Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માનવઅધિકાર કાર્યકર અલેસ બિયાલિયાત્સકી અને રશિયા-યૂક્રેનની 2 સંસ્થાઓને મળ્યો શાંતિનો નોબેલ

નોબેલ શાંતિ પુરસ્કારની (Nobel Prize 2022) જાહેરાત કરવામાં આવી છે. નોબેલ સમિતિએ બેલારુસિયન માનવાધિકારના હિમાયતી અલેસ બિયાલિયાત્સકી, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનની માનવાધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને 2022ને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે.અલેસ બિયાલિયાત્સકીવર્ષ 1980ના દાયકાના મધ્યમાં બેલારુસમાં ઉદ્ભવેલા લોકશાહી આંદોલનની શરૂઆત કરનારાઓમાંથી એક હતા. તેમણે તેàª
માનવઅધિકાર કાર્યકર અલેસ બિયાલિયાત્સકી અને રશિયા યૂક્રેનની 2 સંસ્થાઓને મળ્યો શાંતિનો નોબેલ
નોબેલ શાંતિ પુરસ્કારની (Nobel Prize 2022) જાહેરાત કરવામાં આવી છે. નોબેલ સમિતિએ બેલારુસિયન માનવાધિકારના હિમાયતી અલેસ બિયાલિયાત્સકી, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનની માનવાધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને 2022ને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે.
અલેસ બિયાલિયાત્સકી
વર્ષ 1980ના દાયકાના મધ્યમાં બેલારુસમાં ઉદ્ભવેલા લોકશાહી આંદોલનની શરૂઆત કરનારાઓમાંથી એક હતા. તેમણે તેમના દેશમાં લોકશાહી અને શાંતિપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે 1996માં Viasna (વસંત) સંસ્થાની સ્થાપના કરી હતી. Viasna એક માનવાધિકાર સંગઠન તરીકે વિકસ્યું જેણે રાજકીય કેદીઓ પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો.
મેમોરિયલ
વર્ષ 1987માં માનવ અધિકાર સંગઠન Memorialની સ્થાપના ભૂતપૂર્વ સોવિયેત સંઘમાં માનવ અધિકાર કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ તે સુનિશ્ચિત કરવાનો હતો કે સામ્યવાદી શાસનના અત્યાચારનો ભોગ બનેલા લોકોને ક્યારેય ભૂલવામાં ન આવે. ચેચન યુદ્ધો દરમિયાન મેમોરિયલ સંસ્થાએ રશિયા અને રશિયા તરફી દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો અને યુદ્ધ અપરાધો વિશેની માહિતી વિશ્વ સમક્ષ પહોંચાડી હતી.
ધ સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ
યુક્રેનમાં માનવ અધિકારો અને લોકશાહીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ લિબર્ટીઝ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. તેણે યુક્રેનના નાગરિક સમાજને મજબૂત કરવા અને યુક્રેનને સંપૂર્ણ લોકશાહી બનાવવા માટે સત્તાવાળાઓ પર પ્રેશર લાવવાનું વલણ અપનાવ્યું. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ સંગઠને યુક્રેનિયન લોકો સામે રશિયન યુદ્ધ અપરાધોની ઓળખ અને દસ્તાવેજ એકઠાં કરવા માટેનું કામ નિડરપૂર્વક કર્યું છે. આ સંસ્થા દોષિત પક્ષકારોને તેમના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં મહત્વી ભૂમિકા ભજવી રહી છે.
પુરસ્કાર સમિતિનું નિવેદન
નોબેલ સમિતિ અનુસાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓ તેમના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઘણા વર્ષોથી સત્તાની ટીકા કરવાના અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાના અધિકારને પ્રોત્સાહન આપ્યું છે. માનવતાવાદી મૂલ્યો અને સિદ્ધાંતોની તરફેણમાં તેમના અવિરત પ્રયાસોથી આ વર્ષના શાંતિ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રોમાં શાંતિ અને બંધુત્વના 'આલ્ફ્રેડ નોબેલ' મૂલ્યોને પુનર્જીવિત કર્યા છે અને તેનું સન્માન કર્યું છે.
10 ઓક્ટોબરે જાહેર થશે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
નોબેલ પુરસ્કારોની (Nobel Prize) જાહેરાત 3 ઓક્ટોબર સોમવારના રોજ સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મેડિસિન ક્ષેત્રમાં પુરસ્કાર સાથે શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં મેડિસિન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સાહિત્ય અને શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ચુકી છે.  હવે 10 ઓક્ટોબરે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.