ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

સોનાની ખાણમાં 100 મજૂરોના ભુખ-તરસથી તડપી તડપીને મોત નિપજ્યાં

South Agrica Gold Mines Accident : દક્ષિણ આફ્રિકાની બિનકાયદેસર ખાણમાં 100 મજુરોના મોતના મામલાએ તમામ લોકોને ઝકઝોરી નાખ્યા છે.
08:04 AM Jan 14, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Gold Mine accident

South Africa Gold Mine Accident : દક્ષિણ આફ્રિકાની બિનકાયદેસર ખાણમાં 100 મજુરોના મોતના મામલાએ તમામ લોકોને ઝકઝોરી નાખ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ભુખ હોવાનું જણાવાઇ રહ્યું છે. ખાણમાં ભોજન-પાણીનો સપ્લાય અટકી જવાના કારણે મજુરોના મોત થઇ ચુક્યા છે.

બિનકાયદેસર રીતે સોનાની ખાણમાં જતા રહે છે શ્રમજીવી

South Africa Gold Mine Accident: દક્ષિણ આફ્રીકાની બિનકાયદેસર ખાણમાં 100 મજુરોના મોતના મામલાએ તમામ લોકોને ઝકઝોરી નાખ્યા છે. ખાણમાં ફસાયેલા મજુરો અનેક મહિનાઓ સાથે ભુખ અને તરસનો સામનો કરતા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટિલફોટેન શહેરની નજીક બફેલ્સફોંટેનમાં આવેલી સોનાની ખાણમાં આશરે 100 થી વધારે મજુરો ફસાયેલા હતા. જેને બહાર કાઢવા દરમિયાન માહિતી મળી કે ભુખ અને તરસના કારણે તેમના મોત થઇ ચુક્યા છે. આ ઘટના સાથે જોડાયેલા મજુરો દ્વારા મોબાઇલ ફોન દ્વારા મોકલાયેલા વીડિયો દ્વારા મળી. જેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા શબ જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Mahakumbh માં આવેલી આ સુંદર સાધ્વીની ખુલી પોલ, Video

26 શ્રમજીવીઓને બહાર કાઢવામા આવ્યા છે

માઇનિંગ અફેક્ટેડ કમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ અનુસાર રાહત કાર્યમાં અત્યાર સુધી 26 મજુરોને જીવીત બહાર કાઢવામાં આવી ચુક્યા છે અને 18 શબોને પણ બહાર કાઢવામાં આવી ચુક્યા છે. જો કે આ ખાણ એટલી ઉંડી છે કે ત્યાં હજી પણ આશરે 500 મજુરો ફસાયેલા હોઇ શકે છે. ખાણની ઉંડાઇ 2.5 કિલોમીટર હોવાનું જણાવાઇ રહ્યું છે.

પોલીસ અને મજુરો વચ્ચે ગતિરોધ

પોલીસ તરપતી ખાણને સીલ કરવાના પ્રયાસ બાદ મજુરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે, મજુરોની ધરપકડના ડરથી બહાર નહોતા આવી રહ્યા, જ્યારે મજુરોનો આરોપ છે કે, પોલીસે તેમના દોરડા કાપી નાખ્યા હતા. જેના કારણે તેઓ બહાર જ નિકળી શક્યા નહોતા.

આ પણ વાંચો : IMD: ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત,આ રાજ્યોમાં બદલાશે હવામાન

ભુખ અને તરસના કારણે મોત

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પહેલું મોતના કારણે ભુખ હોવાનું જણાવાયું છે. ખાણમાં ભોજન અને પાણીનો સપ્લાય બંધ થવાના કારણે તમામ મજુરોના મોત થયા છે. મજુરોના મોતે ખાણની સુરક્ષા અને નિયંત્રણ પર ગંભીર સવાલો પેદા કર્યા છે.

બિનકાયદેસર ખનનું ચલણ

દક્ષિણ આફ્રિકામાં બિનકાયદેસર ખનન એક સામાન્ય સસ્યા છે. મોટી કંપનીઓ જ્યારે ખાણને બેકાર સમજીને છોડી દે છે તો સ્થાનિક ખાણીયા તેમા વધેલું સોનું પોતે બહાર કાઢીને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે આ સંપુર્ણ મેન્યુઅલ પ્રકારે છે. આ લોકો પોતાનો ટિફિન અને પાણીની બોટલો સાથે ઉતરે છે. દોરડાની મદદથી ઉતરે છે. તેવામાં તેઓ ફસાય તો પણ અનેક દિવસો સુધી તેમની ખબર પડતી નથી.

આ પણ વાંચો : Maha Kumbh: અમૃતસ્નાન માટે સમય સૂચી જાહેર,બનશે 4 વર્લ્ડ રેકોર્ડ

Tags :
breaking newsgold minegold mine in South AfricaGold MinesGujarat FirstGUJARAT FIRST NEWSillegal minersSouth AfricaSouth Africa NewsWorld News In Gujarati