપહરણ અને ઉત્પીડન

મિયા શેમે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેણે પોતાના કેદ બાદ પેલેસ્ટિનિયન નાગરિકના ઘરમાં પણ ઉત્પીડનનું સામનો કરવો પડ્યો હતો. આ ઘરમાં તેણે ઘણા પુખ્ત વયના લોકોનો અત્યાચાર સહન કર્યો. તેણે આગળ કહ્યું કે, "ગાઝામાં કોઈ નિર્દોષ નથી, ત્યાં બધા એક સરખા છે." ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના રાજદૂત ડેની ડેનને પણ ગાઝામાં બંધક બનાવાયેલા ઈઝરાયલી નાગરિકોને ગંભીરતાથી ન લેવાના મામલે યુએનની નૈતિક નિષ્ફળતાની આકરી ટીકા કરી હતી. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમણે હમાસને ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવા વિનંતી કરી છે, પરંતુ આ માંગણીઓને લાગુ કરવા માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કે પ્રતિબંધોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી.

ગાઝા પર નિરંતર હુમલાઓ

7 ઓક્ટોબરના હમાસના હુમલાને લઈને ઇઝરાયલના જવાબી હુમલાઓમાં હજુ સુધી લગભગ 43,000 નાગરિકો જાન ગુમાવી ચુક્યા છે. અધિકારીઓ અનુસાર, તેમાં મોટાભાગમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલાઓના પરિણામે ગાઝાની મોટાભાગની વસ્તી આંતરિક રીતે વિસ્થાપિત થઈ ગઈ છે. ઇઝરાયલના રોકેટ હુમલાઓ, જે પડોશી, હોસ્પિટલ્સ અને આશ્રય શિબિરોને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે લોકોને એક સ્થાન પરથી બીજાં સ્થાન પર સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો:  ભારતના PM થી લઇને ચીન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી, જાણો વિશ્વના નેતાઓને કેટલો મળે છે પગાર

Tags :
Advertisement

.

×