ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

પાકિસ્તાની TikTok સ્ટાર Minahil Malik ના MMS લીક વિવાદ બાદ વધુ એક વીડિયો વાયરલ

મિનાહિલ મલિકનો ડાન્સ વીડિયો વાયરલ MMS લીક વિવાદમાં ફસાયા બાદ વીડિયો વાયરલ MMS લીક વિવાદમાં ફસાયેલી મિનાહિલ મલિકનો નવો ડાન્સ વીડિયો વાયરલ TikTok star Minahil Malik : પાકિસ્તાનની TikTok સ્ટાર મિનાહિલ મલિક (Minahil Malik) MMS Video લીક થયા બાદ...
04:11 PM Nov 11, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Pakistani TikTok star Minahil Malik MMS leak controversy

TikTok star Minahil Malik : પાકિસ્તાનની TikTok સ્ટાર મિનાહિલ મલિક (Minahil Malik) MMS Video લીક થયા બાદ હવે એકવાર ફરી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. તેનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોવા માટે સોશિયલ મીડિયામાં લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે પણ તેનો એક MMS વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેના વિશે તેણે કહ્યું હતું કે, આ વીડિયો સાથે છેડછાડ કરવમાં આવી છે. આ વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહ્યો છે જેમા તે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

મિનાહિલ મલિકનો ડાન્સ વીડિયો વાયરલ

મિનાહિલ મલિક પોતાના એક MMS લીક વિવાદના કારણે ચર્ચામાં આવી હતી. તેનો એક ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે. જેા તેણે એક કેપ્શન આપ્યું હતું, "Because it's trending." આ વીડિયોને લગભગ 70 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે. આ વીડિયો તેવા સમયે વાયરલ થઇ રહ્યો છે જ્યારે તેના MMS વીડિયો પર ખૂબ જ વિવાદ ઉભો થયો છે. તેનો આ MMS લીક થતા સોશિયલ મીડિયામાં યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમા ઘણા લોકોનું કહેવું છે કે, મિનાહિલ મલિકે જાણીજોઈને તેનો પ્રાઈવેટ વીડિયો લીક કર્યો હતો.જોકે, ઘણા લોકોએ આ વીડિયોની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, આ વીડિયો મોર્ફ કરવામાં આવ્યો હોઇ શકે છે.

કથિત MMS  લીક વિવાદ પર મિનાહિલ મલિકની સ્પષ્ટતા

મિનાહિલ મલિકે આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટપણે આ વીડિયોને નકલી ગણાવ્યો છે અને ઉમેર્યું છે કે, તેણે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) પાસે ફરિયાદ નોંધાવી છે. તેણે વધુમાં કહ્યું કે, "જે વ્યક્તિ જવાબદાર છે તેની વિરુદ્ધ મેં FIAમાં પહેલેથી જ ફરિયાદ નોંધાવી છે, અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે." બીજી તરફ પાકિસ્તાનની એક અભિનેત્રી મિશી ખાને મિનાહિલ મલિકની જાહેરમાં ટીકા કરી હતી અને તેના પર આરોપ લગાવતા કહ્યું કે, આ બધુ તે સૌ કોઇનું પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે કરી રહી છે. જોકે, આ દરમિયાન મિશાએ મિનાહિલ મલિકનું સીધુ નામ લીધું નહોતું અને તેમણે કરીના કપૂર ખાનની બોલિવૂડ ફિલ્મ 'હિરોઈન'નો સંદર્ભ આપ્યો, જ્યાં મુખ્ય પાત્ર તેના પ્રમોશન માટે તેનો વીડિયો લીક કરે છે.

કોણ છે મિનાહિલ મલિક?

મિનાહિલ મલિક એક પ્રખ્યાત પાકિસ્તાની સોશિયલ મીડિયા વ્યક્તિત્વ અને TikTok સ્ટાર છે જે તેના ડાન્સ મૂવ્સ વીડિયો અને ખુલ્લેઆમ જીવન જીવવા માટે જાણીતી છે. મલિકના TikTok અને Instagram પર લાખો ફોલોઅર્સ છે. તેણીના અન્ય વીડિયોમાં, તે અલ આલ્ફા અને એન્ફેસિસ દ્વારા ESTE પર ડાન્સ કરતી જોવા મળે છે. આ સિવાય તેણે અન્ય એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફિલ્મ ટશનના બોલિવૂડ ગીત ફલક તક પર પરફોર્મ કરી રહી છે. જેમા તેના ચહેરાના હાવભાવ જોવા લાયક છે.

શું છે MMS લીક કૌભાંડ?

વાસ્તવમાં, પાકિસ્તાની TikTok સ્ટાર મિનાહિલ મલિકનો એક ખાનગી વીડિયો ઓનલાઈન લીક થયા બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. સોશિયલ મીડિયા અનુસાર, લીક થયેલા વીડિયોમાં કથિત સ્ટાર એક છોકરા સાથે જોવા મળી રહી છે, આ એક પ્રાઈવેટ વીડિયો છે. વીડિયોમાં કથિત ટિકટોક સ્ટાર એક પુરુષ સાથે રૂમમાં છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાની TikTok સ્ટારની ઘણી અશ્લીલ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઓનલાઈન શેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:  આતંકીઓથી બચીને આવેલી યુવતીએ સંભળાવ્યો તેનો ભયાનક અનુભવ

Tags :
Bollywood HeroineCelebrity ScandalDance MovesFIA ComplaintGujarat FirstHardik ShahINSTAGRAM VIDEOInternet Dramaminahil malikMishal Khan CriticismmisinformationMMS LeakMMS ScandalOnline CriticismPakistani actressPakistani Social MediaPrivate Video LeakPublic ReactionPublic ResponseSocial Media ControversySocial Media InfluenceTikTok FameTikTok starTrending Dance VideoTrending HashtagsVideo Manipulationviral video