Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh : શેખ હસીનાએ બાંગ્લાદેશ કેમ છોડ્યું? પુત્રએ કર્યો ખુલાસો

શેખ હસીનાએ બાંગ્લાદેશ કેમ છોડ્યું? શેખ હસીનાનો રાજકીય ભવિષ્ય: પુત્રએ આપ્યો ખુલાસો શેખ હસીનાનો રાજીનામું: બાંગ્લાદેશ અને રાજકારણ પર શું અસર? Bangladesh News : બાંગ્લાદેશમાં જનતાનો વિદ્રોહ એટલો જબરદસ્ત જોવા મળ્યો કે આજે દેશની વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh...
bangladesh   શેખ હસીનાએ બાંગ્લાદેશ કેમ છોડ્યું  પુત્રએ કર્યો ખુલાસો
Advertisement
  • શેખ હસીનાએ બાંગ્લાદેશ કેમ છોડ્યું?
  • શેખ હસીનાનો રાજકીય ભવિષ્ય: પુત્રએ આપ્યો ખુલાસો
  • શેખ હસીનાનો રાજીનામું: બાંગ્લાદેશ અને રાજકારણ પર શું અસર?

Bangladesh News : બાંગ્લાદેશમાં જનતાનો વિદ્રોહ એટલો જબરદસ્ત જોવા મળ્યો કે આજે દેશની વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina) એ અચાનક રાજીનામું આપી દીધું હતું. આ નિર્ણય બાદ તેઓ દેશ છોડી ભાગી ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તેમના પુત્ર અને પૂર્વ મુખ્ય સલાહકાર સજીબ વાઝેદ જોયેએ આ દાવાને સમર્થન આપતા કહ્યું કે, તેમની માતાએ દેશની પરિસ્થિતિને કારણે આ નિર્ણય લીધો છે.

Advertisement

શેખ હસીનાના રાજીનામાના કારણો

બાંગ્લાદેશની સરકાર વિરોધી જનતાનો ભારે વિરોધ શેખ હસીના માટે મુશ્કેલીનું કારણ બન્યો હોવાનું માનવામાં આવે છે. સરકાર વિરોધી જનભાવના જોઇને શેખ હસીના નિરાશ થઇ ગયા હતા. સજીબ વાઝેદ જોયેના જણાવ્યા અનુસાર, શેખ હસીનાએ બાંગ્લાદેશને એક નિષ્ફળ રાજ્યમાંથી એક ઉભરતો દેશ બનાવ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તેઓ આ નિર્ણય લેવા માટે મજબૂર થયા હતા. ,સજીબ વાઝેદ જોયેએ સરકાર વિરોધીઓ સાથે કઠોર વર્તન કરવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યારે ટોળા પોલીસકર્મીઓ પર હુમલા કરે છે ત્યારે પોલીસ શું કરી શકે?

Advertisement

Advertisement

શેખ હસીનાની યોજનામાં ફેરફાર?

શેખ હસીનાએ સોમવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું તે પછી લંડન જતા તેમનું વિમાન નવી દિલ્હી નજીક ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું. આ અંગે રાજદ્વારી સૂત્રોએ આ માહિતી આપી હતી. હસીના બાંગ્લાદેશ એરફોર્સના C-130J મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં ભારત પહોંચી હતી. અધિકારીએ કહ્યું કે હસીનાને સલામત સ્થળે લઈ જવામાં આવી છે અને તે સોમવારે રાત્રે ભારત છોડે તેવી શક્યતા નથી. સૂત્રોએ જણાવ્યું કે હસીનાએ લંડન જવાની યોજના બનાવી હતી. જો કે, કેટલીક સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે તેના પ્લાનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હસીના દિલ્હીમાં રહેતી તેની પુત્રી સાયમા વાજિદને મળે તેવી શક્યતા છે. સાયમા વાજિદ દક્ષિણ-પૂર્વ એશિયા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રાદેશિક નિર્દેશક છે.

આ પણ વાંચો:  Bangladesh News : શેખ હસીનાનો માત્ર એક શબ્દ અને બદલાઈ ગયો બાંગ્લાદેશનો ચહેરો!

Tags :
Advertisement

Trending News

.

×