હવે કેટલાક દેશના એજન્ડા નહીં ચાલી શકે, કેનેડાને પણ આપી સલાહ; S Jaishankar
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે દુનિયા આજે ઘણાં જ ઉથલ-પાથલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એવા સમયે ભારતે જી-20ના અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી ઘણી જ સારી રીતે ભજવી છે. આ સમય અમારી જ ઉપલબ્ધિઓ અને પડકારની સમીક્ષા કરવાનો છે પરંતુ કેટલાંક દેશ પોતાની રીતે એજન્ડા નક્કી કરવામાં લાગ્યા છે.
જયશંકરે હરદીપસિંહ નિજ્જરને લઈને કેનેડા વિવાદ વચ્ચે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે રાજકીય ફાયદા મુજબ આતંકવાદ, ચરમપંથ અને હિંસા પર એક્શન ન લેવા જોઈએ. પોતાના ફાયદા મુજબ ક્ષેત્રીય અખંડતાનું સન્માન અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન થઈ શકે. હજુ પણ કેટલાક એવા દેશ છે, જે એક નક્કી કરેલા એજન્ડા પર કામ કરે છે પરંતુ એવું હંમેશા નથી ચાલતું અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જરુરી છે. તેમણે કહ્યું કે ભારતે વિભિન્ન ભાગીદારોની સાથે સહયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે અમે ગુટનિરપેક્ષતાના યુગથી હવે વિશ્વ મિત્ર તરીકે વિકસિત થઈ રહ્યાં છીએ. આ ક્વાડના વિકાસ અને બ્રિક્સ ગ્રૂપના વિસ્તારથી આવે છે.
વિશ્વના લોકોએ ભારતની ક્ષમતાને ઓળખી
જયશંકરે કહ્યું કે- ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. અમને વિશ્વાસ છે કે અમારી પ્રતિભાને દુનિયાએ જાણી લીધી છે. અમારું ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે- જ્યારે અમારા પાડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અમે સૌથી પહેલા તેમની મદદ માટે આગળ આવ્યા હતા. દુનિયાએ અમારા યોગદાનની પ્રશંસા પણ કરી છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે- અમે હંમેશાથી કાયદા આધારિત વ્યવસ્થામાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ હજુ પણ કેટલાંક દેશ એવા છે, જે એક નિશ્ચિત એજન્ડા પર કામ કરે છે પરંતુ એવું હંમેશા નથી ચાલી શકતું અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. એક નિષ્પક્ષ, સમાન અને લોકતાંત્રિક વ્યવસ્થાનું તમામે પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો -BJP નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, સારવાર માટે ખસેડાયા