ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં શખ્સે કરી Gay Club ખોલવાની ડિમાન્ડ, અને પછી...

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) માં એક શખ્સે Gay Club ખોલવાનો પ્રયાસ કર્યો જે બદલ તેની ધરપકડ (Arrest) કરી દેવામાં આવી છે. તેને મેન્ટલ હોસ્પિટલ (Mental Hospital) માં મોકલી દેવામાં આવ્યો છે. શખ્સે પહેલા એબોટાબાદ (Abbottabad) ના ડેપ્યુટી કમિશનર (Deputy...
07:08 PM Jun 11, 2024 IST | Hardik Shah
gay club in pakistan

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) માં એક શખ્સે Gay Club ખોલવાનો પ્રયાસ કર્યો જે બદલ તેની ધરપકડ (Arrest) કરી દેવામાં આવી છે. તેને મેન્ટલ હોસ્પિટલ (Mental Hospital) માં મોકલી દેવામાં આવ્યો છે. શખ્સે પહેલા એબોટાબાદ (Abbottabad) ના ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner) ને અરજી કરી હતી જેમા તેણે ઉલ્લેખ કર્યો હતો કે, તે શહેરમાં એક Gay Club ખોલવા માંગે છે અને આ ક્લબનું નામ તેણે લોરેન્ઝો ગે ક્લબ રાખ્યું હતું.

શખ્સે કરી Gay Club ખોલવાની માંગ

પાકિસ્તાનના આ શખ્સે Gay Club ખોલવાની માંગ કરી તેની પાછળ તેનો ઉદ્દેશ પોતાના દેશમાં રૂઢિચુસ્ત કાનૂની અને સામાજિક પજકારોનો સામનો કરી રહેલા LGBTQ વ્યક્તિઓ માટે સલામત જગ્યા પ્રદાન કરવાનો હતો. જણાવી દઈએ કે એબોટાબાદ એ જ શહેર છે જ્યાં 2011માં અમેરિકન સેનાએ ઘરમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. શખ્સની આ અરજી લીક થઇ ગઇ અને પછી આ મામલાને લઇને ચર્ચાઓ તેજ થઇ. આ સમાચાર ધાર્મિક નેતાઓના કાને આવ્યા તો તેમણે આરોપ મુક્યો કે આ કોઇ વિદેશી હિતો માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેટલું જ નહીં શખ્સને ઘણા કટ્ટરપંથીઓએ ગંભીર પરિણામોની ધમકી આપી હતી. જે પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં સમલૈંગિક સેક્સ એ ગુનો છે જેના માટે બે વર્ષની જેલની જોગવાઈ છે. શખ્સની ડિમાન્ડ તો પૂરી કરવામાં ન આવી પણ તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી અને તેને પેશાવરની મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો.

જો મારી વાત નહીં માનવામાં આવે તો હું...

શખ્સે એક મીડિયા ગ્રુપને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મે ફક્ત માનવ અધિકારની વાત કરી હતી, દરેકના માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ. જો મારી અરજી ફગાવી દેવામાં આવશે, તો હું લેખિતમાં જવાબ માંગીશ કે આવું કેમ થયું, અને હું પાકિસ્તાનના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે મારો અવાજ ઉઠાવીશ. એક મીડિયા સંસ્થા અનુસાર, વ્યક્તિએ કહ્યું કે જો પ્રશાસન મારી વાત નહીં સાંભળે તો હું કોર્ટમાં જઈશ અને આશા રાખું છું કે ભારતીય કોર્ટની જેમ પાકિસ્તાનની કોર્ટ પણ Gay લોકોના પક્ષમાં નિર્ણય કરશે. એબોટાબાદના ડેપ્યુટી કમિશનર ઓફિસે અરજીની પ્રાપ્તિનો સ્વીકાર કર્યો અને કહ્યું કે એક શખ્સે આવો પ્રયાસ કર્યો છે, અન્ય કોઈપણ અરજીની જેમ અમે તેની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ આ અરજી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો જાહેરમાં બહાર આવવા લાગ્યો હતો.

આ પણ વાંચો - PM મોદીની જીત પર Pakistan ના નેતાનું આવ્યું રિએક્શન, જાણો શું કહ્યું…

આ પણ વાંચો - લોકસભા ચૂંટણીના પરિણામોની ટીકા કરતા આ શું બોલી ગયા પાકિસ્તાની નેતા…

Tags :
Abbottabadconservative city in Pakistandeputy commissionerGay ClubGujarat FirstOsama Bin LadenPakistanpakistan newsPakistani Man Sent To Mental Hospitalterrorist Osama bin Ladenworld news
Next Article