ફ્લાઈટ અકસ્માતમાં મુસાફરોનો જીવ તો બચી ગયો, પણ ગંભીર બીમારીનો શિકાર બન્યા
Singapore Airlines flight SQ321: તાજેતરમાં લંડનના એરપોર્ડ પરથી એક ફ્લાઈટ સિંગાપોર જવા માટે ઉપડી હતી. પરંતુ Air turbulence ની ખામી સર્જાતા તાત્કાલિક ધોરણે તેને બેંગકોકના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવી હતી. ત્યારે આ લેન્ડિંગ સમયે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તે ઉપરાંત 70 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલ લોકો ગંભીર બીમારીનો શિકાર બની ગયા
22 લોકોને કરોડરજ્જુમાં ભારે ઈજાઓ પહોંચી
20 લોકોને ICU માં દાખલ કરવામાં આવ્યા
ત્યારે બેંગકોકના એરપોર્ટ પરથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાંથી ગંભીર રીતે ઘાયલ લોકોને લઈ ચોંકાવનાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જોકે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટરનું કહેવું છે કે, તમામ લોકો હાલમાં ખતરાની બહાર છે. પરંતુ એક ગંભીર બીમારીનો શિકાર બની ગયા છે. જેના કારણે તેમને આ સમસ્યા જીવનભર હેરાન કરતી રહેશે.
આ પણ વાંચો: Singapore Airlines flight SQ321: લંડન સિંગાપોર જતી ફ્લાઈટનું કરાયું તુરંત લેન્ડિંગ, એક યાત્રીનું મોત
22 લોકોને કરોડરજ્જુમાં ભારે ઈજાઓ પહોંચી
Singapore Airlines flight માં ગંભીર રીતે ઘાયલ થયેલા 22 લોકોની સ્પાઇન સર્જરી કરવામાં આવી છે. તો મૃત્યુ પામનાર બ્રિટિશ વ્યક્તિને કદાચ હાર્ટ એટેક આવ્યો હતો. મુસાફરોએ જણાવ્યું કે કેવી રીતે ફ્લાઇટના ક્રૂએ તેમને લગભગ 20 મિનિટ સુધી CPR આપીને તેમને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો હતો. તે મુસાફરો પૈકી 22 લોકોને કરોડરજ્જુમાં ભારે ઈજાઓ પહોંચી હતી. તો 6 વ્યક્તિને મગજની ઈજાઓ અને 13 મુસાફરોને હાડકાં અથવા આંતરિક અવયવોને નુકસાન થયું હતું. તે ઉપરાંત ડૉક્ટરોએ 19 પુરૂષો અને 22 મહિલાઓ ઘાયલ થઈ છે.
આ પણ વાંચો: US Airforce: અમેરિકાએ તેના દુશ્મનો માટે UFO નું કર્યું નિર્માણ , કોઈ પણ દેશની રડાર સ્કેન નહીં કરી શકશે
20 લોકોને ICU માં દાખલ કરવામાં આવ્યા
જ્યારે અકસ્માત થયો ત્યારે 211 મુસાફરો અને 18 ક્રૂ મેમ્બર સવાર હતા. ત્યારે 20 લોકોને ICU માં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તે તમામ લોકોની સ્થિતિ હાલમાં સારી છે. ત્યારે ICU માં 6 બ્રિટિશ, 6 મલેશિયન, 3 ઓસ્ટ્રેલિયન, 2 સિંગાપુરના નાગરિકો હતા. તે ઉપરાંત હોંગકોક, ન્યુઝીલેન્ડ અને ફિલિપીન્સના એક-એક નાગરિક ICU માં દાખલ છે.
આ પણ વાંચો: હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત