Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel : ઇઝરાયેલનો હમાસના પર હવાઈ હુમલો, 71 મોત

Gaza: ગાઝા(Gaza)માં ખાન યુનૂસ ખાતેની ટેન્ટ શરણાર્થી છાવણી પર ઇઝરાયેલે બોમ્બમારો કરતાં 71 લોકો માર્યા ગયા હતા તો 289 લોકો ઘાયલ થયા હતા. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારે આ હુમલો તે નરસંહાર હોવાનું કહીને દાવો કર્યો હતો કે જે લોકો...
israel   ઇઝરાયેલનો હમાસના પર હવાઈ હુમલો  71 મોત

Gaza: ગાઝા(Gaza)માં ખાન યુનૂસ ખાતેની ટેન્ટ શરણાર્થી છાવણી પર ઇઝરાયેલે બોમ્બમારો કરતાં 71 લોકો માર્યા ગયા હતા તો 289 લોકો ઘાયલ થયા હતા. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારે આ હુમલો તે નરસંહાર હોવાનું કહીને દાવો કર્યો હતો કે જે લોકો માર્યા ગયા છે તેમાં ઇમરજન્સી સર્વિસના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

શરણાર્થી છાવણી પર હુમલો

મળતી માહિતી અનુસાર હમાસે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો તે પછી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં કુલ 38,345 લોકો માર્યા ગયા છે અને 88,295 લોકો ઘાયલ થયા છે. ગાઝા નાગરિક સંરક્ષણ ટીમે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ જેને સેફ ઝોન જાહેર કર્યો હતો તે વિસ્તારની શરણાર્થી છાવણી પર હુમલો કર્યો હતો. ઘાયલોને અલ-અમાલ ખાતેની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ દરમિયાન સીરિયામાં ઇઝરાયેલ દ્વારા થયેલા હુમલા પછી રશિયાએ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રશિયન પ્રવક્તાએ ચેતવણી આપી હતી કે આવા બિનજવાબદાર હુમલા મધ્ય પૂર્વમાં તંગદિલી વધારશે.

Advertisement

પેલેસ્ટાઇનીઓનો મૃત્યુઆંકમાં વધારો

ઇઝરાયેલી લશ્કરી દળો તલ અલ હવા અને સાના શહેરમાંથી નીકળી ગયા તેના પછી ત્યાં આ મૃતદેહો મળી આવ્યા હતા. તેથી પેલેસ્ટાઇનીઓનો મૃત્યુઆંક હાલમાં સત્તાવાર રીતે જણાવવામાં આવે છે તેના કરતાં વધારે હોવાનું મનાય છે.આ પહેલા આર્ટિલરી ફાયરમાં મૃત્યુ પામેલા આખા કુટુંબ સહિત 60 ના મૃતદેહ મળી આવ્યા હતા.   જિલ્લાઓમાં 40 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.

Advertisement

શું છે ઈઝરાયેલ સૈનિકોનો દાવો?

તે જ સમયે, ઇઝરાયેલના આર્મી રેડિયોએ પહેલા દિવસે અહેવાલ આપ્યો હતો કે હમાસના લશ્કરી વિંગ કમાન્ડર મોહમ્મદ ડેઇફ અને હમાસ ખાન યુનિસ બ્રિગેડના કમાન્ડર રફા સલામેહ ઇઝરાયેલના હવાઈ હુમલાના નિશાના પર હતા. રિપોર્ટમાં હમાસના બે લશ્કરી નેતાઓની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ આર્મી રેડિયોને જણાવ્યું હતું કે આ હુમલો સુનિશ્ચિત અને અત્યંત ચોકસાઈ સાથે કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે ઈઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. 58 સૈફ ડેઇફને ઘણા વર્ષોથી ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ માણસોમાંના એક ગણવામાં આવે છે અને ભૂતકાળમાં ડેઇફને ઘણી વખત ઘાયલ કરવા સહિત તેને મારી નાખવાના અનેક પ્રયાસો થયા છે.

આ  પણ  વાંચો  - Trump: રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ,કાનને અડીને નીકળી ગોળી જુઓ video

આ  પણ  વાંચો  - Austria : વિશ્વના તમામ નેતાઓએ PM મોદી પાસેથી શીખવું જોઈએ – Anton Zeilinger

આ  પણ  વાંચો  - Nigeria માં મોટી દુર્ઘટના, શાળાની ઈમારત ધરાશાયી, 22 વિદ્યાર્થીઓના મોત અને 100 થી વધુ ઘાયલ…

Tags :
Advertisement

.