ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pakistan Pepole Protest: પાકિસ્તાની હકૂમતની સામે લાચાર પ્રજાએ કર્યો વિદ્રોહ

Pakistan Pepole Protest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સ્થિતિ દિવસે અને દિવસે ખરાબ થઈ રહી છે. વીજળીની કટોકટી, મોંઘવારી, બેરોજગારી અને વિરોધ પ્રદર્શન (Pakistan Protest) ને કારણે લોકોમાં પાકિસ્તાન (Pakistan) સરકારને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજધાની...
05:25 PM May 12, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Pakistan Pepole Protest

Pakistan Pepole Protest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સ્થિતિ દિવસે અને દિવસે ખરાબ થઈ રહી છે. વીજળીની કટોકટી, મોંઘવારી, બેરોજગારી અને વિરોધ પ્રદર્શન (Pakistan Protest) ને કારણે લોકોમાં પાકિસ્તાન (Pakistan) સરકારને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજધાની મુઝફ્ફરાબાદ (Muzaffarabad) માં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ એવી છે કે જનતા અને સુરક્ષા દળો વચ્ચે (Pakistan Protest) ઘર્ષણ શરૂ થઈ ગયું છે. અનેક જગ્યાએ હડતાળ અને હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દળો અને દેખાવકારો વચ્ચે અથડામણને કારણે તણાવ ચરમસીમા પર છે.

પોલીસે રાજધાની મુઝફ્ફરાબાદ (Muzaffarabad) માં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. એક અહેવાલ અનુસાર દડિયાલ, મીરપુર, સમહાની, સેહંસા, રાવલકોટ, ખુઇરટ્ટા, તત્તાપાની અને હટ્ટિયન બાલા સહિત Pakistan ના ઘણા ભાગોમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ (Pakistan Protest) વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જોકે અગાઉ મુઝફ્ફરાબાદમાં જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JKJAAC) દ્વારા ટીયર ગેસના શેલ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો.

આ પણ વાંચો: નેપાળી શેરપાનું અદભૂત પરાક્રમ, 29 મી વખત Mount Everest પર ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો…

સુરક્ષાકર્મીઓને પણ વિરોધ પ્રદર્શનકર્તા લોકો મારી રહ્યા

પીઓકેમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનની (Pakistan Protest) તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં દેખાવકારો સુરક્ષાકર્મીઓને લાકડીઓ (Pakistan Protest) વડે મારતા અને પીછો કરતા જોઈ શકાય છે. તે જ સમયે વહીવટીતંત્રે પાકિસ્તાન રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સના વધારાના સૈનિકો તૈનાત કરીને અને કાર્યકરોની ધરપકડ કરીને આ વિરોધને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Hardeep Singh Nijjar : કેનેડિયન પોલીસે ષડયંત્રના આરોપી ચોથા ભારતીયની ધરપકડ કરી છે…

હાલમાં, કલમ 144 લાગુ કરવામાં આવી

હાલમાં,Pakidtan ના લોકો અતિશય મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ હડતાળના ડરને કારણે સરકારે સમગ્ર પીઓકેમાં કલમ 144 લાગુ કરી હતી અને 10 અને 11 મેના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી. જોકે પીઓકેના તમામ જિલ્લાઓમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો: આ ચાલબાઝે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 58 વખત હવાઈ મુસાફરી કરી..

Tags :
economyInflationPakistanPakistan Pepole ProtestPepole ProtestPOKProtestUnemployment