Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan Journalist: પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ પર અવાજ ઉઠાવતા મહિલા પત્રકારને માર માર્યો

Pakistan Journalist: પાકિસ્તાન (Pakistan) ના કરાચી (Karachi) માં આવેલા એક પરીક્ષા કેન્દ્ર પર મહિલા પત્રકાર (Journalist) ને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની માહિતી પાકિસ્તા (Pakistan) ની મીડિયા હાઉસ ARY NEWS દ્વારા આપવામાં આવી છે. જોકે આ પહેલા પણ...
pakistan journalist  પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ પર અવાજ ઉઠાવતા મહિલા પત્રકારને માર માર્યો

Pakistan Journalist: પાકિસ્તાન (Pakistan) ના કરાચી (Karachi) માં આવેલા એક પરીક્ષા કેન્દ્ર પર મહિલા પત્રકાર (Journalist) ને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની માહિતી પાકિસ્તા (Pakistan) ની મીડિયા હાઉસ ARY NEWS દ્વારા આપવામાં આવી છે. જોકે આ પહેલા પણ અનેક વખત પાકિસ્તાન (Pakistan) ની અંદર ત્યાં સ્થાનિક અથવા અન્ય દેશના પત્રકારો (Journalist) સાથે મારપીટ થઈ હોવાના અહેવાલો આપણી સામે આવેલા છે.

Advertisement

  • પરીક્ષા કેન્દ્ર પર મહિલા પત્રકાર સાથે મારપીટ કરી

  • હાલમાં 3 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ

  • પરીક્ષા કેન્દ્રોમાં વીજળીનો અભાવ જોવા મળી રહ્યો

ત્યારે ARY NEWS દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, પાકિસ્તાન (Journalist) માં આવેલી કોરંગીની એક શાળામાં છેતરપિંડી કરતા Mafia ઓના જૂથે મહિલા Journalist ને માર માર્યો હતો. આ અંગે વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે. જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે, પરીક્ષા કેન્દ્ર પર હાજર બોર્ડ મિનિસ્ટર મોહમ્મદ અલી મલકાનીએ ઘટના સ્થળ પર હાજર સુરક્ષા અધિકારીઓ અને શાળા સંચાલકો પાસે રિપોર્ટ માગ્યો છે.

આ પણ વાંચો: Pyramid Mystery: નાઇલની ખોવાયેલી શાખા પિરામિડની નજીક મળી આવી

Advertisement

હાલમાં 3 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ

Pakistan Board દ્વારા આ ઘટનાને લઈ વહેલી તકે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ જાહેર કર્યો છે. તે ઉપરાંત સ્થાનિક પોલીસે વાયરલ વીડિયો (Viral Video) ને આધારિત આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર ચોરી કરતા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ તપાસ શરૂ કરી છે. જોકે હાલમાં 3 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરાચીમાં મેટ્રિકની પરીક્ષાઓ ગંભીર ગેરરીતિઓ સાથે આયોજિત કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Red Sea Fashion Week: સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો

પરીક્ષા કેન્દ્રોમાં વીજળીનો અભાવ જોવા મળી રહ્યો

બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન કરાચી (BSEK) હેઠળના ધોરણ 9 અને 10 ની વાર્ષિક પરીક્ષા દરમિયાન ઘણા પરીક્ષા કેન્દ્રોમાં વીજળીનો અભાવ જોવા મળી રહ્યો છે. કરાચીના જુદા જુદા ભાગોમાંથી મળતા અહેવાલો અનુસાર, ગરમ હવામાન હોવા છતાં વિદ્યાર્થીઓને પાવર કટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Pakistan ના પંજાબમાં દુઃખદ Road Accident, 5 બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોના મોત…

Tags :
Advertisement

.