Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

New Year 2024 : વિવિધ દેશોમાં આતશબાજીથી કરવામાં આવ્યું નવા વર્ષનું WelCome, જુઓ તસવીરો

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, અમેરિકા સહિતના વિવિધ દેશોમાં નવા વર્ષનું (New Year 2024) ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ન્યુઝલેન્ડમાં ઓકલેન્ડના સ્કાય ટાવર ખાતે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં સિડની, ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર...
new year 2024   વિવિધ દેશોમાં આતશબાજીથી કરવામાં આવ્યું નવા વર્ષનું welcome  જુઓ તસવીરો

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, અમેરિકા સહિતના વિવિધ દેશોમાં નવા વર્ષનું (New Year 2024) ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ન્યુઝલેન્ડમાં ઓકલેન્ડના સ્કાય ટાવર ખાતે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં સિડની, ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર અને ચીનમાં હાંગઝોઉ ખાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

Advertisement

ન્યુઝીલેન્ડ :

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલા સૌથી ઊંચા સ્કાય ટાવર (Sky Tower) ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા.

Advertisement

ઓસ્ટ્રેલિયા :

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો સિડનીમાં સિડની હાર્બર બ્રિજની નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ આતશબાજી કરીને લોકોએ નવા વર્ષના વધામણા કર્યા હતા. અનુમાન છે કે 10 લાખથી વધુ લોકો અહીં નવા વર્ષની (New Year 2024) ઉજવણી કરવા પહોંચ્યા હતા.

Advertisement

અમેરિકા :

અમેરિકામાં પણ લોકોએ નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી છે. ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોટી સંખ્યામાં લોકો આવ્યા અને નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ટાઈમ્સ સ્ક્વેરમાં, અધિકારીઓ અને ઈવેન્ટ આયોજકોએ જણાવ્યું હતું કે, તેઓ નવા વર્ષની ઉજવણી કરવા આવનાર લોકોનું સ્વાગત કરવા અને તેમની સલામતીની ખાતરી કરવા તૈયાર છે.

ચીન :

ચીનની વાત કરીએ તો હાંગઝોઉ પ્રાંતના હાંગ્ઝોમાં નવા વર્ષ નિમિત્તે ત્રણ દિવસીય રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો વુલિન સ્ક્વેર ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવા પહોંચ્યા છે.

થાઈલેન્ડ:

થાઇલેન્ડના બેંગકોકમાં ભવ્ય આતશબાજીથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી .

ફ્રાન્સ :

ફ્રાન્સની રાજધાની પેરિસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારત :

ભારતની વાત કરીએ તો આ વર્ષે લોકોમાં નવા વર્ષની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો નવા વર્ષની (New Year 2024) ઉજવણી કરતા જોવા મળ્યા છે. ભારતના વિવિધ રાજ્ય જેમકે, ગુજરાત, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, પંજાબ, રાજસ્તાન સહિતના વિવિધ રાજ્યોમાં નવા વર્ષની લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી છે.

આ પણ વાંચો - New Year 2024 : ન્યુઝીલેન્ડમાં નવા વર્ષના વધામણા, ઓકલેન્ડના સ્કાયટાવર ખાતે ભવ્ય આતશબાજી કરાઈ

Tags :
Advertisement

.