Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Canada ના ઇતિહાસની સૌથી મોટી ચોરી, 2 ભારતીયોએ અબજો રૂપિયાનું સોનું ચોર્યું

નવી દિલ્હી : કેનેડાના ઇતિહાસની સૌથી મોટી સોનાની લૂંટમાં (Canada Gold Heist) બે ભારતીયોની સંડોવણી બહાર આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટોરેન્ટોમાં (Toranto) ગયા વર્ષે થયેલી આ લૂંટ કેનેડાના ઇતિહાસમાં થયેલી...
canada ના ઇતિહાસની સૌથી મોટી ચોરી  2 ભારતીયોએ અબજો રૂપિયાનું સોનું ચોર્યું

નવી દિલ્હી : કેનેડાના ઇતિહાસની સૌથી મોટી સોનાની લૂંટમાં (Canada Gold Heist) બે ભારતીયોની સંડોવણી બહાર આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટોરેન્ટોમાં (Toranto) ગયા વર્ષે થયેલી આ લૂંટ કેનેડાના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી લૂંટ માનવામાં આવી રહી છે. 17 એપ્રીલ 2023 ના દિવસે આ લૂંટ થઇ હતી જેમાં 22 મિલિયન ડોલરનું સોનું કન્ટેનરમાંથી ચોરી થઇ ગયું હતું. ખુબ જ સુરક્ષીત રીતે મુકાયેલું સોનું અને રોકડ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગાયબ થઇ ગયું હતું.

Advertisement

આ પણ વાંચો : Israel Iran war: મહાયુદ્ધના એંધાણ! ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને મિસાઈલો છોડી

સોનું જ્યુરીચથી કેનેડા ખાતે પહોંચ્યું હતું

ચોરાયેલું કાર્ગો સ્વિત્ઝરલેન્ડના જ્યુરીચથી એર કેનેડા ફ્લાઇટ દ્વારા કેનેડા ખાતે પહોંચ્યું હતું. જો કે કેટલાક ફેક ડોક્યુમેન્ટ્સ અને પેપર દ્વારા આખુ કાર્ગો જ ઉઠાવી લેવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસના અનુસાર બે એર કેનેડાના જ ભુતપુર્વ કર્મચારીઓની પણ આ સમગ્ર લૂંટમાં સંડોવણી સામે આવી હતી. જે પૈકી એક વ્યક્તિ ઝડપાઇ ગયો હતો. જ્યારે એકને હજી પણ પોલીસ શોધી રહી છે. જે લોકોની ધરપકડ થઇ છે તેમાં પરમપાલ સિદ્ધુ (54) અને અમિત જલોટા (40) ની ધરપકડ કરી છે. આ ઉપરાંત અમાદ ચૌધરી (43) અલી રઝા (37) પ્રશાંત પ્રેમાલિંગમ (35)ની ધરપકડ કરી છે. જ્યારે 3 લોકોને હજી પણ પોલીસ શોધી રહી છે.

વાંચો : Brahmos Missile For Philippines: ચીનથી કંટાળેલા ફિલિપીંસે ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો

હજી પણ કેટલાક આરોપીઓ ફરાર

જે ત્રણ લોકો હજી પણ ફરાર છે અને પોલીસ શોધી રહી છે તેમાં સિમરનપ્રિત પાનેસર (31) અરચિત ગ્રોવર (36) અને અર્સલાન ચૌધરી (42) ની પણ શંકાસ્પદ સંડોવણી છે. એર કેનેડાએ પણ સ્વિકાર કર્યો છે કે જ્યારે ચોરીની ઘટના બની ત્યારે સિદ્ધુ અને પાનેસર બંન્ને એર કેનેડાના કર્મચારી હતા. એક વ્યક્તિએ ધરપકડ પહેલા જ નોકરી છોડી દીધી હતી. જ્યારે અન્યને તપાસમાં નામ સામે આવ્યા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : VADODARA : પોસ્ટલ બેલેટથી મતદાન માટે 13 હજારથી વધુ ફોર્મ સોંપાયા

Tags :
Advertisement

.