Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2036 ઓલિમ્પિક માટે Nita Ambani ના યોગદાનનો ફ્રેન્ચ અખબારોમાં ઉલ્લેખ

Nita Ambani : ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી Nita Ambani નો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર Le Figaro ના અહેવાલ મુજબ "એકસમયે નરેન્દ્ર મોદી જ્યાના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી...
08:00 PM Jul 29, 2024 IST | Hardik Shah
nita ambani france news paper

Nita Ambani : ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી Nita Ambani નો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર Le Figaro ના અહેવાલ મુજબ "એકસમયે નરેન્દ્ર મોદી જ્યાના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે 2036ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર રીતે નથી થઈ. પરંતુ જૂનમાં સળંગ ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવેલા વડાપ્રધાને, “સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ (ભારત) 2036ની રમતોની હોડમાં રહેવા ઇચ્છતા હતા,” એમ અંબાણીએ કહ્યું હતું.

‘ઈન્ડિયા હાઉસ’ ને નાણાકીય સહાયતા

તાજેતરમાં વિશ્વભરમાં સેલિબ્રિટી તરીકે પ્રેસમાં સર્વત્ર દેખાયેલા Nita Ambani એ જ અનંતના માતા છે, જેમના ભવ્યાતિભવ્ય લગ્ન સમારોહ 4 મહિના સુધીના અલગ-અલગ મહોત્સવોમાં ચાલ્યા હતા અને તેને સંલગ્ન પ્રાઈવેટ કોન્સર્ટ્સમાં જસ્ટિન બિબર અને રિહાન્ના જેવા ખ્યાતનામ સિંગર્સે પરફોર્મ કર્યું હતું અને ટોની બ્લેર, બોરિસ જોન્સન જેવા વર્લ્ડ લીડર્સ તેમજ અનેક નામી બોલિવૂડ માંધાતાઓએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો. Nita Ambani છેક 2016થી IOC ના (ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) મેમ્બર છે અને હાલમાં જ ફરીથી ચૂંટાયા છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ છે, જેણે ઓલિમ્પિકના ઇતિહાસના સૌપ્રથમ ‘ઈન્ડિયા હાઉસ’ને નાણાકીય સહાયતા પૂરી પાડી છે. આ ઈન્ડિયા હાઉસ એ પાર્ક દ લા વિલેમાં સ્થાપિત મહારાજાના પેલેસની પ્રતિકૃતિ સમાન ઉજાસભર્યા રંગોનું પેવિલિયન છે, જે બ્રાઝિલ અને કોલમ્બિયાના હાઉસથી નજીક છે.

નીતા અંબાણીની Le Figaro સાથે વિશેષ મુલાકાત

ભારતીય કલા, સંગીત, વાનગીઓ અને રમતગમતની ઝાંખી કરાવતા આ મંચ પર ગુલાબી છાંટ ધરાવતી અદભુત ફ્લોરલ સાડીમાં સજ્જ નીતા અંબાણીએ અગ્રણી ફ્રેન્ચ અખબાર Le Figaro ને એક ખાસ મુલાકાત આપી હતી. પરંપરાગત ભારતીય નૃત્ય, ભરતનાટ્યમના આ પૂર્વ શિષ્યા અર્થશાસ્ત્રમાં ડિગ્રી ધરાવે છે અને 2004માં એથેન્સ પછીથી કોઈ ઓલિમ્પિયાડ ચૂક્યા નથી. ગત શુક્રવારે સાંજે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં, તેમના પતિ તેમજ “IOCના મિત્રો”ની બાજુમાં વરસાદથી બચવા માટેના પોન્ચોમાં સજ્જ થઈ તેમણે કહ્યું હતું કે, તેઓ પોતે અહીં આવીને “ટીનેજર જેવો” ઉત્સાહ અનુભવી રહ્યા છે. “એથ્લીટ્સને બોટ પરેડ ખૂબ ગમી હતી”, એવું ઉત્સાહપૂર્વક Nita Ambani એ કહ્યું હતું, જેમને “ફ્રેન્ચમાં ગાતા લેડી ગાગા” સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો હતો અને “સિલિન ડિયોનનું પરફોર્મન્સ સોનામાં સુગંધ ભળવા જેવું” લાગ્યું હતું. થોમસ જોલીનો શો ભારતમાં ઓલિમ્પિક સમારોહને પ્રેરણા આપી શકે કે કેમ તેવો સવાલ કરાયો ત્યારે પેરિસ સમારોહની ટીકા કરતા ખચકાતા, તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ તો ભારતીય સંસ્કૃતિને જ હાઈલાઈટ કરવા માંગે છે.

