Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Video : ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરીંગ કરનાર હુમલાખોરનો વીડિયો આવ્યો સામે

Video :અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં શનિવારે અચાનક તાબડતોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તાત્કાલિક ટ્રમ્પને સ્ટેજ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ટ્રંપના કાન પાસે લોહીથી વહેતું જોવા મળ્યું હતું. જોકે, ત્યારબાદ સમાચાર આવ્યા કે શૂટર...
10:38 AM Jul 14, 2024 IST | Hiren Dave

Video :અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં શનિવારે અચાનક તાબડતોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તાત્કાલિક ટ્રમ્પને સ્ટેજ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ટ્રંપના કાન પાસે લોહીથી વહેતું જોવા મળ્યું હતું. જોકે, ત્યારબાદ સમાચાર આવ્યા કે શૂટર માર્યો ગયો છે. હવે આ ઘટનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં શૂટરે જ્યાંથી ફાયરિંગ કર્યું તે જગ્યા જોઈ શકાય છે.યુએસ સિક્રેટ સર્વિસે શનિવારે જણાવ્યું હતું કે, ટ્રમ્પને પર સ્પષ્ટ રીતે હત્યાના પ્રયાસમાં કરવામાં આવ્યો હતો. જેમાં રેલી સ્થળની બહાર એક ઉચ્ચ સ્થાનેથી સ્ટેજ તરફ અનેક ગોળી ચલાવવામાં આવી હતી.

એક ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઇમારત પરથી શૂટરે ટ્રમ્પ પર હુમલો કર્યો હતો. ટ્રમ્પની રેલીમાં હુમલાખોરે નજીકની બિલ્ડિંગની છત પરથી ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નજીકની ઈમારતની છત હુમલા પછી હુમલાખોર ઠેર થઈ પડ્યો છે.

હુમલા બાદ ટ્રમ્પની રેલીમાં નાસભાગ મચી ગઈ હતી. આ પછી ટ્રમ્પને તાત્કાલિક સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં ટ્રમ્પને પણ ઈજા થઈ હતી. તેણે કહ્યું છે ,કે તેમને કાનના નીચેના ભાગમાં ગોળી વાગી હતી. તેમજ વીડિયોમા પણ જોઈ શકાય છે કે તેમના કાનમાંથી લોહી પણ નીકળતું હતું.

 

PM મોદીએ X પર પોસ્ટ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અમારા વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવારજનો, ઘાયલો અને અમેરિકન લોકો સાથે છે.

આ પણ  વાંચો - Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા અંગે PM મોદીની પ્રતિક્રિયા

આ પણ  વાંચો - Israel : ઇઝરાયેલનો હમાસના પર હવાઈ હુમલો, 71 મોત

આ પણ  વાંચો - Trump: રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ,કાનને અડીને નીકળી ગોળી જુઓ video

Tags :
assassinationattackattemptbeingDonald TrumpDonald Trump attackElection rallyInjuredJoe BidenPennsylvaniaPM Narendra modi condemnRepublican PartyshotUnited Statesus presidentusformerpresidentVideoViralworld
Next Article