Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુનિતા વિલિયમ્સના નામે વધુ એક સિદ્ધિ, અંતરિક્ષમાં પહોંચતા જ કરવા લાગી ડાંસ, Video

Sunita Williams Danced Video : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Indian-Origin Astronaut Sunita Williams) ના નામમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, જે ભારતને ગૌરવ અપાવી રહી છે. બોઇંગના CST-100 Starliner અવકાશયાન (Spacecraft) માં અવકાશમાં ઉડાન ભરનાર તે પ્રથમ અવકાશયાત્રી (First...
સુનિતા વિલિયમ્સના નામે વધુ એક સિદ્ધિ  અંતરિક્ષમાં પહોંચતા જ કરવા લાગી ડાંસ  video

Sunita Williams Danced Video : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Indian-Origin Astronaut Sunita Williams) ના નામમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, જે ભારતને ગૌરવ અપાવી રહી છે. બોઇંગના CST-100 Starliner અવકાશયાન (Spacecraft) માં અવકાશમાં ઉડાન ભરનાર તે પ્રથમ અવકાશયાત્રી (First Astronaut) છે. આ પ્રકારના મિશન પર જનાર તે પ્રથમ મહિલા પણ છે. તેણે ત્રીજી વખત અવકાશમાં જઈને ઈતિહાસ પણ રચ્યો (Created History) છે. મિશન પૂરું કરીને સ્પેસ સ્ટેશન પર પાછા ફરવાના તેમના આનંદ અને ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

ISS પહોંચી અને ડાંસ કરવા લાગી સુનિયા વિલિયમ્સ

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સ્પેસમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. સ્પેસ યાન પર જતી આ ટીમમાં ભારતીય મૂળની સ્પેસ યાત્રી સુનીતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોરે બોઈંગના સ્ટારલાઈનર સ્પેસ યાનને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી સફળતાપૂર્વક જોડી દીધા છે. માર્ગમાં આવેલી કેટલીક સમસ્યાઓ દૂર કરવા પછી તે શક્ય બન્યું છે. સનીતા વિલિયમ્સે જેવું જ પોતાના સાથીઓ સાથે સ્પેસ સ્ટેશનમાં પગલું ભર્યું, તેવી જ તે ખુશીથી ડાંસ કરવા લાગી. તે પછી સાથીઓએ તેને ગળે ભેટ્યા અને પછી અભિનંદન પાઠવ્યા. જણાવી દઇએ કે, સુનીતા વિલિયમ્સ (58) ને વિલ્મોર સાથે બુધવારે ત્રીજી વખત સ્પેસની મુસાફરી અને બોઈંગ કે સ્ટારલાઇનર સ્પેસ યાન પર સવાર થઇને ISS જવાના પહેલા સભ્ય તરીકે ઇતિહાસ રચે છે. વિલિયમ્સ આ પરીક્ષણની ઉડાન માટે પાયલોટ છે જ્યારે લગભગ 61 વર્ષિય વિલ્મોર આ મિશનની કમાન્ડર છે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઇંગ સ્ટારલાઈનર અથવા કેપ કેનવેરલ સ્પેસ સ્ટેશનથી પ્રક્ષેપણ લગભગ 26 કલાક પછી ગુરુવારના બપોરે 1:34 કલાકે ઇન્ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન પહોંચ્યું હતું.

Advertisement

મિશન શું છે?

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બુધવારે તેના સાથી બુચ વિલ્મોર સાથે સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી. બંને બોઇંગ કંપનીના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં જનારા પ્રથમ સભ્ય બન્યા છે. સુનિતા વિલિયમ્સ બોઇંગના 'ક્રુ ફ્લાઇટ ટેસ્ટ મિશન'માં અવકાશમાં ગયા છે. અવકાશ માટે અવકાશયાન વિકસાવવામાં આવી રહ્યું હોવાથી મિશનમાં ઘણા વર્ષો વિલંબ થયો હતો.

સુનીતા વિલિયમ્સ આ મિશનમાં પાઈલટ છે

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ફ્લોરિડામાં કેપ કેનવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી અવકાશ માટે રવાના થયા. સુનિતા વિલિયમ્સ સ્ટારલાઈનર અવકાશયાનમાં પાયલોટ છે, જ્યારે બુચ વિલ્મોર કમાન્ડર છે. બંને આજે બપોરે 12.15 કલાકે અવકાશમાં પહોંચશે.

Advertisement

બોઇંગનો હેતુ શું છે?

2020 સુધીમાં, તે NASAનું એકમાત્ર અવકાશયાન છે જે ક્રૂ સભ્યોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલે છે. આવી સ્થિતિમાં, બોઇંગે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ તરીકે સ્ટારલાઇનરને વિકસાવ્યું છે. જો બોઇંગનું આ મિશન સફળ થશે તો અવકાશયાત્રીઓને અવકાશમાંથી ઘરે અને પછી અવકાશમાં પાછા લાવવાનું સરળ બની જશે.

આ પણ વાંચો - Sunita Williams ત્રીજી વાર ભરી અંતરિક્ષની ઉડાન, રચ્યો ઇતિહસ

આ પણ વાંચો - ભારતીય મૂળની Sunita Williams ત્રીજી વખત અંતરિક્ષમાં જવા તૈયાર, કહ્યું- ઘરે પાછા જવા જેવું હશે…

Tags :
Advertisement

.