Israel Iran war: મહાયુદ્ધના એંધાણ! ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને મિસાઈલો છોડી
Israel Iran war: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ જામી ગઈ છે. વહેલી સવારે ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેથી જંગનું એલાન પણ થઈ ગયું છે. નોંધનીય છે કે, ઈરાને પણ અત્યારે ઈઝરાયેલ પર જવાબી હુમલો કરી દીધો છે. ઈરાને પણ ઈઝરાયેલના હુમલાનો વળતો જવાબ આપ્યો છે અને જવાબમાં મિસાઈલ છોડી છે. સમાચાર એજન્સીએ આપેલી વિગતો પ્રમાણે વાત કરીએ તો, ઈઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો છે. આ પછી ઈરાને ઘણા પ્રાંતોમાં એર ડિફેન્સ બેટરી પણ ફાયર કરી છે. ઈરાને ઈસ્ફહાન શહેરમાં વિસ્ફોટના અહેવાલો મળતાં આ વળતી કાર્યવાહી કરી છે.
ઈરાને ઈઝરાયેલ પર કર્યો જવાબી હુમલો
તમને જણાવી દઈએ કે, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈઝરાયેલે ઈરાન પર ક્યાં હુમલો કર્યો છે જો કે, થોડી વિગતો એવી પણ સામે આવી છે કે, ઈઝરાયેલે ઈરાન (Israel Iran war)ના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો છે. તમને જણાવી દઈએ કે, ઈસ્ફહાન માત્ર ઈરાની સેનાનું મુખ્ય એરબેઝ નથી, પરંતુ પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત એક મુખ્ય સ્થળ પણ છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈઝરાયેલના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે અને તેની તમામ મિસાઈલોને નષ્ટ કરી દેવામાં આવી છે.
ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે એરસ્પેસ બંધ
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયેલે ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને મિસાઈલો છોડી છે. ઈઝરાયેલના હુમલાના મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.તમને જણાવી દઈએ કે, ઈરાને તેહરાન અને તેના પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં કોમર્શિયલ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે.
સામાન્ય લોકો અને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કરાયા
આ સાથે ઇઝરાયેલ (Israel) ડિફેન્સ ફોર્સે કહ્યું કે, ઉત્તર ઇઝરાયેલના આરબ અલ-અરમશેમાં ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, આ દ્વારા સામાન્ય લોકો અને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 13 એપ્રિલે ઈરાને ડઝનબંધ ડ્રોન અને સેંકડો મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.