Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND-UK News: જેન મેરિયટ Pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર

IND-UK News: 22 વર્ષ બાદ ભારતના રક્ષા મંત્રી Britain ની મુલાકાતે ગયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8 જાન્યુ. એ Britain પહોંચ્યા હતા અને 10 જાન્યુ. એ PM Rishi Sunak ને મળ્યા હતા. જો કે, આ દરમિયાન UK એ ભારતની...
ind uk news  જેન મેરિયટ pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા british હાઈ કમિશનર
Advertisement

IND-UK News: 22 વર્ષ બાદ ભારતના રક્ષા મંત્રી Britain ની મુલાકાતે ગયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8 જાન્યુ. એ Britain પહોંચ્યા હતા અને 10 જાન્યુ. એ PM Rishi Sunak ને મળ્યા હતા. જો કે, આ દરમિયાન UK એ ભારતની પીઠમાં 'છુરો' માર્યો હતો. આ દિવસે Pakistan માં British હાઈ કમિશનરે એક મુલાકાત લીધી જેનાથી ભારત નારાજ થયું હતું. આ મુલાકાત મીરપુરની હતી. જે ભારતમાં કાશ્મીરનો એક ભાગ છે, પરંતુ તેના પર Pakistan એ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.

Pakistan માં British High Commissioner Jane Marriott એક ટ્વિટમાં મીરપુરની ચાર તસવીરો શેર કરી છે. તેણે લખ્યું, 'Britain અને Pakistan ના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોના કેન્દ્ર મીરપુર તરફથી સલામ! 70 ટકા British પાકિસ્તાનીઓનું મૂળ મીરપુરમાં છે. જે ડાયસ્પોરા હિત માટે મહત્વપૂર્ણ બનાવે છે. તમારી મહેમાનગતી માટે આભાર!

Advertisement

Advertisement

POK ની જમીન પર

કોઈપણ વિદેશી રાજદૂત POK ની મુલાકાત લે તે વિવાદ બની જાય છે. પરંતુ British રાજદૂતની આ મુલાકાત ત્યારે થઈ જ્યારે ભારતીય સંરક્ષણ પ્રધાન Britain ની મુલાકાત કરી રહ્યા હતા. તે ઉપરાંત British રાજદૂતે મીરપુર જવાનું નક્કી કર્યું આ દિવસે સંરક્ષણ પ્રધાન અને British પીએમ એકબીજાને મળ્યા હતા. તેના ટ્વિટ પર લોકોએ તેને યાદ અપાવ્યું કે તે Pakistan અધિકૃત કાશ્મીરમાં ઉભી છે. જેન મેરિયટ Pakistanમાં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર છે.

IND-UK News

IND-UK News

America એ પણ આવું જ કંઈક કર્યું હતું

ગત વર્ષની શરૂઆતમાં America થી પણ આવી જ કાર્યવાહી જોવા મળી હતી. Pakistan માં Us Ambassador ડોનાલ્ડ બ્લોમે ગિટગિટ-બાલ્ટિસ્તાનની મુલાકાત લીધી હતી. આ પણ Pakistan અધિકૃત કાશ્મીરનો એક ભાગ છે. તેમની મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી સાર્વભૌમત્વનું સન્માન કરવા વિનંતી કરી છીએ.”

રામ દરબારની મૂર્તિ

રાજનાથ સિંહે PM Rishi Sunak સાથે લંડનમાં PM ના નિવાસ અને કાર્યાલય '10 ડાઉનિંગ સ્ટ્રીટ' ખાતે મુલાકાત કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંરક્ષણ અને આર્થિક સંબંધોના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન સિંહે Britain ના પ્રથમ PM Rishi Sunak ને રામ દરબારની પ્રતિમા પણ અર્પણ કરી હતી.

આ બેઠકમાં Britain ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Tim Barrow પણ હાજરી આપી હતી. સંરક્ષણ પ્રધાને સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "લંડનમાં British વડા પ્રધાન ઋષિ સુનક સાથે ઉષ્માભર્યું મુલાકાત થઈ હતી."

આ પણ વાંચો: Afghanistan : કાબુલમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ, 2 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×