કાર ચાલકે કાબુ ગુમાવતા 35 લોકોના મોત
- ઝુહાઈમાં ભયાનક માર્ગ અકસ્માત: 35ના મોત, 43 ઘાયલ
- ઝુહાઈમાં કાર લોકો પર ચઢાવી: 35ના મોત, ઘાયલોની હાલત ગંભીર
- ચીનમાં ભયાનક અકસ્માત: 35ના મોત, 43 ઘાયલ, મૃત્યુ આંક વધવાની શક્યતા
- ઝુહાઈમાં સ્પોર્ટ્સ સેન્ટર પાસે ભયાનક અકસ્માત
China : ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટનામાં 35 લોકોના મોત નિપજ્યા છે અને 43 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝુહાઈના એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર એક કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને ત્યા એકઠા થયેલા લોકો પર કાર ચઢાવી દીધી હતી. આ ભયંકર અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
અકસ્માતમાં 35ના મોત, 43 ઘાયલ
આ ખતરનાક અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે અને 43 જેટલા લોકો કે જેઓ ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવી દેવામાં આવ્યું છે, જેના કારણે મૃત્યુ આંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે અને પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનાના સમયે કારની ગતિ અત્યંત તેજ હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કાર 62 વર્ષના શખ્સ ચલાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે 62 વર્ષીય ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જોકે તે સ્પષ્ટ નથી થયું કે તે હુમલો હતો કે અકસ્માત હતો. પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલુ છે. સોમવાર રાત્રે બનેલી ઘટના બાદ મંગળવારથી ઝુહાઈ એરશો શરૂ થઈ ગયો હોવાથી આ વિસ્તારમાં દેખરેખ કડક કરી દેવામાં આવી છે.
ઘટના પર રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું?
આ વીડિયો ન્યૂઝ બ્લોગર લી યિંગ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેને 'X' પર ટીચર લી તરીકે ઓળખવામાં આવે છે. વીડિયોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડઝનેક લોકો રનિંગ ટ્રેક પર પડેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં એક મહિલા એવું કહેતી સાંભળી શકાય છે કે, 'મારો પગ તૂટી ગયો છે'. રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે તમામ શક્ય પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. શિન્હુઆના સમાચાર અનુસાર, શીએ ગુનેગારને કાયદા અનુસાર સજા આપવાની વાત પણ કરી છે.
આ પણ વાંચો: ટ્રમ્પની જીતથી ગુસ્સે થયેલા શખ્સે પરિવારની હત્યા કરી પોતાને મારી ગોળી!