Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

100 વર્ષ બાદ પરત ફરેલા Wolf ની ખતરનાક પ્રજાતિનો આતંક, 16 ના લીધા જીવ

100 વર્ષ બાદ Wolf ની ખતરનાક પ્રજાતિનો આતંક વરુની પરત ફરતા 16 ના મોત સદી બાદ વરુની ખતરનાક પ્રજાતિએ ફેલાવ્યો આતંક 100 વર્ષ પછી પરત ફરેલી પ્રજાતિએ 16 નો કર્યો શિકાર Dangerous Wolf : ભારતના ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લો...
08:22 PM Sep 10, 2024 IST | Hardik Shah
Wolf in golden state of California

Dangerous Wolf : ભારતના ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લો લાંબા સમયથી માનવભક્ષી વરુઓના આતંકનો સામનો કરી રહ્યો છે. આવી જ સ્થિતિ અમેરિકાના ગોલ્ડન સ્ટેટ કેલિફોર્નિયા (golden state of California in America) માં છે જ્યાં વરુની એક ખતરનાક પ્રજાતિ (dangerous species) એ 100 વર્ષ બાદ પુનરાગમન કર્યું છે. જણાવી દઈએ કે વરુ (Wolf) ની આ પ્રજાતિનું નામ ગ્રે વુલ્ફ (Gray Wolf) છે અને તે છેલ્લા 100 વર્ષથી કેલિફોર્નિયામાં જોવા મળ્યું ન હતું. હવે આ જંગલી પ્રાણી પરત ફર્યા બાદ શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ પ્રાણીએ આ વર્ષે પરત ફર્યા બાદ 16 પ્રાણીઓનો જીવ લીધો છે.

Dangerous Wolf

40 બાળકોને જન્મ આપ્યો

અહેવાલો અનુસાર, આ વર્ષે કેલિફોર્નિયામાં લગભગ 44 ગ્રે વુલ્ફ (Gray Wolf) જોવા મળ્યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં વુલ્ફે 40 બાળકોને જન્મ પણ આપ્યો છે. એક અહેવાલ અનુસાર, કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ વાઇલ્ડ લાઇફના ગ્રે વુલ્ફ કોઓર્ડિનેટર એક્સેલ હનીકટએ જણાવ્યું છે કે રાજ્યની 58 કાઉન્ટીમાં વરુના 7 જૂથો સક્રિય છે. નોંધનીય છે કે ગ્રે વુલ્ફ (Gray Wolf) ને કેલિફોર્નિયામાં લુપ્તપ્રાય પ્રજાતિ કાયદા હેઠળ રક્ષણ મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સરકારના આ કાર્યક્રમના કારણે લાંબા સમય બાદ અહીં ગ્રે વુલ્ફ (Gray Wolf) ની વાપસી શક્ય બની છે.

આ પણ વાંચો:  ભાગો ભાગો ભેડિયા આયા, બહરાઈચ બાદ બરેલીમાં વરુઓની દસ્તક!

ઘણા પ્રાણીઓને પોતાનો શિકાર બનાવ્યા

આ કાયદો ગ્રે વુલ્ફને નુકસાન પહોંચાડવા અથવા મારવા માટે ગેરકાયદેસર બનાવે છે સિવાય કે પ્રાણીએ માણસો પર હુમલો કર્યો હોય. વન્યજીવ નિષ્ણાતો આ ઘટનાને ખૂબ જ આશ્ચર્યજનક અને અદભૂત ગણાવી રહ્યા છે. પરંતુ, મોટી સંખ્યામાં લોકોમાં ભયનું વાતાવરણ પણ છે. એક અહેવાલ મુજબ, ટેબલ રોક રેન્ચ નામના વિસ્તારમાં આ વુલ્ફે ઘણા પ્રાણીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. આ રેંચના મેનેજર જેન્ના ગ્લિઆટો કહે છે કે અમારા હાથ બંધાયેલા છે, અમે કંઈ કરી શકતા નથી. વરુઓની વધતી વસ્તી સામાન્ય લોકો અને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

Wolf

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી ભારતના ઘણા વિસ્તારોમાં વરુનો આતંક જોવા મળ્યો હતો. જોકે, આજે વન વિભાગે પાંચમા વરુને પણ પકડી પાડ્યું હતું. તેને વન વિભાગના રેસ્ક્યુ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 5 વરુ પકડાયા છે અને એક વરુ હજુ પણ આઝાદ ફરે છે. તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. આજે પકડાયેલા વરુને વન વિભાગની ટીમે વહેલી સવારે બહરાઈચના એક ગામના જંગલમાંથી પકડી પાડ્યું હતું. જે બે વરુઓની શોધ કરવામાં આવી રહી હતી તેમાંથી આ એક હતું. સવારે 6 વાગ્યાની આસપાસ વરુ પકડાયું હતું.

આ પણ વાંચો:  UP : બહરાઇચમાં વન વિભાગને મળી મોટી સફળતા, પાંચમો વરુ પકડાયો

Tags :
Bahraich District Wolf AttackCalifornia Farmers Wolf ConcernsCalifornia Gray Wolf ReturnCalifornia Wildlife DepartmentDangerous WolfEndangered Species Act Gray WolfGray WolfGray Wolf BreedingGray Wolf CaliforniaGray Wolf in California after 100 YearsGray Wolf Protection LawGujarat FirstHardik ShahMan-Eating WolvesTable Rock Ranch Wolf AttackWild Animal AttacksWolfWolf Attacks in CaliforniaWolf in AmericaWolf NewsWolf Population in CaliforniaWolf TerrorWolves
Next Article