UP માં વરુનો આતંક યથાવત, 11 વર્ષના બાળક પર કર્યો હુમલો
- બહેરાઈચમાં વરુનો આક્રમણ: સૂતા બાળક પર હુમલો
- ચંદૌલીમાં વરુનો આતંક: ટોળા પર હુમલો, 7 ઘાયલ
- ગામજનોમાં દહેશતનો માહોલ
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લા (Bahraich District) માં વરુઓના હુમલાઓ (Wolf Attacks) નો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ એક વરુ ((Wolf) એ 11 વર્ષના છોકરા, ઈમરાન (Imran) પર હુમલો કર્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાળક રાત્રે તેના ઘરની ટેરેસ પર સૂતો હતો. વરુએ બાળકના ગળા પર હુમલો કર્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક સારવાર બાદ બાળકને વધુ સારવાર માટે મેડિકલ કોલેજ (Medical College) માં ખસેડવામાં આવ્યો છે. બહરાઈચ જિલ્લાની સાથે સાથે, યુપીના ચંદૌલી જિલ્લામાં પણ વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા છે. વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર આ ઘટનાઓને ગંભીરતાથી લઈ રહ્યું છે અને વરુઓને પકડવા માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે.
ગ્રામજનોમાં ભયનો માહોલ
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મહસી વિસ્તારમાં વરુઓના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. વન વિભાગ, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો વરુઓને પકડવા માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જો કે, વરુઓના ટોળા હજુ પણ આ વિસ્તારમાં સક્રિય છે. સતત બની રહેલી આવી ઘટનાઓથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. લોકો રાત્રે પોતાના ઘરોમાં બંધ રહેવા મજબૂર બની ગયા છે. વન વિભાગે ગ્રામજનોને સલાહ આપી છે કે, રાત્રે ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવા અને ટેરેસ પર સૂવાનું ટાળવું. વરુઓના હુમલાઓની ઘટનાઓમાં વધારો થતાં સરકારી તંત્ર પર વરુઓને કાબૂમાં લેવાની જવાબદારી વધી ગઈ છે. વન વિભાગને આ માટે વધુ સંસાધનો અને માનવબળ પૂરું પાડવાની જરૂર છે. સાથે સાથે, ગ્રામજનોને વરુઓથી બચાવવા માટે જરૂરી સાવચેતીઓ અંગે જાગૃત કરવાની પણ જરૂર છે.
#WATCH | Bahraich, Uttar Pradesh: On alleged wolf attack on an 11-year-old in Pipri Mohan village, victim's brother Imran says, "It happened at night. The wolf came from another terrace and attacked my brother. My sister-in-law saw it and drove him away with a stick. We saw that… pic.twitter.com/sfvvUK5sKO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2024
ચંદૌલીમાં વરુઓના ટોળાએ 7 લોકોને ઘાયલ કર્યા
ચંદૌલીમાં વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા છે. વરુઓએ બકરીને પણ પોતાનો શિકાર બનાવી લીધો છે. વરુના અચાનક હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે, ગ્રામજનોએ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને વરુઓ સામે લડ્યા અને એક વરુને મારી નાખ્યો હતો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનો સાથે વરુઓનો પીછો કર્યો હતો. વરુઓ તેમના ઘાયલ સાથી સાથે ગંગાના કિનારે ભાગી ગયા. મામલો બલુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણગઢ ગામનો છે.
આ પણ વાંચો: ભાગો ભાગો ભેડિયા આયા, બહરાઈચ બાદ બરેલીમાં વરુઓની દસ્તક!