Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિઝબુલ્લાહનો ઇઝરાયેલ પર મિસાઈલ હુમલો, ભયના માહોલમાં શહેરીજનો

હિઝબુલ્લાહનો હાઈફા પર મિસાઈલ હુમલો: ભયના માહોલમાં શહેરીજનો હાઈફા શહેરમાં હિઝબુલ્લાહના હુમલાથી જનતા ભયભીત ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસનો હમાસ-હિઝબુલ્લાહને જડબાતોડ જવાબ લેબનોન અને ઇરાકના સશસ્ત્ર જૂથોનો ઈઝરાયેલ પર મિસાઇલ હુમલો હાઈફામાં હિઝબુલ્લાહનો મિસાઈલ પ્રહાર: ઘણા ઘાયલ, વ્યાપક નુકસાન Hezbollah missile...
હિઝબુલ્લાહનો ઇઝરાયેલ પર મિસાઈલ હુમલો  ભયના માહોલમાં શહેરીજનો
Advertisement
  • હિઝબુલ્લાહનો હાઈફા પર મિસાઈલ હુમલો: ભયના માહોલમાં શહેરીજનો
  • હાઈફા શહેરમાં હિઝબુલ્લાહના હુમલાથી જનતા ભયભીત
  • ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસનો હમાસ-હિઝબુલ્લાહને જડબાતોડ જવાબ
  • લેબનોન અને ઇરાકના સશસ્ત્ર જૂથોનો ઈઝરાયેલ પર મિસાઇલ હુમલો
  • હાઈફામાં હિઝબુલ્લાહનો મિસાઈલ પ્રહાર: ઘણા ઘાયલ, વ્યાપક નુકસાન

Hezbollah missile attack on Israel : હમાસ અને હિઝબુલ્લાહના આતંકવાદીઓ સામે ઇઝરાયેલ હાલમાં બે મોરચે સીધું યુદ્ધ લડી રહ્યું છે. આ સંજોગોમાં લેબનોનના આતંકી જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલના મોટા અને વ્યૂહાત્મક શહેર હાઈફા પર મિસાઈલ હુમલાનું કાવતરું ઘડાયું હતું. સોમવારે કરવામાં આવેલા આ હુમલામાં 90થી વધુ મિસાઇલો હાઇફા અને તેની આસપાસના વિસ્તારોમાં છોડી દેવામાં આવી હતી. આ મિસાઇલો ભીડભાડવાળા વિસ્તારોમાં પડી હતી, જેના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ અને વાહનોમાં આગ ભભૂકવા લાગી હતી. આ ભયાનક દ્રશ્યને કારણે શહેરના શહેરીજનોમાં અફરાતફરી મચી હતી અને લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.

હિઝબુલ્લાહના મિસાઈલ હુમલામાં વ્યાપક નુકસાન

લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જૂથ દ્વારા કરવામાં આવેલા આ હુમલાએ હાઈફાના લોકોની શાંતિ ભંગ કરી દીધી હતી. આ મિસાઈલ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે, જેમાં એક બાળક સહીત ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા છે. આ હુમલાના પગલે હાઈફા શહેરમાં ભીડભાડવાળા વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. પ્રારંભિક અહેવાલો મુજબ, ઇઝરાયેલી સંરક્ષણ પ્રણાલી, જે "આયર્ન ડોમ" તરીકે ઓળખાય છે, હમણાં સુધી સફળ રહી છે, પણ આ વખતના આક્રમણમાં તે સઘન મિસાઇલ હુમલાને સંપૂર્ણપણે રોકવામાં સફળ નથી રહી. હિઝબુલ્લાહના આ મિસાઈલોમાંથી ઘણા હાઈફા ખાડીના વસ્તીવાળા વિસ્તારોમાં પડી હતી, જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને માલસામાનને મોટું નુકસાન થયું હતું.

Advertisement

ઇરાકના સશસ્ત્ર જૂથો દ્વારા વધુ હુમલા

ઇઝરાયેલ વિરુદ્ધ આ હુમલાઓ ફક્ત લેબનોન સુધી મર્યાદિત નથી. ઇરાકના સશસ્ત્ર જૂથોએ પણ ઇઝરાયેલમાં ધમાકેદાર પ્રહારો કર્યા છે. ઇરાકના ઇસ્લામિક પ્રતિકાર દળો દ્વારા સોમવારે દક્ષિણ અને ઉત્તર ઇઝરાયેલના વ્યૂહાત્મક લક્ષ્યો પર ત્રણ અલગ અલગ હુમલાઓ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇસ્લામિક પ્રતિકાર દળોના નિવેદન મુજબ, ઇઝરાયેલના કબજે કરેલા દક્ષિણ વિસ્તારમાં એક વ્યૂહાત્મક લક્ષ્યને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વધુ બે સમાન હુમલાઓ ઇઝરાયેલના ઉત્તરમાં પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

ઇઝરાયેલી ડિફેન્સ સિસ્ટમ્સની પ્રતિક્રિયા

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે, તેના ગૈલીલ પ્રદેશમાં રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને હવાઈ સંરક્ષણ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે ઘણા રોકેટ કાર્મેલ પ્રદેશ અને આસપાસના નગરો પર પડ્યા હતા. ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ્સ, જેમ કે શિન બેટ અને આયર્ન ડોમ, હાલમાં હુમલાનો પ્રતિકાર કરવા માટે મક્કમ પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચો:  એક કિસ કરીને ફસાયો અમેરિકાનો YouTuber Johnny Somali, માફી છતાં થઇ શકે છે 10 વર્ષની જેલ!

Tags :
Advertisement

.

×