હજુ સુધી ઓલિમ્પિક જાયન્ટ નથી

હાલ તો 1.4 અબજથી વધુ વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત હજુ સુધી ઓલિમ્પિક જાયન્ટ બની શક્યું નથી. તેણે ચોક્કસપણે પેરિસ 2024માં 16 સ્પર્ધાઓમાં 117 એથ્લિટ્સને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ 25 સમર ઓલિમ્પિયાડ્સમાં અત્યાર સુધીમાં 10 સુવર્ણ ચંદ્રક અંકે કર્યા છે (જેની તુલનામાં ફ્રાન્સના 220 કરતા વધુ અથવા હરીફ ચીનના 260 કરતાં વધુ છે). Nita Ambani ની અધ્યક્ષતા હેઠળનું ફાઉન્ડેશન 100-મીટર હર્ડલ્સને 13 સેકન્ડથી ઓછા સમયમાં પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા જ્યોતિ યાર્રાજી સહિત અનેક નેશનલ ચેમ્પિયન્સને મદદ કરી રહ્યું છે. "તેની માતા નોકર છે, તેના પિતા સિક્યુરિટી ગાર્ડ છે", આપણી "ક્વિન ઓફ સ્પ્રિન્ટિંગ" એ "આશાથી તરબતર ભારતીય યૂવા પેઢીની કહાણી જણાવે છે", એમ નીતા અંબાણીએ કહ્યું હતું.

22 મિલિયન યુવાનોને રિલાયન્સ ફાઉન્ડેશનની મદદ

જ્યોતિ યાર્રાજીએ રિલાયન્સ ફાઉન્ડેશનની ત્રણ રમતગમત સુવિધાઓમાંની એક એવા હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં તાલીમ લીધી છે, અને ફાઉન્ડેશન સમગ્ર દેશમાં 22 મિલિયનથી વધુ યુવા ભારતીયોની શૈક્ષણિક અને રમતગમતની તાલીમને પણ મદદ પૂરી પાડે છે. Nita Ambani કહે છે કે "આપણે વિવિધ રમતો રમનાર દેશ બની રહ્યા છીએ" ટોક્યોમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારા નીરજ ચોપરાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તે સમયે 60 મિલિયન દેશવાસીઓએ સ્ક્રીન પર ચોપરાને ફોલો કર્યો હતો. ભારતની રાષ્ટ્રીય રમત તો ક્રિકેટ જ કહી શકાય કારણ કે તેને લોકો ધર્મની જેમ પૂજે છે. Nita Ambani પ્રિમિયર લીગ ક્લબ મુંબઈ ઈન્ડિયન્સની માલિકી ધરાવે છે અને રિલાયન્સ ગ્રૂપની માલિકીની પાંચ ક્લબો વિશ્વભરમાં છે. ક્રિકેટ 2028ની લોસ એન્જલસ ગેમ્સથી ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. ભારત માટે આ એક સુવર્ણ તક બનશે.

2036 ઓલિમ્પિક માટે Nita Ambani નું દ્રષ્ટિકોણ

વર્ષ 2036 ઓલિમ્પિયાડનો દાવો કરવા માટે એશિયન જાયન્ટની મુખ્ય વિશેષતા શી છે? Nita Ambani ભારપૂર્વક કહે છે કે "અમારી 1.4 અબજ લોકોની વસ્તી છે, જે ખૂબ જ યુવાન વસ્તી છે." દર ત્રણમાંથી બે ભારતીયોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સને જણાવ્યું હતું કે, “છેલ્લા ચારથી પાંચ વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વડાપ્રધાન મોદીને આભારી છે. પહેલાં ભારતમાં સફર કરવી પણ મુશ્કેલ હતી, યુવાનો માટે તાલીમ કેન્દ્રમાં જોડાવું એક અગ્નિપરીક્ષા હતી. આજે ગામડામાંથી શહેરમાં પહોંચવું ખૂબ સરળ છે અને રમતગમતની સુવિધાઓ ઘણી વધી ગઈ છે.” યુરોપ કરતાં વધુ વૈવિધ્યસભર ગણાવાતા અમારા દેશમાં છે, જે ધાર્મિક અને સામાજિક તડાની ઉપર છે. અહીં "રમતગમત એકતા અને સમાનતાનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે", "બાળકો મેદાનમાં હોય છે ત્યારે તમામ ભેદભાવો ભૂલી જાય છે, અને આ ભાવનાની વિશ્વને અગાઉ ક્યારેય નહોતી તેટલી જરૂર આજે છે,” તેમ ભારતીય રમતગમતના ગોડમધર સમાન વ્યક્તિત્ત્વએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:  ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અંબાણી પરિવારની મુલાકાત, નીતા અંબાણીનો જોવા મળ્યો રોયલ એથનિક લુક

Tags :
2036 OlympicsAhmedabad OlympicsAnant Ambani weddingGlobal CelebritiesIndia House at OlympicsIndia's Olympic AspirationsIndia's Olympic Bidindian athletesIndian Culture and SportsIndian Sports AmbassadorIOC MemberJyothi YarrajiLe Figaromukesh ambaniNarendra ModiNeeraj Chopranita ambaniOlympic Opening CeremonyPARIS OLYMPICS 2024reliance-foundation
Next Article