Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel-Hezbollah War : ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાહનો કમાન્ડર ઢેર!

ઇઝરાયલની એર સ્ટ્રાઇક હિઝબુલ્લાહના મુખ્ય મથક પર હવાઈ હુમલો હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરાલ્લાહના મોતને લઈને અફવાઓનું બજાર ગરમ Israel-Hezbollah War : ઇઝરાયેલના લેબનોન પર હુમલા (attack) આજે પણ ચાલું છે. મળતી માહિતી અનુસાર, 27 સપ્ટેમ્બર, શુક્રવારે ઇઝરાયલે લેબનોનની...
israel hezbollah war   ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાહનો કમાન્ડર ઢેર
  • ઇઝરાયલની એર સ્ટ્રાઇક
  • હિઝબુલ્લાહના મુખ્ય મથક પર હવાઈ હુમલો
  • હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરાલ્લાહના મોતને લઈને અફવાઓનું બજાર ગરમ

Israel-Hezbollah War : ઇઝરાયેલના લેબનોન પર હુમલા (attack) આજે પણ ચાલું છે. મળતી માહિતી અનુસાર, 27 સપ્ટેમ્બર, શુક્રવારે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્ય મથક (headquarters of Hezbollah in Beirut) પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલો ભારે ગાઈડેડ બોમ્બ વડે કરવામાં આવ્યો, જેના કારણે બેરૂતમાં ભારે ધમાકા થયો હતો. આ હુમલાને કારણે હિઝબુલ્લાહનું મુખ્ય મથક ગંભીર રીતે નુકસાન પામ્યું છે.

Advertisement

હિઝબુલ્લાહના ટોચના નેતાનું મોત?

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરાલ્લાહના મોતને લઈને અફવાઓનું બજાર ગરમ છે. ઈઝરાયેલની એજન્સીઓ હસન નસરાલ્લાહના મોતનો દાવો કરી રહી છે, જ્યારે અન્ય અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નસરાલ્લા સલામત છે. હસન નસરાલ્લાહના નજીકના સૂત્રોએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે હિઝબુલ્લા કમાન્ડર માર્યો ગયો છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 6 ઈમારતો તોડવામાં આવી હતી, જેમાંથી 2 લોકોના મોત અને 76 ઘાયલ થવાનો અહેવાલ છે. ઇઝરાયેલના સંરક્ષણ દળના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, લેબનોનની રાજધાની બેરૂતના દહિયાહમાં સૈન્ય કાર્યવાહી બાદ IDFએ બેરૂતમાં હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર હુમલો કર્યો. હગારીએ કહ્યું કે, આ ઇઝરાયેલ હુમલો તેના લોકોની સુરક્ષા માટે કરવામાં આવ્યો હતો.

Advertisement

કોણ છે હસન નસરુલ્લા, જેના પર ઈઝરાયેલની નજર છે?

ઇઝરાયેલ ઘણા સમયથી હસન નસરાલ્લાહને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એક અમેરિકન ન્યૂઝ વેબસાઈટ એક્સિઓસે સૂત્રોને ટાંકીને કહ્યું કે, ઇઝરાયેલે નસરાલ્લાહને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નસરાલ્લાહ ઘાયલ થયો છે પરંતુ જીવંત છે. કેટલાક અહેવાલોમાં નસરાલ્લાહના મૃત્યુનો દાવો પણ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો નસરાલ્લાહના મોતના અહેવાલ સાચા સાબિત થશે તો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધશે. હસન નસરાલ્લાહ 1992 થી હિઝબુલ્લાહના વડા છે અને રાજકીય રીતે પણ ખૂબ જ મજબૂત છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1960ના રોજ બેરૂતના ઉત્તરીય બોર્જ હમૌદ વિસ્તારમાં થયો હતો. તેના પિતા એક ગરીબ દુકાનદાર હતા અને તેને કુલ 8 ભાઈઓ અને બહેનો હતા. નસરાલ્લાહે અબ્બાસ અલ-મુસાવી પાસેથી હિઝબુલ્લાહની કમાન સંભાળી હતી. 2014માં એક ઈન્ટરવ્યુમાં નસરાલ્લાહએ કહ્યું હતું કે તે કોઈ બંકરમાં રહેતા નથી. જો કે, રહેવાની અને સૂવાની જગ્યાઓ સતત બદલાતી રહે છે.

આ પણ વાંચો:  Israel એ Lebanon માં જોરદાર હવાઈ હુમલો કર્યો, હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર સાધ્યું નિશાન

Advertisement

Tags :
Advertisement

.