Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ મગરને જોઈને અંદાજો લગાવી શકાય છે કે કરોડો વર્ષો પહેલા કેવા હશે Dinosaur

આ 124 વર્ષ જૂના મગરને જોઈને ડાયનોસોરની યાદ આવી જશે આ મગર છે ડાયનોસોરના સમયનો જીવંત દાખલો મગરને જોઈને લોકો ચકિત, વર્ષ 1900 માં થયો હતો જન્મ આપણે Dinosaur વિશે ખૂબ સાંભળ્યું છે અને તેની ફિલ્મો પણ જોઇ છે....
06:51 PM Sep 14, 2024 IST | Hardik Shah
This crocodile is reminiscent of a dinosaur

આપણે Dinosaur વિશે ખૂબ સાંભળ્યું છે અને તેની ફિલ્મો પણ જોઇ છે. જ્યારે થીયેટરમાં પ્રથમવાર Jurassic Park ફિલ્મ આવી ત્યારે મોટા પડદા પર ડાયનોસોરને જોઇ સૌ કોઇ ડરી ગયા હતા. નાના તો ઠીક મોટા પણ આ ખતરનાક પ્રાણીને જોઇ ડરી ગયા હતા. આ તો ફિલ્મની વાત છે પણ આજે ઘણા પ્રાણીઓ એવા છે જેને જોઇ તમે કલ્પના કરી શકો છો કે લાખો-કરોડો વર્ષો પહેલા ડાયનોસોર કેવા લાગતા હશે અને તેઓ કેટલા ખતરનાક હશે.

મગરનો વીડિયો વાયરલ

આજે દુનિયામાં માનવ જેટલો તાકતવર જીવ કોઇ નથી તેવું કહેવાય છે. પણ હા ઘણા પ્રાણીઓ આજે પણ એટલા ખતરનાક અને શક્તિશાળી દેખાઇ રહ્યા છે જેને જોઇ તમે ચોંકી જશો. આજે પણ દુનિયામાં કેટલાક પ્રાણીઓ એટલા વૃદ્ધ હોય છે કે તેમની ઉંમર જાણીને લોકોને આશ્ચર્ય થાય છે. હાલમાં જ આવા જ એક મગરનો વીડિયો સામે આવ્યો છે, જેની ઉંમર 124 વર્ષ છે. મગરનો આ વીડિયો પ્રખ્યાત ટીવી હોસ્ટ અને કિંગ્સ ઓફ પેઈનના કો-હોસ્ટ રોબર્ટ એલેવા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે એક વિશાળ મગર સાથે વાત કરતો જોવા મળે છે. આ મગરનું નામ હેનરી છે. આ મગરને અત્યાર સુધીનો સૌથી વૃદ્ધ મગર માનવામાં આવે છે. અગાઉ દક્ષિણ આફ્રિકાના ક્રોકોડાઈલ વર્લ્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં રેકોર્ડ કરાયેલા વાયરલ વીડિયોમાં મગરને બતાવવામાં આવ્યો હતો.

આ મગરનો જન્મ 1900 માં થયો હતો

વીડિયોમાં જોઈ શકાય છે કે એલેવા દુનિયાના સૌથી વૃદ્ધ મગર હેનરીની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો છે. એલેવા મગર પાસે પહોંચતાની સાથે જ મગરે ગર્જના કરતા મોં ખોલ્યું હતું. આ પછી, એલેવા ડરી જાય છે અને કહે છે, "હું ઘણા સમયથી ડરતો નહતો, પરંતુ અત્યારે હું ખૂબ ડરી ગયો છું." તેણે ઉમેર્યું, "જ્યારથી મેં સ્ટીવ બેકશેલને હેનરી સાથે જોયો ત્યારથી, હું આ મગરને મળવા માંગુ છું. સારું... તમે જે ઈચ્છો છો તેને લઇને કાળજી રાખો!! હું જેટલો ઉત્સાહિત હતો તેટલો જ હું ડરી ગયો હતો." ટીવી હોસ્ટ એલેવાએ ઉમેર્યું, "હેનરી વિશ્વનો સૌથી વૃદ્ધ મગર હોવાનું કહેવાય છે, જેનો જન્મ 1900માં થયો હતો. તે ટૂંક સમયમાં તેનો 124મો જન્મદિવસ ઉજવશે. મને આ આકર્ષક મગર જોવાની તક આપવા બદલ ક્રોવર્લ્ડનો સંરક્ષણ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર! જો તમે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેવા જાવ છો અથવા છો, તો ક્રોક વર્લ્ડની મુલાકાત લો."

મગરને જોઈને લોકો રડી પડ્યા

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટીવી હોસ્ટ રોબર્ટ એલેવાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 90 હજાર લોકોએ લાઈક કર્યું છે. વળી, ઘણા યુઝર્સે એલેવાની બહાદુરીની પ્રશંસા કરી હતી. જ્યારે અન્ય ઘણા લોકોએ પૂછ્યું કે આટલું જૂનું શિકારી પ્રાણી તેની પાસે કેવી રીતે આવ્યું. સ્ટીવ બેકશલે પણ અલેવાના વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું - "ગ્રેટ જોબ રોબ! હેનરી વોટ અ બિગ મગર." અન્ય યુઝર્સે લખ્યું: "આ અદ્ભુત છે, હું વિશ્વાસ કરી શકતો નથી કે આ તે પ્રાણીની કેટલી નજીક છે." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી અને કહ્યું, "આ જ કારણે મને રોબર્ટ એલેવાને ફોલો કરવાનું પસંદ છે, તે હંમેશા જંગલી પ્રાણીઓને અમારી સ્ક્રીન પર લાવે છે."

આ પણ વાંચો:  માછલીઓની આ પીડાનું સત્ય સાંભળીને તમે ખાવાનું બંધ કરી દેશો!

Tags :
CrocodileCrocworld Conservation CentredinosaurDinosaur NewsGujarat FirstHardik ShahHenryRobert AllevaSouth AfricaTrending NewsTV HostViral Newsviral videoworld’s oldest crocodileworld’s oldest living crocodile
Next Article