Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Australia Plane Crash Tragedy : શાળા પાસે વિમાન દુર્ઘટના અને પછી...

શાળા નજીક વિમાન ક્રેશ એન્જિન ફેલ થતાં મોટો અકસ્માત ગ્રેટર વેસ્ટર્ન સિડનીમાં હૃદયદ્રાવક ઘટના Plane Crash : ઓસ્ટ્રેલિયાના ગ્રેટર વેસ્ટર્ન સિડની (Greater Western Sydney) માં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક નાનું વિમાન ગુરુવારે બપોરે એક પ્રાથમિક શાળાના રમતના...
australia plane crash tragedy   શાળા પાસે વિમાન દુર્ઘટના અને પછી
  • શાળા નજીક વિમાન ક્રેશ
  • એન્જિન ફેલ થતાં મોટો અકસ્માત
  • ગ્રેટર વેસ્ટર્ન સિડનીમાં હૃદયદ્રાવક ઘટના

Plane Crash : ઓસ્ટ્રેલિયાના ગ્રેટર વેસ્ટર્ન સિડની (Greater Western Sydney) માં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક નાનું વિમાન ગુરુવારે બપોરે એક પ્રાથમિક શાળાના રમતના મેદાનમાં ક્રેશ થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોતી, પરંતુ આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ભય ફેલાવ્યો હતો.

Advertisement

શાળાના મેદાનમાં વિમાન ક્રેશ

વિમાન, એક પાઇપર PA-28, બેન્કટાઉન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના માત્ર પાંચ મિનિટ પછી જ બોસ્લેની પ્રાથમિક શાળાના અંડાકાર રમતના મેદાનમાં ક્રેશ થયું હતું. આ ઘટના સમયે, વિમાનમાં પાયલોટ અને એક 34 વર્ષીય મહિલા સવાર હતા, જે બંનેને સામાન્ય ઈજાઓ થઈ હતી. પાયલોટે અધિકારીઓને જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન અચાનક એન્જિન ફેલ થઈ ગયું હતું, જેના કારણે તેણે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે આ કરી શક્યો નહીં અને વિમાન ક્રેશ થઇ ગયું હતું. સદનસીબે, વિમાન ક્રેશ થયું ત્યારે રમતના મેદાનમાં કોઈ બાળકો ન હોતા. જો કે, આ ઘટનાએ સ્કૂલના સ્ટાફ અને સ્થાનિકોમાં ભારે ભય ફેલાવ્યો હતો. આ ચોંકાવનારી ઘટના લગભગ 2:25 વાગ્યે બની હતી. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ જણાવ્યું કે વિમાન ક્રેશ થયા પછી તરત જ તેઓ ચીસો પાડવા લાગ્યા હતા.

આ પણ વાંચો:  ફ્લાઇટમાં મુસાફરો ત્યારે ડરી ગયા જ્યારે પાયલોટે કહ્યું - Sorry મને વિમાન લેન્ડ કરતા નથી આવડતું

Advertisement

પાયલોટે શું કહ્યું?

એક ન્યૂઝ ચેનલે પોતાના વીડિયોમાં પાયલોટને મદદ માટે પોકારતા સાંભળ્યો હતો. પાયલોટે કહ્યું હતું કે તેનું એન્જિન ફેલ થઈ ગયું છે અને તેને જમીન પર વિમાનને ઉતરવાની ફરજ પડી રહી છે. સિડની એરપોર્ટ કોર્પોરેશન અને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. તપાસમાં વિમાન ક્રેશના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના એક યાદ અપાવતી છે કે ઉડ્ડયન કેટલું જોખમી હોઈ શકે છે. જો કે, સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોતી.

Advertisement

આ પણ વાંચો:  દુનિયાના સૌથી ખતરનાક વિમાનમાં મુસાફરી કરતો યુવક, જુઓ Video

Tags :
Advertisement

.