Israel-Hamas war : પહેલા હવાઈ હુમલો,પછી ગ્રાઉન્ડ ઓપરેશન,ગાઝાના હમાસ કમાન્ડર સહિત 50 ના મોત
હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ છે. મંગળવારે (31 ઓક્ટોબર) હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શરણાર્થી શિબિર પર ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા અને લગભગ 150 ઘાયલ થયા, જ્યારે ડઝનેક લોકો કાટમાળ નીચે દટાયા છે. થયું કથિત હુમલા અંગે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ગાઝાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈઝરાયેલી હવાઈ હુમલાઓએ ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરના રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટ બ્લોક્સને નિશાન બનાવ્યું હતું.
ઈઝરાયેલની સેનાએ સૌથી પહેલા એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી ગ્રાઉન્ડ ફોર્સે હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયન દ્વારા ઉપયોગમાં લેવાતી ઇમારતને કબજે કરી લીધી. ઈઝરાયેલના હુમલામાં જબાલિયામાં ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ બટાલિયન ચીફ સહિત હમાસના 50 લડવૈયાઓને ઠાર કર્યા હતા. આ પછી ગ્રાઉન્ડ ફોર્સે અહીં બનેલી ટનલને પણ નષ્ટ કરી દીધી.આ ઓપરેશનમાં બે ઈઝરાયેલ સૈનિક રોઈ વુલ્ફ અને લાવી લિપશીટ્ઝ માર્યા ગયા હતા. બંને ગીવતી ઇન્ફન્ટ્રી બ્રિગેડના રિકોનિસન્સ યુનિટમાં તૈનાત હતા. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે જબલિયામાં હમાસના ગઢ પર કબજો કરવા માટે સૈનિકોએ હુમલો કર્યો ત્યારે યુદ્ધમાં બે સૈનિકો માર્યા ગયા હતા.
હજારોની સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત
જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. ઇન્ડોનેશિયાની હોસ્પિટલના નિર્દેશકે પણ કહ્યું છે કે 50 લોકોના મોત થયા છે. મીડિયા રીપોર્ટ અનુસાર ગાઝા શહેરની ઉત્તરે આવેલ જબાલિયા કેમ્પ, આઠ શરણાર્થી શિબિરોમાં સૌથી મોટો છે. જુલાઈ 2023 સુધીમાં, યુનાઈટેડ નેશન્સે ત્યાં 116,000 થી વધુ શરણાર્થીઓ નોંધ્યા હતા. 1948ના યુદ્ધ પછી શરણાર્થીઓએ અહીં કેમ્પમાં સ્થાયી થવાનું શરૂ કર્યું. આ વિસ્તાર નાનો છે પરંતુ ગીચ વસ્તી ધરાવતો છે, જે માત્ર 1.4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં મોટા પાયે રહેણાંક મકાનો છે. જબાલિયા એ વિસ્તારમાં છે જેને ઇઝરાયલે ઇવેક્યુએશન ઝોન જાહેર કર્યો છે. ગીચ વસ્તીવાળા કેમ્પ પર હુમલાના કાટમાળમાંથી ઓછામાં ઓછા 47 મૃતદેહો મળી આવ્યા હતા.
મંગળવારે વધુ મોટી અપડેટ મળી
મંગળવારે ઈઝરાયેલી બોમ્બમારોનું બીજું લક્ષ્ય ગાઝા શહેરના કિનારે અલ-શાતી શરણાર્થી શિબિર હતું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે. આ હુમલો કેમ્પના એક ઘર પર થયો હતો. 7 ઓક્ટોબરથી ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 8,525 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હમાસના હુમલામાં 1,400 થી વધુ ઈઝરાયલીઓએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં વધુ ઊંડે સુધી ઘૂસી ગયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગાઝા સિટીના રહેણાંક વિસ્તારમાં ટેન્ક પહોંચ્યા બાદ ભારે અથડામણ થઈ હતી. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામના આહ્વાનને ફગાવી દીધું છે.
આ પણ વાંચો -‘ચીનની મહિલાઓ લગ્ન અને બાળકો પેદા કરો…’શી જિનપિંગે લગાવી મદદની ગુહાર