વધુ એક ઈઝરાયેલના હુમલામાં Hezbollah ના 5 સૈનિકો માર્યા ગયા
Israel Soldiers ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે
જોકે અમુક ડ્રોન Israel માં આવ્યા હતાં
110 જેવા Israel ના વ્યક્તિઓ હમાસની કેદમાં
Israel-Hezbollah War: એક બાજુ ગાઝામાં હમાસ, તો બીજી તરફ લેબનાનમાં Hezbollah અને Israel ની વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જોકે Israel અગાઉ પણ આ બંને વિસ્તારોમાં યુદ્ધ જીત્યું છે. ત્યારે આ વખતે ઈરાન સાથે પણ Israel નું યુદ્ધ થવાનું સામે આવી રહ્યું છે. તો આજરોજ લેબનાનના દક્ષિણ વિસ્તારમાં Israel દ્વારા Hezbollah ના વિસ્તારમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલામાં આશરે 5 Hezbollah ના સૈનિકો માર્યા ગયા છે. ત્યારે આમાં સેનાના કમાડંર અલી જમા અલદીન જવાદનું પણ નામ સામેલ છે.
Israel Soldiers ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે
Israel ની વાયુસેનાએ Hezbollah ના રાડવાન ફોર્સના કમાંડર Ali jamal aldin jawad પર હવાઈ હુમલો કર્યો હતો. તેના વિરુદ્ધ Israel માં આતંકી પ્રવૃત્તિઓને વધારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે આ હુમલા બાદ લેબનાન તરફથી પણ ઈઝારાયેલ પર ડ્રોન અને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે લેબનાનના હુમલામાં અનેક Israel Soldiers ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે IDF એ દાવો કર્યો છે કે, લેબનાનના હુમલાને Iron Dom Air System મારફતે નાકામ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શેખ હસીનાનું રાજકીય ભવિષ્ય અંધકારમય, વિશ્વના દરવાજા થયા બંધ
જોકે અમુક ડ્રોન Israel માં આવ્યા હતાં
જોકે અમુક ડ્રોન Israel માં આવ્યા હતાં. તેના કારણે અમુલ સૈનિકો ઘાયલ થયા છે. ત્યારે હમાસ લીડર ઈસ્માઈલ હાનિયાના મોત બાદ મધ્ય-પૂર્વના દેશમાં તણાવી માહોલ સર્જાયો છે. આ બધાની વચ્ચે ઈરાનના islamic revolutionary guard corps ના કમાંડર હોસૈન સલામીએ Israel ને કડક સજા આપવાની વાત જાહેર કરી છે. આ વાતના સાક્ષી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાની પર મોજૂદ હતાં.
110 જેવા Israel ના વ્યક્તિઓ હમાસની કેદમાં
જોકે 7 ઓક્ટોબરના રોજ હમાસે Israel પર હુમલો કરીને 1200 લોકોને મારી નાખ્યા હતાં. તે ઉપરાંત 250 થી વધુ બંધક બનાવીને લઈ ગયા હતાં. જોકે એક સમજોતા પ્રમાણે બંધકો પૈકી મહિલાઓ અને બાળકોને છોડી મૂકવામાં આવ્યા હતાં. પરંતુ અત્યારે પણ આશરે 110 જેવા Israel ના વ્યક્તિઓ હમાસની કેદમાં છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશની હિંસા અમેરિકા પહોંચી, ન્યૂયોર્કમાં બાંગ્લાદેશી દૂતાવાસ પર હુમલો