ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel એ હમાસના ચીફને પરિવાર સાથે ઠાર કર્યો.....

ઇઝરાયેલે હમાસના ચીફ ફતેહ શેરીફ અબુ અલ અમીન, તેની પત્ની, પુત્ર અને પુત્રીને લેબનોનમાં એક બ્લાસ્ટમાં મારી નાખ્યા ઈઝરાયેલના હુમલામાં હમાસના ત્રણ નેતાઓ માર્યા ગયા હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત Israel Kills : ઇઝરાયેલે...
02:19 PM Sep 30, 2024 IST | Vipul Pandya
Hamas chief Fateh Sherif Abu al-Amin pc google

Israel Kills : ઇઝરાયેલે તેના વધુ એક દુશ્મન હમાસના ચીફ ફતેહ શેરીફ અબુ અલ અમીન, તેની પત્ની, પુત્ર અને પુત્રીને લેબનોનમાં એક બ્લાસ્ટમાં મારી નાખ્યા (Israel Kills ) છે. ટાયર શહેરમાં શરણાર્થી કેમ્પમાં રહેતા ફતેહની સોમવારે સવારે હત્યા કરવામાં આવી હતી. બેન્જામિન નેતન્યાહુએ મધ્ય પૂર્વમાં ઈરાન સમર્થિત રેઝિસ્ટન્સ ઓફ એક્સિસને ખતમ કરવાનું કામ હાથમાં લીધું છે ત્યારે ઈઝરાયેલ દ્વારા ફતેહની હત્યા કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધનો ભય સતત વધી રહ્યો છે. લેબનોનને અડીને આવેલી ઉત્તરી સરહદ પર ઈઝરાયેલની ટેન્ક તૈનાત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલ હિઝબુલ્લાહ વિરુદ્ધ જમીની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઈઝરાયેલના હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા

પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈન જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે બેરૂતના કોલા જિલ્લામાં ઈઝરાયેલના હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતા. શહેરની હદમાં ઈઝરાયેલનો આ પહેલો હુમલો છે.

આ પણ વાંચો---Israel-Hezbollah War: નસરલ્લાહના મોતની હિજબુલ્લાહે કરી પૃષ્ટી, ઇરાને બોલાવી OIC દેશોની બેઠક

હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત

હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા કરી નાખી હતી. હસન નસરાલ્લાહ સાથે હિઝબુલ્લાહના અન્ય ઘણા નેતાઓ માર્યા ગયા હતા. બહુમાળી ઈમારતમાં બેઠેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને ઈઝરાયેલે જોરદાર વિસ્ફોટમાં માર્યો હતો. હસન નસરાલ્લાહ છેલ્લા 32 વર્ષથી હિઝબુલ્લાહનો ચીફ હતો.

સેન્ટ્રલ કાઉન્સિલના નાબિલ કિયુક પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા

હિઝબુલ્લાહે શનિવારે કહ્યું હતું કે સેન્ટ્રલ કાઉન્સિલના નાબિલ કિયુક પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા. નબિલ હિઝબુલ્લાહનો સાતમો કમાન્ડર હતો જેને ઇઝરાયલ દ્વારા એક અઠવાડિયાની અંદર મારી નાખવામાં આવ્યો હતો. નસરાલ્લાહની સાથે હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર અલી કરાકી પણ માર્યા ગયા હતા. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે નસરાલ્લાહની સાથે અન્ય 20 હિઝબુલ્લાહ માણસો પણ માર્યા ગયા હતા, જેઓ નસરાલ્લાહની સુરક્ષા માટે જવાબદાર હતા.

આ પણ વાંચો----Lebanon : હિઝબુલ્લાહ હુમલામાં વપરાયેલા પેજર આ દેશમાં બન્યા!, અધિકારીએ કર્યા અનેક ખૂલાસા...

Tags :
Gujarat FirstHamasIsraelIsrael Hamas warIsrael killsIsrael kills Hamas chief Fateh Sherif Abu al-AminIsrael-Hezbollah WarLebanonworld news
Next Article