Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maldives : અહીંથી સૌથી વધુ યુવાનો ISIS માં સામેલ થયા! ઇસ્લામિક સ્ટેટનું ગઢ બની ગયું છે આ દ્વીપ-દેશ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લક્ષદ્વીપ (Lakshadweep) પ્રવાસ પછી તેમની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા માલદીવ (Maldives) સરકારના ત્રણેય મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે, તેમ છતાં ભારતીયોનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, માલદીવની સરકાર ડેમેજ કંટ્રોલ...
maldives   અહીંથી સૌથી વધુ યુવાનો isis માં સામેલ થયા  ઇસ્લામિક સ્ટેટનું ગઢ બની ગયું છે આ દ્વીપ દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લક્ષદ્વીપ (Lakshadweep) પ્રવાસ પછી તેમની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા માલદીવ (Maldives) સરકારના ત્રણેય મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે, તેમ છતાં ભારતીયોનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, માલદીવની સરકાર ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરતા સતત બંને દેશો વચ્ચેની મિત્રતાનો હવાલો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, માલદીવની ઇકોનોમી મોટા ભાગે ભારતીય ટ્યુરિસ્ટ પર નિર્ભર કરે છે. અહીં વર્ષે લાખો ભારતીય રજાઓ માણવા જતા હોય છે.

Advertisement

જો કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લક્ષદ્વીપ પ્રવાસ બાદ એવી ચર્ચા છે કે ટુરિઝમની દ્રષ્ટીએ માલદીવને લક્ષદ્વીપ (Lakshadweep) રિપ્લેસ કરી શકે છે. માલદીવ (Maldives) વિશે કહેવાય છે કે એક સમયે બૌદ્ધ વસ્તી ધરાવતો આ દેશ અચાનક મુસ્લિમ આબાદીમાં પરિવર્તિત થઈ ગયો. હવે પરિસ્થિતિઓ એવી છે કે આ દેશમાં નોન-મુસ્લિમને નાગરિકતા પણ જલદી નથી મળતી. ઈતિહાસકારો માને છે કે, માલદીવના (Maldives) શાસકો ભારતના ચોલ સામ્રાજ્યના (Chola Empire) હતા. પણ પછી આ દેશ સંપૂર્ણ ઇસ્લામિક કેવી રીતે બની ગયો? ભારતીય શાસકો માલદીવમાં કેવી રીતે પહોંચ્યા? આ મામલે અલગ અલગ અભિપ્રાય છે.

ઈતિહાસકારો શું માને છે?

Advertisement

મોટાભાગના વિદ્વાનો માને છે કે ચોલ સામ્રાજ્ય (Chola Empire) પહેલા પણ અહીં કલિંગ રાજા બ્રહ્માદિત્યનું (Kalinga king Brahmaditya) શાસન હતું. આ નવમી સદીની વાત છે. ત્યાર પછી 11મી સદીમાં માલદીવ પર મહાબર્ણા આદિત્યનું (Mahabarna Aditya) શાસન હતું, જેના પુરાવા હજુ પણ ત્યાંના શિલાલેખોમાં જોવા મળે છે. અત્યારે પણ ત્યાં 50 થી વધુ ટાપુઓ પર બૌદ્ધ સ્તૂપ જોવા મળે છે. પરંતુ, તેમાંથી મોટાભાગના કાં તો નાશ પામ્યા છે અથવા તો તૂટી ગયા છે. છેલ્લા બૌદ્ધ રાજા ધોવેમીએ વર્ષ 1153માં ઈસ્લામ સ્વીકાર્યો અને તેમનું નામ મુહમ્મદ ઈબ્ન અબ્દુલ્લા હતું.

વાસ્તવમાં, આ ટાપુ દેશ પર લાંબા સમયથી આરબ વેપારીઓની અવર જવર રહી હતી. પહેલા તેઓ વેપાર કરતા હતા પરતું ત્યાર પછી તેમણે પોતાના ધર્મનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. રાજાના ધર્મ પરિવર્તન પછી લગભગ તમામ વસ્તીએ મુસ્લિમ ધર્મને અપનાવી લીધો હતો અને દેશનું ઇસ્લામીકરણ થયું હતું. આનો ઉલ્લેખ 'નોટ ઓન ધ અર્લી હિસ્ટ્રી ઓફ માલદીવ્સ' નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં સ્થિત આ દ્વીપ દેશ પર હવે 98 ટકા મુસ્લિમ છે. જ્યારે 2 ટકા અન્ય ધર્મના લોકો છે. પરંતુ, તેમણે ધાર્મિક પ્રતિકો અને જાહેરમાં તહેવાર ઊજવવાની છૂટ નથી.

Advertisement

ISIS સાથે શું જોડાણ છે?

અંદાજે 1200 ટાપુઓથી બનેલા આ દેશમાં ઈસ્લામિક સ્ટેટ માટે સૌથી વધુ યુવાનો લડવા ગયા હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી (US Department of Treasury) મુજબ, વર્ષ 2014થી 2018ની શરૂઆત સુધી, અહીંથી મોટી સંખ્યામાં લોકો ISIS માં સામેલ થયા હતા અને સીરિયા પહોંચ્યા હતા. આમાંથી ઘણા લોકો માર્યા ગયા હતા. જ્યારે મોટાભાગની માલદીવિયન મહિલાએ નોર્થઇસ્ટ સીરિયાના કેમ્પોમાં છે. તેમને પરત લાવવા માટે ખુદ માલદીવ સરકારે નેશનલ રીઇંટીગ્રેશન સેન્ટર બનાવ્યાં છે, જે અન્ય દેશોની સાથે સંપર્કમાં છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, માલદીવનું (Maldives) અડ્ડૂ શહેર ઇસ્લામિક ઉગ્રવાદીઓનો ગઢ બની ગયું છે. આ શહેર વર્ષ 2018 પછી સક્રિય બન્યું છે, અને સતત ISIS ની વિચારધારા પણ કામ કરે છે. અહીં ઘણા એક્સટ્રીમિસ્ટ ગુટ કામ કરી રહ્યા છે, જેમનો સીધો સપોર્ટ ISIS K (અફઘાનિસ્તાન સ્થિત ISIS શાખા) સાથે છે. આ ગુટ ઇસ્લામિક સ્ટેટ સુધી IED અને યુવાનો પહોંચાડવાનું કામ કરે છે. આ સિવાય, યુવાનોના મનમાં ઝેર ભરીને તેમને ભડકાવવાનું પણ તેમનું કામ છે. ઘણા લોકો અલ-કાયદાનું સમર્થન પણ કરે છે. અહીં એવી ઘણી કંપનીઓ પણ છે જે કામની આડમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટ્રીટ મોટર સર્વિસિસ તેમાંની એક છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકાએ અડ્ડૂ શહેરના 20 નેતાઓ પર ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવીને પ્રતિબંધો લગાવ્યા હતા.

આ પણ વાંચો -  BoycottMaldive : માલદીવના નેતાઓ સામે ભારતીયોમાં આક્રોશ, હવે EaseMyTrip એ ભર્યું આ મોટું પગલું

Tags :
Advertisement

.