Russian Girl Viral Video: ભારતીય પાસપોર્ટ અધિકારીએ કહ્યું, ભારત આવે ત્યારે મને ફોન કરજે...!
Russian Girl Viral Video: ભારતીય (India) નાગરિક દ્વારા દેશનું નાક કપાવું શરમજનક કાર્ય કર્યું છે. તાજેતરમાં એક રશિયન (Russia) કોન્ટેન્ટ ક્રિયેટર ભારત (Indian) ના પ્રવાસે આવી હતી. તો જ્યારે તેણી ભારત (India) ની મુલાકાત કરીને પરત રશિયા ફરી રહી હતી. ત્યારે તેણીને એક અજીબ ઘટનાનો સામનો કરવો પડ્યો હતો.
રશિયન મહિલા સાથે ભારતમાં અજીબ ઘટના બની
દિલ્હીના એરપોર્ટ પર રશિયન યુવતી સાથે બની ઘટના
રશિયન યુવતીની ટિકિટ પર અધિકારીએ પોતાનો નંબર લખ્યો
રશિયન (Russia) કોન્ટેન્ટ ક્રિયેટર દિનારા (Dinara) એ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમાં દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર તેની સાથે બનેલી ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તેણીએ દિલ્હી (Delhi) ના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (indira gandhi international airport) પર બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોમાં તેણીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ (Delhi Airport) પર અધિકારીએ તેના બોર્ડિંગ પાસ પર તેનો મોબાઇલ નંબર (Contact Number) લખીને આપ્યો અને તેણીને કહ્યું કે, જ્યારે તે ફરી ભારત આવે ત્યારે તેને ફોને કરીને જણાવે.
આ પણ વાંચો: Israel Hostages Video: યુદ્ધ વિરામની અટકળો વચ્ચે હમાસે ઈઝરાયેલી બંધકોનો વીડિયો કર્યો જાહેર
પાસપોર્ટ અધિકારીએ ટિકિટ પર નંબર લખી આપ્યો
View this post on Instagram
દિનારા (Dinara) એ તેનો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, "શું આ વર્તન યોગ્ય હતું?" 15 કલાક પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1200 થી વધુ લોકોએ લાઈક કર્યો છે અને ઘણા લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે. વીડિયોના ટેક્સ્ટમાં તેણે લખ્યું છે કે, હું આ જોઈને સ્તભ થઈ ગઈ હતી. દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર પાસપોર્ટ કંટ્રોલ ઓફિસર ઇચ્છતા હતા કે હું તેમને ફોન કરું.
આ પણ વાંચો: Bank Crisis: અમેરિકામાં વધુ એક બેન્ક દેવામાં ડૂબી
પાસપોર્ટ અધિકારીનું તો કેવું વર્તન?
રશિયન (Russia) કોન્ટેન્ટ ક્રિયેટર દિનારા (Dinara) ના 80,000 થી વધુ ફોલોઅર્સ છે. તેણીને ભારત (India) જેવા સાંસ્કૃતિ દેશની મુલાકાત કરવી ગમે છે. તેથી તે અનેકવાર ભારત આવી ચૂકી છે. તો તેણીએ વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, પાસપોર્ટ કંટ્રોલ ઓફિસરે મારી ટિકિટ પર તેનો ફોન નંબર લખ્યો છે અને મને અગાઉ જ્યારે હું ભારત આવું ત્યારે મને ‘કોન્ટેક્ટ’ કરવાનું કહ્યું છે. આ કેવું વર્તન છે? આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. લોકોએ તે અધિકારીની ટીકા કરી છે.
આ પણ વાંચો: Elon Musk At China: ભારત આવવાની અટકળો વચ્ચે ચીનના મહેમાન બન્યા Elon Musk