ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

15 હજાર ફૂટની ઉંચાઈએ ફ્લાઈટમાં લાગી આગ, 200 થી વધુ મુસાફરોના જીવ તાંળવે ચોટ્યા

Plane Engine Fire : ફ્લાઈટ (Flight) ને મુસાફરી માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત (Best and Safest) ગણવામાં આવે છે. પણ છેલ્લા ઘણા વર્ષોમાં ફ્લાઈટથી મુસાફરી કરતા લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે ફ્લાઈટમાં પાણી લીક કરતું હોય, એસી...
09:57 AM Jul 20, 2024 IST | Hardik Shah
Plane Engine Fire

Plane Engine Fire : ફ્લાઈટ (Flight) ને મુસાફરી માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત (Best and Safest) ગણવામાં આવે છે. પણ છેલ્લા ઘણા વર્ષોમાં ફ્લાઈટથી મુસાફરી કરતા લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે ફ્લાઈટમાં પાણી લીક કરતું હોય, એસી બંધ હોય, પક્ષી અંદર આવી ગયું વગેરે. પણ તાજેતરમાં એક ઘટના બની છે જેણે સૌ કોઇના જીવ ઉંચા કરી દીધા છે. એક ન્યૂયોર્ક (New York) જતી ફ્લાઈટ ટેકઓફ (Flight Takeoff) બાદ લગભગ 15 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી હતી ત્યારે તેના એન્જિનમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફ્લાઇટ (Flight) માં 200 થી વધુ મુસાફરો હતા, જેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. અકસ્માતની આશંકાથી પાઇલોટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

વિમાન દુર્ઘટના, ઓઇલ લીકેજને કારણે એન્જિન ફેલ

આ અકસ્માતનો તપાસ અહેવાલ બહાર આવ્યો છે, જે ગઈકાલે ઉડ્ડયન મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો હતો. AAIBના તપાસ રિપોર્ટમાં અકસ્માતનું કારણ ઓઈલ લીકેજના કારણે એન્જિનમાં ખરાબી હોવાનું જણાવવામાં આવ્યું હતું. એન્જિન ફેઇલ થવાને કારણે શોર્ટ સર્કિટ થઈ અને આગ બહાર આવવા લાગી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AAIBએ તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે એડિનબર્ગ એરપોર્ટથી ન્યૂયોર્ક જતી વખતે પ્લેનના જમણા એન્જિનમાં હાઈ પ્રેશર ટર્બાઈન બ્લેડ ફ્રેક્ચર થઈ ગઈ હતી. જેના કારણે અન્ય 5 બ્લેડ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને પંખાની અંદરની નળી ફ્રેકચર થઈ ગઈ અને તેલ લીક થવા લાગ્યું. તેલ લીક થયા પછી, ગરમ હવાને કારણે તે સ્પાર્ક બની ગઈ અને આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. એક મુસાફરે આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. AAIBએ પોતાના રિપોર્ટમાં કેટલીક ભલામણો પણ કરી છે. રિપોર્ટમાં એક ભલામણ કરવામાં આવી હતી કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ સુનિશ્ચિત કરે છે કે બોઇંગ એરક્રાફ્ટ કંપની આ ગંભીર ઘટના બાદ બોઇંગ 767 એરક્રાફ્ટમાં સ્લેટ ટ્રેક હાઉસિંગ ડ્રેઇન ટ્યુબની ડિઝાઇનમાં ફેરફાર કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને ખાતરી કરો.

નજીકના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત ફેબ્રુઆરી 2023માં થયો હતો. ડેલ્ટા ફ્લાઇટ DAL209 સ્કોટલેન્ડથી ઉડાન ભરી હતી અને જ્હોન એફ. કેનેડી એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, પરંતુ અચાનક બોઇંગ પ્લેનમાંથી આકાશમાં આગની જ્વાળાઓ નીકળવા લાગી. જોરદાર વિસ્ફોટ પણ થયો. એક મુસાફરે બનાવેલા ફૂટેજમાં પ્લેન ક્રેશના ડરથી રડતા મુસાફરોની બૂમો પણ સંભળાતી હતી. પાઇલોટે ફ્લાઇટને પ્રેસ્ટવિક શહેર તરફ વાળ્યું અને એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. ફ્લાટ લેન્ડ થયા બાદ એરપોર્ટ સ્ટાફે આગ બુઝાવી હતી. મુસાફરોને બચાવીને અન્ય ફ્લાઈટમાં તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા. વિમાનમાં સવાર BBC ન્યૂઝની પત્રકાર લૌરા પેટિગ્રુએ તપાસ ટીમને તે સમયે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

આ પણ વાંચો: Microsoft માં આવેલી ખામીના કારણે વિશ્વભરની એરલાઇન્સની ચેક-ઇનમાં સમસ્યા

Tags :
Boeing Jet Engine FailureBoeing Jet Flame IncidentBoeing Jet Fuel LeakDelta Flight DAL 209Delta Flight DAL 209 Accident Enquiry ReportflightGujarat FirstHardik ShahPlane Engine Fire Accident Enquiry Reportworld news
Next Article