ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping ને આવ્યો સ્ટ્રોક !
Xi Jinping Suffers Stroke : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. એવા અહેવાલ છે કે CCP બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો. હાલમાં ચીન સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ વાયરલ થયેલા સમાચારે હલચલ મચાવી દીધી છે.
ચીનની નબળી અર્થવ્યવસ્થા પર મહત્વપૂર્ણ બેઠક
ચીનના સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. CCPની આ બેઠક સોમવારથી શરૂ થઈ હતી અને ગુરુવારે પૂરી થવાની હતી. ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 5 વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા 5 ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે, જેનાથી ચીન ખૂબ જ ચિંતિત છે. તે ઉપભોક્તા ખર્ચને વધારવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે. આ ચિંતા વચ્ચે શી જિનપિંગે એક બેઠક બોલાવી છે જેમાં ચીનની ઘટતી અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી રહી છે.
ચીનની આર્થિક નીતિઓને નક્કી કરતી થર્ડ પ્લેનમ બેઠક
આ બેઠકને થર્ડ પ્લેનમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દેશની આર્થિક નીતિઓ પર ચર્ચા કરવામાં આવે છે. હાલમાં ચીનની ઘટતી અર્થવ્યવસ્થા તેના માટે કોઈ મોટા પડકારથી ઓછી નથી. આવી સ્થિતિમાં ચીન તેને પાટા પર લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. જણાવી દઈએ કે કોરોના પછી ચીનની હાલત પહેલા કરતા ઘણી ખરાબ થઈ રહી છે. દેશમાં યુવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે ગ્રાહકોમાં ઘટાડો થયો છે. દરેક ક્ષેત્રની હાલત ખરાબ છે. ચીનમાં બનતો સામાન વાપરવા માટે પૂરતા લોકો નથી. જેના કારણે અર્થવ્યવસ્થાને સીધી અસર થઈ રહી છે.
આ પણ વાંચો - ટ્રમ્પની હત્યાનો પ્રયત્ન કરી રહ્યું છે Iran, જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા
આ પણ વાંચો - Congo ના એક ગામમાં ભયાનક નરસંહાર, 9 સૈનિકો સહિત 72 લોકોના મોત…