Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનના શાંઘાઈ શહેરમાં બેબિન્કા નામના વાવાઝોડાએ મચાવી તબાહી! 75 વર્ષનો તોડ્યો રેકોર્ડ

ચીનના શાંઘાઈમાં તોફાનનો કહેર છેલ્લા 75 વર્ષમાં શહેરમાં ત્રાટકેલું સૌથી તીવ્ર વાવાઝોડું રાહત અને બચાવ કાર્ય માટે હજારો કર્મચારીઓને તૈનાત કરાયા Typhoon Bebinca : સોમવારે ચીનના શાંઘાઈ શહેરમાં ‘Bebinca’ નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જે છેલ્લા 75 વર્ષમાં શહેરમાં ત્રાટકેલું...
ચીનના શાંઘાઈ શહેરમાં બેબિન્કા નામના વાવાઝોડાએ મચાવી તબાહી  75 વર્ષનો તોડ્યો રેકોર્ડ
  • ચીનના શાંઘાઈમાં તોફાનનો કહેર
  • છેલ્લા 75 વર્ષમાં શહેરમાં ત્રાટકેલું સૌથી તીવ્ર વાવાઝોડું
  • રાહત અને બચાવ કાર્ય માટે હજારો કર્મચારીઓને તૈનાત કરાયા

Typhoon Bebinca : સોમવારે ચીનના શાંઘાઈ શહેરમાં ‘Bebinca’ નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જે છેલ્લા 75 વર્ષમાં શહેરમાં ત્રાટકેલું સૌથી તીવ્ર વાવાઝોડું માનવામાં આવે છે. આ વાવાઝોડાને કારણે શહેરના જનજીવન પર ભારે અસર પડી છે. સેન્ટ્રલ મેટોરોલોજીકલ ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે વાવાઝોડું 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પવન સાથે શાંધાઈના 'પુડોંગ ડિસ્ટ્રિક્ટ' (Pudong District) ના લિંગાંગ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. તોફાનને કારણે હજારો રાહત અને બચાવ કર્મચારીઓને પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા હતા.

Advertisement

સંજોગો અને હાલની પરિસ્થિતિ

ચીનની રાજકીય સમાચાર એજન્સી ઝિન્હુઆના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર નિયંત્રણ અને દુષ્કાળ રાહત મુખ્યાલયે પૂર્વ ચીનના અનહુઈ પ્રાંત અને શાંઘાઈ અને ઝેજિયાંગ પ્રાંત માટે રાહત કાર્યોને વેગ આપી દીધા છે. તોફાનને કારણે શાંઘાઈમાં અનેક એરલાઈન્સની ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. શાંઘાઈ રેલ્વે સ્ટેશને પણ સોમવાર સુધીમાં કેટલીક પેસેન્જર ટ્રેનોને સ્થગિત કરી છે. 414,000થી વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, અને શહેરના તમામ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

ચીન સરકારના પગલાં

ચીન સરકારે આ તોફાનનો સામનો કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાહત અને બચાવ કાર્ય માટે હજારો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક રાહત શિબિરો ઉભી કરવામાં આવી છે, જ્યાં લોકો તાત્કાલિક મદદ મેળવી શકે છે. ચીનમાં આ દિવસોમાં તહેવારોની રજાઓ ચાલી રહી છે, તેથી લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. શાંઘાઈના વિવિધ મનોરંજન પાર્ક અને પ્રવાસન સ્થળો પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  Vietnam માં વાવાઝોડા Yagi એ મચાવી તબાહી; 87 ના મોત, રૂંવાટા ઉભા કરી દેશે આ Video

Advertisement

Tags :
Advertisement

.