Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતને મનાવવા બાંગ્લાદેશના ધમપછાડા, 3000 ટન હિલ્સા માછલીઓ મોકલશે

સરકાર બદલ્યા બાદ હિલ્સા માછલીના એક્સપોર્ટ પર પ્રતિબંધ અચાનક બાંગ્લાદેશ સરકારે હિલ્સા માછલી એક્સપોર્ટને પરવાનગી આપી બાંગ્લાદેશ સરકાર ભારત સાથે સંબંધો ફરી એકવાર પૂર્વવત કરવા માંગે છે નવી દિલ્હી :  લાંબો સમય રાહ જોયા બાદ બાંગ્લાદેશે ભારતને ત્રણ હજાર...
ભારતને મનાવવા બાંગ્લાદેશના ધમપછાડા  3000 ટન હિલ્સા માછલીઓ મોકલશે
  • સરકાર બદલ્યા બાદ હિલ્સા માછલીના એક્સપોર્ટ પર પ્રતિબંધ
  • અચાનક બાંગ્લાદેશ સરકારે હિલ્સા માછલી એક્સપોર્ટને પરવાનગી આપી
  • બાંગ્લાદેશ સરકાર ભારત સાથે સંબંધો ફરી એકવાર પૂર્વવત કરવા માંગે છે

નવી દિલ્હી : લાંબો સમય રાહ જોયા બાદ બાંગ્લાદેશે ભારતને ત્રણ હજાર ટન હિલ્સા માછલીઓ મોકલવાની જાહેરાત કરી છે. શનિવારે બાંગ્લાદેશની સરકારના વાણિજ્યક મંત્રાલયે આ અંગે અધિકારીક રીતે જાહેરાત પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : તિરુપતિ પ્રસાદ વિવાદ અંગે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મોટો ઘટસ્ફોટ

દુર્ગા પુજા પહેલા બાંગ્લાદેશની ભારતને ભેટ

દુર્ગા પુજા પહેલા ભારતીયોને બાંગ્લાદેશ ખાસ ગીફ્ટ આપવાની તૈયારી કરી લીધી છે. લાંબો સમય રાહ જોયા બાદ બાંગ્લાદેશે ભારતને ત્રણ હજાર ટન હિલ્સા માછલીઓ મોકલવાની જાહેરાત કરી છે. શનિવારે બાંગ્લાદેશની સરકારના વાણિજ્ય મંત્રાલયે એક અધિસુચના બહાર પાડીને આ અંગે અધિકારીક જાહેરાત કરી છે. બાંગ્લાદેશની સરકારના વાણિજ્યક મંત્રાલયે આ અંગે સુચના આપી. ભારત-બાંગ્લાદેશ વચ્ચે કૂટનીતિક સંબંધોને વધારે મજબુર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Bank Holiday: આ સોમવારે બેંકો રહેશે બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી

નવી સરકારે હિલ્સાના નિકાસ પર પ્રતિબંધ લાગ્યો હતો

લાંબા સમયથી પરંપરા ચાલતી આવે છે કે, બાંગ્લાદેશ ભારતને હિલ્સા માછલી મોકલે છે, જો કે યૂનુસ સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે, જો આ વખતે હિલ્સા ન મોકલવામાં આવી હોત તો તેના કારણે બંન્ને દેશોના સંબંધો પર અસર પડી શક્તિ હતી. પહેલા બાંગ્લાદેશની અંતરિમ સરકારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેઓ આ વખતે દુર્ગા પુજા દરમિયાન હિલ્સા નહીં મોકલે. જો કે હવે અંતિમ સમયે આ નિર્ણય બદલવાની ફરજ પડી હતી.

Advertisement

આ પણ વાંચો : Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!

બાંગ્લાદેશે ભારતને ખુશ કરવાના પ્રયાસો શરૂ કર્યા

થોડા જ દિવસો પહેલા પ્રોફેસર મોહમ્મદ યૂનુસના નેતૃત્વવાળી અંતરિમ સરકારે ઘરેલુ માંગને પૂર્ણ કરવા માટે ભારતને હિલ્સા નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે બાંગ્લાદેશ દ્વારા પોતાના પાડોશી પ્રત્યે સદ્ભાવના સંકેત તરીકે લાંબા સમયથી ચાલી રહેલી પરંપરા સમાપ્ત થઇ ચુકી હતી. વાણિજ્ય મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, નિકાસકારોની અપીલને જોતા આગામી દુર્ગા પુજાના પ્રસંદે વિશિષ્ઠ શરતો સાથે 3000 ટન હિલ્સા માછલી ભારતમાં નિકાસ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : PM Modi US Visit : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અમેરિકા, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ સંબંધોમાં ખટાશ આવી

મંત્રાલયે આવેદકોથી નિકાસની પરવાનગી પ્રાપ્ત કરવા માટે સંબંધિત શાખાનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. અપદસ્થ વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વવાળી ગત્ત સરકાર સદ્ભાવના તરીકે પ્રતિ વર્ષ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે ભારતને હિલ્સા માછલીના નિકાસને મંજૂરી આપી હતી. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. બાંગ્લાદેશે 2023 માં 79 કંપનીઓને ભારતને કૂલ 4 હજાર ટન નિકાસ કરવાની પરવાનગી આપી હતી.

આ પણ વાંચો : એક ગધેડાનું મોત થતા 55 લોકો વિરુદ્ધ ફરિયાદ, ઘટના બાદ સમગ્ર દેશમાં હડકંપ

પશ્ચિમ બંગાળમાં હિલ્સા માછલીની ખુબ જ માંગ

બાંગ્લાદેશ સમગ્ર વિશ્વનો સૌથી મોટો હિલ્સા ઉત્પાદક દેશ છે. જો કે સ્થાનિક માંગ વધારે હોવાના કારણે તે આ માછલીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે દુર્ગા પુજા ઉત્સવ દરમિાયન સામાન્ય રીતે આ માછલીના નિકાસ પર પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવે છે, જે બંગાળીઓનું સૌથી પસંદગીનું એક વ્યંજન છે. ભારતના માછલીના આયાતક સંઘે આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશના વિદેશ મામલાના સલાહકાર તૌહીદ હુસેન દુર્ગા પુજા દરમિયાન હિલ્સાના નિકાસની પરવાનગી આપવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે દેશમાં અશાંતિ અને સરકાર પરિવર્તનના કારણે આ વર્ષે માછલીના નિકાસ અંગે અનિશ્ચિતતા હતી.

Tags :
Advertisement

.