ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Justin Trudeau On Khalistani: 3 ભારતીયોની કેનેડામાં ખાલિસ્તાનીની હત્યાને લઈ કરાઈ ધરપકડ

Justin Trudeau On Khalistani: ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar) ની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય (Indians) નાગરિકોની ધરપકડના એક દિવસ બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ ફરી એક મોટું નિવેદન આપ્યું છે. જસ્ટિન ટ્રુડો શરૂઆતથી...
04:09 PM May 05, 2024 IST | Aviraj Bagda
3 Indians arrested in Canada for killing Khalistani

Justin Trudeau On Khalistani: ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar) ની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય (Indians) નાગરિકોની ધરપકડના એક દિવસ બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ ફરી એક મોટું નિવેદન આપ્યું છે. જસ્ટિન ટ્રુડો શરૂઆતથી જ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્ટોને જવાબદાર ગણાવી રહ્યા છે. જોકે, ભારતે તેમના પાયાવિહોણા નિવેદનને નકારી કાઢ્યું હતું.

હવે આ કેસમાં 3 ભારતીયો (Indians) ની ધરપકડ બાદ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ના શબ્દો ફરી બદલાઈ ગયા છે. PM ટ્રુડોએ આ વખતે કહ્યું હતું કે, Canada કાયદાના શાસનનો દેશ છે. તમામ નાગરિકોની સુરક્ષા માટે મૂળભૂત પ્રતિબદ્ધતા ધરાવે છે. તો ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે (Dr, S Jaishankar) કહ્યું કે કેનેડા નિજ્જર (Hardeep Singh Nijjar) હત્યા કેસમાં માત્ર આંતરિક રાજકારણ કરી રહ્યું છે. તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. Khalistani તરફી લોકોનો એક વર્ગ Canada ની લોકશાહીનો ઉપયોગ કરી લોબી અને વોટ બેંક બનવા માટે કરી રહ્યો છે.

આ પણ વાંચો: indians quickly rich: આ દેશમાં જઈને ભારતીયો બની જાય છે અમીર

કેનેડાનામાં RCMP આ કેસને લઈ તપાસ કરી રહી

કેનેડિયન નાગરિક અને Khalistani નિજ્જરની 18 જૂન, 2023 ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય (Indians) નાગરિક કરણ બ્રાર , કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહ વર્ષીય ભારતીય નાગરિકોની હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC) એ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ને ટાંકીને જણાવ્યું હતું કે, RCMP (Royal Canadian Mountain Police) દ્વારા તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: Brazil માં મુશળધાર વરસાદે વિનાશ વેર્યો, અત્યારસુધીમાં 56 લોકોના મોત, ડઝનેક લોકો ગુમ…

કેનેડાના લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે

જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું કે નિજ્જરની હત્યા બાદ કેનેડાના શીખ સમુદાયના ઘણા લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે. દરેક Canadian ને Canada માં ભેદભાવ અને હિંસાના જોખમોથી સુરક્ષિત અને મુક્ત રીતે જીવવાનો મૂળભૂત અધિકાર છે. જોકે ભારત લાંબા સમયથી Canada માં શીખ અલગતાવાદી જૂથોની હાજરી અંગે ચિંતિત છે. ભારતે નિજ્જરને Khalistani જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: Nick Jonas: પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ભયાનક વાયરસના સંકજામાં આવ્યા

Tags :
canadaCanadianGujarat FirstHardeep Singh NijjarIndiansJustin TrudeauJustin Trudeau On KhalistaniKhalistaniRCMP
Next Article