ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે Elon Musk ની નવી સેવા, અવકાશથી મળશે ફોનમાં નેટવર્ક!
- સ્પેસમાંથી મળશે ફોનમાં નેટવર્ક
- એલોન મસ્ક ટેસ્ટિંગ શરૂ કરી રહ્યા છે
- એલોન મસ્કે ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઇટ સેવાઓની જાહેરાત કરી
SpaceXના CEO એલોન મસ્કે (Elon Musk) સ્ટારલિંકની ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઇટ સેવાની જાહેરાત કરીને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સેવાના બીટા ટેસ્ટિંગની માહિતી આપી છે, જે 27 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સેવાથી યુઝર્સને જમીન આધારિત સેલ ટાવર્સ પરની નિર્ભરતા ઓછી થવાની ધારણા છે, અને આ સેવાને વૈશ્વિક મોબાઇલ કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઇટ સેવાની વિશિષ્ટતાઓ
ડાયરેક્ટ-ટુ-સેલ ટેક્નોલોજીથી યુઝર્સના મોબાઇલ ફોન સીધા જ સેટેલાઇટ સાથે જોડાઈ શકે છે. પરંપરાગત સેલ્યુલર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત ઓછી થવાથી ટાવર્સની હાજરી ન હોય એવા વિસ્તારોમાં પણ ટેક્સ્ટ, કોલ અને ઇન્ટરનેટ જેવી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશનમાં મોટા પડકાર તરીકે ગણાતા દૂરના વિસ્તારોમાં આ ટેક્નોલોજી એ ગેમ ચેન્જર સાબિત થશે. વધુમાં, યુઝર્સ માટે કોઈ વધારાના હાર્ડવેર કે નવા ફોનની જરૂર નહીં પડે, જે આ ટેક્નોલોજીને વધુ ઉપયોગી બનાવે છે.
Starlink direct from satellite to cell phone Internet connection starts beta test in 3 days https://t.co/ygAjtTN8SY
— Elon Musk (@elonmusk) January 24, 2025
આ નવી સેવા ટેકનોલોજીના માધ્યમથી નેટવર્કની ઉપલબ્ધતા વધારવામાં મદદરૂપ થશે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી. ઉદાહરણ તરીકે, યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન જમીન આધારિત સુવિધાઓ નાશ પામતાં, સ્ટારલિંક દ્વારા ઇન્ટરનેટ સેવાઓ યુક્રેનમાં પૂરી પાડવામાં આવી હતી. આવું જોયા પછી, ડાયરેક્ટ-ટુ-સેલ ટેક્નોલોજી આપત્તિના સમય અને ખતરાના સમયે મહત્વપૂર્ણ સહાયક સાબિત થશે.
ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ તરફ આગળ
સ્ટારલિંકની આ નવી સેવા યુઝર્સ માટે વિશિષ્ટ છે, કારણ કે સેટેલાઇટ આધારિત સેવાને અવકાશમાં હાજર સેલ ટાવર તરીકે જોવામાં આવી શકે છે. આ ટેક્નોલોજી ઓછા ખર્ચે વધુ સારી કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. ડાયરેક્ટ-ટુ-સેલ ટેક્નોલોજીનો બીટા ટેસ્ટિંગ શરૂ થવું ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટું ડગલું આગળ વધારવા બરાબર છે. સ્ટારલિંકની ડાયરેક્ટ-ટુ-સેલ સેવા ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ભવિષ્ય માટે માર્ગદર્શન આપશે. વિશ્વના દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એક આશાનું કિરણ છે. એલોન મસ્કની આ પહેલ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મહત્ત્વનું પાનું ઉમેરશે અને વધુ નવીનતાને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો : Viral Video : બે બસો વચ્ચે ફસાઈ ગયો શખ્સ, પછી જે થયું તે જોઇ તમે ચોંકી જશો