પહેલા ભારતમાં હતી હીરોઇન, હવે કેનેડાની PM બનવાની રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે રુબી ઢલ્લા
- જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ PM પદની રેસ
- રુબી ઢલ્લા મુળ ભારતના પંજાબના રહેવાસી છે
- ઢલ્લા કેનેડામાં પોતાની કંપની ધરાવે છે
નવી દિલ્હી : કેનેડામાં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની રેસ શરૂ થઇ ચુકી છે. આ રેસમાં ભારતીય મુળની રુબી ઢલ્લાનું નામ પણ આગળ છે. તેમણે લિબરલ પાર્ટીના નેતા તરીકે જસ્ટિન ટ્રુડોને સફળ બનાવવા માટે અધિકારીક રીતે પોતાની ઉમેદવારી શરૂ કરી, એક એવી ભૂમિકા જે આગામી સંઘીય ચૂંટણીમાં પાર્ટીના જીતે તો વડાપ્રધાન પદ તરફ લઇ જઇ શકે છે.
કોણ છે રૂબી ઢલ્લા?
રૂબી ઢલ્લાનો જન્મ 18 ફેબ્રુઆરી, 1974 ના રોજ કડનાની રાજધાની ઓટાવાથી આશરે 2000 કિલોમીટર દૂર વિનિપેગ શહેરમાં વસેલી અપ્રવાસી પંજાબી પરિવારમાં થયો હતો. 50 વર્ષીય રુબી ઢલ્લા સેલ્ફ બિઝનેસવુમન, ડોક્ટર અને કેનેડામાં ત્રણ વખતની ચર્ચિત સાંસદ છે. રુબી ઢલ્લા, ઢલ્લા ગ્રુપ ઓફ કંપનીઝના CEO પણ છે. તેના અધ્યક્ષ પદ પર હાલ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી
કેનેડાના પ્રથમ અશ્વેત મહિલા વડાપ્રધાન હશે
જો તેઓ વડાપ્રધાન બને છે તો તેઓ કેનેડાના પ્રથમ અશ્વેત મહિલા વડાપ્રધાન હશે. તેમણે સતત વધી રહેલા હાઉસિંગ કોસ્ટ, ક્રાઇમ રેટ, ફૂડ પ્રાઇઝ અને અમેરિકા તરફથી મળી રહેલી ટૈરિફની ધમકીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. વર્ષ 2004 થી 2011 સુધી સંસદ સભ્ય રહેલી રુબી ઢલ્લાનું કહેવું છે કે, તેઓ ઇન્ટરનેશનલ લેવલ પર કેનેડાની પ્રતિષ્ઠાને પરત લાવવા માંગે છે.
બિનકાયદેસર પ્રવાસીઓને હાંકી કાઢવાનું વચન
હાલમાં જ રુબી ઢલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટાશે તો બિનકાયદેસર પ્રવાસીઓને દેશની બહાર હાંકી કાઢશે. આ વખતે તેમણે પોતાના ચૂંટણી પ્રચારમના કેન્દ્રમાં અપ્રવાસીઓને રાખ્યા છે. જેના કારણે તેમને અનેક સમર્થન પણ મળી રહ્યું છે. જ્યારે કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. હાલ તો તેઓ વડાપ્રધાન પદની રેસમાં આગળ છે.
આ પણ વાંચો : મોદી સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર રોક લગાવશે, સંસદના બજેટ સત્રમાં બિલ રજૂ કરશે
પોલિટિકલ સાયન્સનો કરી ચુક્યા છે અભ્યાસ
રુબી ઢલ્લાના અભ્યાસની વાત કરીએ તો તેમણે કેનેડાની મેકમાસ્ટર યૂનિવર્સિટીથી સ્કોલરશિપ પર પોતાનો યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યાર બાદ તેમણે વિન્નિપેગ યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને 1995 માં બાયોકેમેસ્ટ્રીમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી, જેમાં પોલિટિક્લ સાયન્સમાં માઇનર હતા. રુબી ઢલ્લા 1995 માં જ મૈનિટોબા માટે એક રોડ્સ સ્કોલપશિપ નોમિની તરીકે પસંદગી પામ્યા હતા.
ચિરોપ્રૈક્ટિકની ડિગ્રી પણ ધરાવે છે
ત્યાર બાદ ઢલ્લા ટોરેન્ટો જતા રહ્યા જ્યાં તેમણે 1999 માં કેનેડિયન મેમોરિયલ ચિરોપ્રૈક્ટિકલ કોલેજથી ડોક્ટર ઓફ ચિરોપ્રૈક્ટિકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. રાજનીતિમાં એન્ટ્રી કરતા પહેલા રુબી ઢલ્લાએ એક કાયરોપ્રેક્ટર તરીકે કામ કર્યું છે. કાયરોપ્રૈક્ટિક, હાડકા, માંસપેશીઓ અને સાંધાના દુખાવાની સમસ્યાઓની સારવાર કરવાની એક પદ્ધતી છે.
આ પણ વાંચો : લો બોલો! અમદાવાદના આ ભેજાબાજોએ ઓનલાઇન કંપનીઓને લગાવ્યો કરોડોનો ચુનો
રુબી ઢલ્લા ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ
રુબી ઢલ્લાએ એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે બોલિવુડથી પ્રેરિત ફિલ્મ ક્યો? કિસ લિએ માં હિરોઇન તરીકે કામ કર્યું છે. વિનોદ તલવારના નિર્દેશમાં બનેલી આ ફિલ્મ વર્ષ 2003 માં રિલીઝ થઇ હતી. જેમાં રુબી ઢલ્લા સાથે જેસન ફ્રુટ અને ચિકો સિહરા પણ જોવા મળ્યા હતા. ભારતીય મુળની રુબી ઢલ્લા વર્ષ 1993 માં મિસ ઇન્ડિયા કેનેડા પ્રતિયોગિતામાં રનર અપ રહી હતી.
આ પણ વાંચો : Gujarat માં ભયંકર રોગની એન્ટ્રી! શું છે કોંગો ફિવર અને કેવા હોય છે તેના લક્ષણો અને કઇ રીતે બચી શકાય?