ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત, Victor Ambros and Gary Ruvkun ને આ શોધ માટે મળ્યો એવોર્ડ

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું microRNA ની શોધ માટે એવોર્ડ મળ્યો Nobel Prize 2024 : આજે સોમવારથી વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારો (Nobel Prizes) ની જાહેરાત શરૂ...
04:59 PM Oct 07, 2024 IST | Hardik Shah
Nobel Prize 2024

Nobel Prize 2024 : આજે સોમવારથી વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારો (Nobel Prizes) ની જાહેરાત શરૂ થઈ ગઇ છે. મેડિસિન કે ફિઝિયોલોજી (Medicine or Physiology) ક્ષેત્રમાં આ વર્ષે વિજેતાઓ તરીકે અમેરિકાના વૈજ્ઞાનિકો, વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુન (Victor Ambrose and Gary Ruvkun) ને પસંદ કરવામાં આવ્યા છે. બંનેને આ સન્માન microRNA ની શોધ માટે આપવામાં આવ્યું છે.

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત

2024 નો પુરસ્કાર 1901 થી ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આપવામાં આવતો 115મો નોબેલ પુરસ્કાર (Nobel Prize) છે. ભૌતિકશાસ્ત્રમાં 2024 નોબેલ પુરસ્કાર (Nobel Prize 2024) મંગળવારે જાહેર કરવામાં આવશે, ત્યારબાદ રસાયણશાસ્ત્ર પુરસ્કાર બુધવારે આપવામાં આવશે. આ પહેલા વર્ષ 2023માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને આપવામાં આવ્યો હતો. તેમને ન્યુક્લિયોસાઇડ બેઝ મોડિફિકેશન સંબંધિત તેમની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. આ શોધે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 સામે અસરકારક mRNA રસી વિકસાવવામાં મદદ કરી હતી.

2022માં કોને મળ્યો હતો એવોર્ડ?

વર્ષ 2022 માં, સ્વીડનના સ્વાંતે પાબોને ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ પુરસ્કાર લુપ્ત થઈ ગયેલા હોમિનિન્સ અને માનવ ઉત્ક્રાંતિના જિનેટિક્સ (જીનોમ) સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો હતો. નોબેલ કમિટીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ કમિટીએ આજે ​​લુપ્ત થઈ ગયેલા હોમિનિન્સ અને માનવ ઉત્ક્રાંતિના જનીનો સંબંધિત શોધ માટે સ્વાંતે પાબોને ફિઝિયોલોજી અથવા મેડિસિનનું 2022 નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે.

2021માં કોને એવોર્ડ મળ્યો હતો?

વર્ષ 2021 નો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ડેવિડ જુલિયસ અને આર્ડન પેટામૂટિયમને એનાયત કરવામાં આવ્યો હતો. આ બે સંશોધકોને શરીરનું તાપમાન, દબાણ અને પીડા રીસેપ્ટર્સ શોધવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. નોબેલ વિજેતા બંને અમેરિકનો હતા. ડેવિડ જુલિયન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.

આ પણ વાંચો:  Khamenei નો જમણો હાથ ગણાતો આ શખ્સ રહસ્યમય સંજોગોમાં લાપતા...

Tags :
2024 Nobel Prize in Physiologydiscovery microRNAGary Ruvkungene expressionGujarat FirstHardik ShahMedicinemicroRNAmRNANobel PrizeNobel Prize 2024Nobel Prize 2024 NewsNobel Prize in Physiology or MedicinePhysiology or MedicineVictor AmbrosVictor Ambrose
Next Article