ચીનનું અભિમાન ઓગળી ગયું...અત્યાધુનિક ટેન્ક VT-4 નકામી સાબિત થઈ
- નાઈજિરિયામાં ચીની ટેન્ક VT-4 નિષ્ફળ સાબિત થઈ
- બોકો હરમના આતંકવાદીઓએ ચીની ટેન્કના ચીથરા ઉડાવી દીધા
- પાકિસ્તાને આ ચીની ટેન્કનો ઓર્ડર આપીને પસ્તાઈ રહ્યું છે
નાઈજિરિયાઃ બોકો હરમ આતંકવાદી સંગઠનનો નાશ કરવા નાઈજિરિયા ચીની શસ્ત્રો પર આધારિત રહેતું આવ્યું છે. નાઈજિરિયાએ તાજેતરમાં જ ચીનની અત્યાધુનિક ટેન્ક VT-4ના આશરે બોકો હરમ સામે બાથ ભીડી છે. જો કે બોક હરમ સંગઠન સામે ચીની ટેન્ક કાગળનો વાઘ સાબિત થઈ રહી છે. બોકો હરામના આતંકવાદીઓ સાથે જોડાયેલા એક સંગઠને ચીની ટેન્કનો સરળતાથી નાશ કર્યો છે.
કેમ થયો ચીની ડ્રેગન(અત્યાધુનિક ટેન્ક VT-4) ફેલ?
ચીનને જેનું અભિમાન છે તે અત્યાધુનિક ટેન્ક VT-4ના એન્જિન યોગ્ય રીતે કામ કરતા નથી. આ ઉપરાંત અન્ય સ્પેરપાર્ટ્સ સમયસર આક્રમણ કરવા શક્ષમ નથી. આ ટેન્કનું ઉત્પાદન ચાઈના નોર્થ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (નોરિન્કો) દ્વારા કરવામાં આવ્યું છે. નાઈજિરિયન આર્મીએ ચીન પાસેથી 152 મિલિયન ડોલરમાં 35 VT-4 ટેન્ક ખરીદી હતી. નાઈજિરિયન સૈનાએ દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં બોકો હરમ આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવા માટે આ ટેન્ક ખરીદી હતી. જો કે બોકો હરમ સામે આ ચીની ટેન્ક સુરસુરીયું થઈ જતા ચીનની ઈન્ટરનેશનલ બેજ્જતી થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Bangladesh માં ભયાનક હિંસા, 70-80 હુમલાખોરો શેખ હસીના પક્ષના નેતાના ઘરમાં ઘૂસી ગયા
સૈન્ય પરિક્ષણમાં પણ VT-4 ટેન્ક નિષ્ફળ
નાઈજિરિયાના ડિફેન્સ ન્યૂઝપેપરના એક અહેવાલમાં જણાવાયું છે કે, વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની હાજરીમાં યોજાયેલી લશ્કરી કવાયત દરમિયાન VT-4 ટેન્ક સમયસર અને સચોટ નિશાન પર ફાયરિંગ કરવામાં પણ નિષ્ફળ ગઈ હતી. આ ટેન્કમાં ઘણી ગંભીર ખામીઓ મળી આવી છે, જેના કારણે તે યુદ્ધના મેદાનમાં ગમે ત્યારે નિષ્ફળ જઈ શકે છે. જેના કારણે આ ટેન્કો નાઈજિરિયન સેના માટે જ દુશ્મન બની ગયા છે. આ ઉપરાંત ચીની કંપની VT-4 ટેન્કને દૂરસ્ત કરવામાં નિષ્ફળ જઈ રહી છે. તેથી એવું મનાઈ રહ્યું છે કે VT-4 ટેન્કના ઘણા ઓર્ડર રદ થઈ શકે છે.
પાકિસ્તાનને પણ આવ્યો રોવાનો વારો
ચીનની અત્યાધુનિક ટેન્ક VT-4થી નાઈજિરિયાના જ નહિ પરંતુ પાકિસ્તાનના પણ હાથ દાઝ્યા છે. પાકિસ્તાને પોતાની સેનાને આધુનિક બનાવવા માટે ચીની કંપની સાથે કરાર કર્યો હતો. આ સોદા હેઠળ, પાકિસ્તાને 468 VT-4 ટેન્ક ખરીદવાનો નિર્ણય લીધો હતો. પરંતુ 2025 માં પાકિસ્તાન સેનાએ આ સંખ્યા ઘટાડીને 258 કરી દીધી છે. જેનું મુખ્ય કારણ આ ટેન્કનું નબળું પ્રદર્શન મનાઈ રહ્યું છે. જો કે ચીનના દબાણને કારણે પાકિસ્તાનને આ ટેન્ક ખરીદવાની ફરજ પડી છે. ચીન સાથે JF-17 ફાઈટર જેટ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. આ ફાઇટર જેટમાં પણ ઘણી ખામીઓ છે, જેનો ઉલ્લેખ પાકિસ્તાની વાયુસેનાના ઘણા અધિકારીઓએ આંતરિક બેઠકોમાં કર્યો છે, પરંતુ ચીનના દબાણને કારણે પાકિસ્તાને પોતાનું મોં બંધ રાખવું પડ્યું છે.
આ પણ વાંચોઃ તુર્કીમાં ફસાયેલા ભારતીય મુસાફરો! ટેક્નિકલ ખામી બન્યું મોટું કારણ