ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

કોઇ પણ Gadgets ફાટી શકે છે! પેજર બ્લાસ્ટ બાદ લેબનાનના લોકો ડરમાં ફેંકી રહ્યા છે Mobile-Laptop

લેબનોનમાં પેજર બ્લાસ્ટની ઘટનાથી ફફડાટ ડરના મારે લોકો Mobile-Laptop ફેંકી રહ્યા છે અન્ય લોકો સાથે ચાલવામાં પણ લોકો થઇ રહ્યા છે ભયભીત Pager Blast in Lebanon : લેબનોનમાં પેજર બ્લાસ્ટ (Pager blast) ની ઘટના બાદથી જનતામાં ડરનો માહોલ જોવા...
02:08 PM Sep 20, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Pager Blast in Lebanon

Pager Blast in Lebanon : લેબનોનમાં પેજર બ્લાસ્ટ (Pager blast) ની ઘટના બાદથી જનતામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં લોકોને સમજાતું નથી કે શું કરવું. તેઓ કઇ ચીજોથી દૂર રહે. ઘરમાં ટીવી, માઇક્રોવેવ, પંખો અને વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક Gadgests છે. ઘણા લોકો સ્માર્ટ ઘડિયાળો પહેરે છે. કારથી અવર-જવર કરે છે. માની લો કે આ બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં એક પછી એક વિસ્ફોટ થવા લાગે તો શું થશે?

લેબનોનના લોકો ભયભીત

અચનાક એક પછી એક પેજર બ્લાસ્ટના બનાવ બાદથી લેબનોનના લોકો ભયભીત છે. તેઓ બજાર અથવા ઓફિસ જવાથી પણ ડરવા લાગ્યા છે. મંગળવારે લેબનોનની રાજધાની બેરૂત સહિત દેશના ઘણા ભાગોમાં સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા 5,000 પેજર્સ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા અને લગભગ 4,000 લોકો ઘાયલ થયા હતા. બીજા દિવસે, દક્ષિણ બેરૂત અને લેબનોનના અન્ય ભાગોમાં વોકી-ટોકી વિસ્ફોટ થયો, જેમાં 20 લોકો માર્યા ગયા અને 450 થી વધુ ઘાયલ થયા હતા. લેબનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. શ્રેણીબદ્ધ હુમલાઓને કારણે લેબનોનના લોકો ફોન જેવા ઈલેક્ટ્રોનિક સામાનના ઉપયોગ અને દેશની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. આ વિસ્ફોટો બેરૂત અને તેના દક્ષિણી નગરો, હારમેલ, બાલબેક, સિદ્દા, નાબાતીયેહ, ટાયર, નાકૌરા અને મરજાયુન જેવા શહેરોમાં થયા હતા. લેબનીઝ અધિકારીઓ બુધવારે સાંજે દેશભરમાં વિવિધ સ્થળોએ મળી આવેલા શંકાસ્પદ ઉપકરણો પર નિયંત્રિત વિસ્ફોટો કરી રહ્યા હતા જેથી ફરીથી આવી ઘટના ન બને.

લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

ઘાયલોને એમ્બ્યુલન્સમાં ભરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પેજર બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે કેટલાક લોકો તેમના પરિવાર સાથે ઘરે હતા અને કેટલાક બજારમાં ખરીદી કરી રહ્યા હતા. વિસ્ફોટમાં લોકોના હાથ, ચહેરા અને આંખોને સૌથી વધુ નુકસાન થયું છે. બૈરુતની એક સરકારી હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે, તેમની 25 વર્ષની સેવામાં તેમણે ક્યારેય એક રાતમાં જેટલી આંખો કાઢી નહોતી તેટલી આજે કાઢી છે. ઈઝરાયેલે આ વિસ્ફોટો પર કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેના સંરક્ષણ મંત્રી ગેલન્ટે કહ્યું છે કે હિઝબુલ્લા સાથેની તેમની લડાઈ નવા તબક્કામાં પહોંચી રહી છે. ગેલન્ટ આ વિસ્ફોટો તરફ ઈશારો કરી રહ્યો છે.

લેપટોપ અને ફોનને સ્પર્શતા પણ ડર લાગે છે

કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, તેમને કોઈ અન્ય વ્યક્તિ સાથે ચાલવામાં પણ ડર લાગી રહ્યો છે કારણ કે તેમની સાથે કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોઈ શકે છે અને તે વિસ્ફોટ થઈ શકે છે. લેબનોનની એક મહિલાએ કહ્યું, 'દરેક વ્યક્તિ નર્વસ છે. અમને ખબર નથી કે અમે અમારા લેપટોપ અને અમારા ફોનનો ઉપયોગ કરી શકીએ છીએ કે નહીં. આ સમયે અમને બધું જ જોખમી લાગે છે... આગળ શું કરવું તે કોઈને ખબર નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી અફવા પણ ફેલાઈ રહી છે કે સોલાર પેનલ, મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રીક ઉપકરણો પણ ફૂટી રહ્યા છે. એક મહિલાએ કહ્યું, 'લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ છે. સાચું કહું તો આ સ્થિતિ ખૂબ જ ડરામણી છે.

આ પણ વાંચો:   Pager Blast in Lebanon : ઈઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની કરી શરૂઆત, હિઝબુલ્લાને સ્પષ્ટ સંકેત

Tags :
gadgetsGujarat FirstHardik ShahHezbollahhezbollah on israelIsraelisrael hezbollahIsrael-Hezbollah WarLebanonlebanon blastlebanon blast newsLebanon GadgetsLebanon Pager Blastlebanon solar panel blastlebanon walkie talkie blastMossadnumber of people died in lebanon blastPager BlastPager Blast NewsPasers